ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા ગાયકના બે નવા ગરબા ધૂમ મચાવશે

VADODARA : નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા ગાયક અને મ્યુઝિક ડિરેક્ટરે માઇભક્તો પરંપરાગત ગરબાનો આનંદ માણી શકે તેવા હેતુથી નવા બે ગરબાનું નિર્માણ કર્યું છે. SANAT PANDYA - VADODARA ARTIST ૬ સંગત આર્ટિસ્ટ અને...
11:37 AM Sep 25, 2024 IST | PARTH PANDYA

VADODARA : નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા ગાયક અને મ્યુઝિક ડિરેક્ટરે માઇભક્તો પરંપરાગત ગરબાનો આનંદ માણી શકે તેવા હેતુથી નવા બે ગરબાનું નિર્માણ કર્યું છે.

SANAT PANDYA - VADODARA ARTIST

૬ સંગત આર્ટિસ્ટ અને ૪ કોરસ સિંગરોએ ત્રણ દિવસ અથાક મહેનત કરી

જે વિશે માહિતી આપતા સનત પંડ્યાએ જણાવ્યું હતું કે, સંસ્કારી અને કલાનગરી વડોદરાની નવરાત્રી દેશ અને વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત છે ત્યારે એક કલાકાર તરીકે મારી જવાબદારી બને છે કે નવરાત્રી દરમિયાન શહેરની કલાપ્રેમી જનતાને કઇક નવું પિરસવામાં આવે. જેના ભાગરૂપે આ વર્ષે હાલ હાલ હાલ ગોરી અને મારી અંબે માંને એવા સુંદર શિર્ષક હેઠળ ગરબાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે માટે મારી સાથે ૬ સંગત આર્ટિસ્ટ અને ૪ કોરસ સિંગરોએ ત્રણ દિવસ અથાક મહેનત કરી છે. ગરબામા જઇને માતાજીને વિનવવા અને માંની લાલ લાલ ચૂંદડીમાં ટમટમતી ટીલડી જડવા જેવી ભક્તની ભાવનાને ગરબાના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. કલારસિકો યૂ-ટયૂબ પર સનત પંડયા ઓફિશ્યલ ચેનલના માધ્યમથી ગરબા નિહાળી અને માણી શકશે. નોંધનીય છે કે, આ અગાઉ લિરીક્સ રાઇટર, મ્યૂઝિક કંપોઝર અને સિંગર એવા સનત પંડયાએ રામ મંદિરના નિર્માણ સમયે સંગીતમય સુંદરકાંડનું પણ નિર્માણ કર્યું હતું.

પહેલો ગરબો : હાલ હાલ હાલ ગોરી

હાલ હાલ હાલ ગોરી ગરબા માં જઈએ, ગરબા માં જઈએ ગોરી માને વિનવીયે,

તાળી વગાડીશું ચપટી વગાડીશું અંબાને વિનવીયે હા ગોરી ગરબા રમવા હાલ...

પાવા ના ડુંગરેથી (પાવા તે ગઢથી) કાળકા પધારશે.... (૨)

કાળકા પધારે રુડા આશિષ વર્ષાવશે (માના) માના દર્શન કરવા હાલ...

ગોરી ગરબે રમવા હાલ હાલ હાલ હાલ ગોરી ગરબા માં જઈએ...

ચોટીલા ડુંગરેથી ચામુંડા પધારશે ચામુંડા પધારે,

રુડા અમૃત વર્ષાવશે (માના) માના દર્શન કરવા,

હાલ ગોરી ગરબે રમવા હાલ હાલ હાલ હાલ ગોરીગરબા માં જઈએ...

બીજો ગરબો : મારી અંબે માંને

મારી અંબે માંને લાલ લાલ ચૂંદડી એમાં જડી છે મેં તો ટમટમતી ટીલડી,

ઊડતી જાય લહેરાતી જાય અંબેમા ની ચૂંદડી ઊડતી જાય,

લાલ ચટક ચૂંદડી ની શોભા છે ન્યારી મંગલકારી અતિ પાવનકારી ઊડતી જાય ...

આદ્યશક્તિ માં અંબા ભાવની ચૂંદડી લઈને માં તારા શરણે હું આવી,

અંબે માં (૨) ગબ્બરના ગોખવાળી અંબે માં...

આરાસુરવાળી મારી અંબે માં... મારી અંબે માંને લાલ લાલચૂંદડી...

આ પણ વાંચો -- VADODARA : વિશ્વામિત્રી નદીના 13 સ્થળો પરના દબાણો અંગે નોટીસ, ત્રણ દિ'નો સમય અપાયો

Tags :
ArtistawardGarbaNEWSHOWstealthethistoVadodarawinneryear
Next Article
Home Shorts Stories Videos