Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : રહેણાંક વિસ્તારમાં ચાલતા ખોટા કામ પર દરોડા, ગ્રાહક પાસેથી રૂ. 1500 વસુલાતા

VADODARA : વડોદરા (VADODARA) ના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (ANTI HUMAN TRAFFICKING UNIT - VADODARA) દ્વારા તાજેતરમાં આજવા રોડ પર આવેલા રહેણાંક વિસ્તારમાં ચાલતા દેહ વ્યાપારના સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આ સ્થળનું સંચાલન મહિલા...
11:50 AM Aug 17, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (ANTI HUMAN TRAFFICKING UNIT
- VADODARA) દ્વારા તાજેતરમાં આજવા રોડ પર આવેલા રહેણાંક વિસ્તારમાં ચાલતા દેહ વ્યાપારના સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આ સ્થળનું સંચાલન મહિલા દ્વારા કરવામાં આવતું હતું. મહિલા દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. 1 હજાર થી લઇને રૂ. 1500 વસુલવામાં આવતા હતા. હાલ યુનિટે મહિલા સંચાલિકાની અટકાયત કરી ત્રણ યુવતિઓને મુક્ત કરાવી છે.

મહિલાઓ જોડે અનૈતિક દેહ વ્યાપાર

વડોદરા પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા શહેરમાં અસરકારક પેટ્રોલીંગ કરવામાં આવે છે. દરમિયાન તાજેતરમાં ટીમને બાતમી મળી કે, આજવા રોડ પર આવેલા કિશનવાડીના સ્લમ ક્વાટર્સમાં પારૂલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણા આર્થિક ફાયદા માટે બહારથી જરૂરીયાતમંદ યુવતિઓને બોલાવીને પોતાના મકાનમાં દેહ વ્યપાર કરાવે છે. મહિલા દ્વારા ગ્રાહક પાસેથી યુવતિ દીઠ રૂ. 1 હજાર થી લઇને રૂ. 1500 સુધી વસુલવામાં આવે છે. રોકડ રકમ લઇને મકાનમાં મહિલાઓ જોડે અનૈતિક દેહ વ્યાપાર કરાવવામાં આવે છે. ઘટનાની જાણ થતા જ ટીમે સ્થળ પર જઇને ખરાઇ કરીને મકાન શોધ્યું હતું.

મહિલાઓને મુક્ત કરાવી

બાદમાં ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ટીમને ત્રણ યુવતિઓ મળી આવી હતી. સાથે જ દેહ વ્યાપારનો ધંધો ચલાવનાર પારૂલ ઉર્ફે બાલકૃષ્ણા (રહે. કિશનવાડી ચોક, ગઘેડા માર્કેટ, વડોદરા) મળી આવ્યા હતા. પોલીસની ટીમે દેહ વ્યાપારમાં ધકેલાયેલી મહિલાઓને મુક્ત કરાવીને સંચાલિકા વિરૂદ્ધ પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં ધી ઇમ્મોરલ ટ્રાફીક પ્રિવેન્શન એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો -- VADODARA : ઈર્ષાળુ કૌટુંબિક ભાઇએ ચાકુના ઉપરા-છાપરી ઘા ઝીંકતા મોત

Tags :
activityathufreedininvolvedphysicaluniteVadodarawomen
Next Article