Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : નિરાધાર ચક્ષુ દિવ્યાંજગનો માટે 24 કલાક કાર્યરત એકમાત્ર વૃદ્ધાશ્રમ

VADODARA : વડોદરા (VADODARA) શહેરનો એકમાત્ર અંધજન વૃદ્ધાશ્રમ - શ્રી જલારામ પ્રજ્ઞાચક્ષુ પ્રગતિ મંડળ, જેની રચના વર્ષ 2009માં થઈ હતી. તેનો મુખ્ય પાયો નાંખનાર સેવાભાવી કાર્યકર પ્રજ્ઞાચક્ષુ પ્રવીણ ભાઈ પરમાર છે, જેઓ આ સંસ્થાનો ઉત્તરો ઉત્તર વધારો કરવા માટે દિવસ...
vadodara   નિરાધાર ચક્ષુ દિવ્યાંજગનો માટે 24 કલાક કાર્યરત એકમાત્ર વૃદ્ધાશ્રમ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) શહેરનો એકમાત્ર અંધજન વૃદ્ધાશ્રમ - શ્રી જલારામ પ્રજ્ઞાચક્ષુ પ્રગતિ મંડળ, જેની રચના વર્ષ 2009માં થઈ હતી. તેનો મુખ્ય પાયો નાંખનાર સેવાભાવી કાર્યકર પ્રજ્ઞાચક્ષુ પ્રવીણ ભાઈ પરમાર છે, જેઓ આ સંસ્થાનો ઉત્તરો ઉત્તર વધારો કરવા માટે દિવસ રાત અથાગ મહેનત કરી આ સંસ્થાને વડોદરામાં એક ઓળખ આપી આ સેવાયજ્ઞમાં સદા આગળ રહી અંધજન ભાઇઓ - બહેનોની સેવાનું ભગીરથ કાર્ય ચાલુ રાખ્યું.

Advertisement

માણેજા, વડોદરા ખાતે શરૂ કરવામાં આવ્યું

આપણા દેશમાં અંધજનોની ખુબજ વિકટ પરીસ્થિતી છે. જેના આ સંસ્થાએ આજના યુગમાં અંધજનોનું જીવન બદલી બદતર ન થાય એ હેતુથી શ્રી જલારામ પ્રજ્ઞચક્ષુ પ્રગતિ મંડળ, વડોદરા દ્વારા સંચાલિત અંધજન વૃદ્ધાશ્રમ વર્ષ 2015 માં 38, રાજનગર સોસાયટી, મકરપુરા રેલ્વે સ્ટેશનની સામે, માણેજા, વડોદરા ખાતે શરૂ કરવામાં આવ્યું.

Advertisement

કુદરતી કે અકાળે આંખોની રોશની ગુમાવી ચુકેલ છે

આ સંસ્થા નિરાધાર પ્રજ્ઞચક્ષુ ભાઇઓ તથા બહેનોની વર્ષના 364 દિવસ 24 કલાક રાત - દિવસ તેઓની ખુબ જ સારી રીતે સાર સંભાળ થાય તે હેતુથી આ અંધજન વૃદ્ધાશ્રમનું આયોજન પુર્ણરૂપથી સફળ કાર્યરત છે. જે માં - બાપ , ભાઈ - બહેન , સગાવ્હાલાઓ કે જેઓ આપણા સમાજમાં જન્મ લીધેલ કુદરતી કે અકાળે આંખોની રોશની ગુમાવી ચુકેલ છે, એવા ભાઇઓ તથા બહેનોની સેવા જોઇએ તે પ્રમાણમાં જે તે કુટુંબીજનો આર્થિક પરીસ્થિતી અથવા તો અન્ય કારણે કરી શક્યા નથી. તેવા પ્રજ્ઞાચક્ષુ ભાઇઓની સાર સંભાળ સંપૂર્ણ જવાબદારીથી આ અંધજન વૃદ્ધાશ્રમમાં કરવામાં આવે છે.

સંસ્થા પોતાનું આશ્રમ બનાવવા ઇચ્છે છે

આ વૃદ્ધાશ્રમમાં છેલ્લાં 9 વર્ષથી કાર્યરત છે. હાલમાં આ આશ્રમમાં ભાઇઓ રહે છે. આ સંસ્થા પાસે પોતાનું મકાન ન હોવાથી હાલમાં ભાડાના મકાનમાં ચલાવવામાં આવે છે. ભવિષ્યમાં આ સંસ્થાને સરકાર તરફથી અથવા કોઇ દાતા તરફથી જગ્યા ફાળવવામાં આવશે તો સંસ્થા પોતાનું આશ્રમ બનાવવા ઇચ્છે છે. તથા આશ્રમમાં મહિનાનો લગભગ 1 લાખ જેટલો ખર્ચ થતો હોય છે. આ તમામ ખર્ચાઓ દાન સ્વરૂપે આવેલ રોકડ રકમ અથવા તો જરૂર મુજબ ઉધાર લઈને પુરા પાડવામાં આવે છે.

સાબુ તથા કપડા અને અન્ય સામગ્રીઓ પૂરી પાડવામાં આવતી હોય છે

આ સંસ્થામાં પ્રવેશ મેળવવા પ્રજ્ઞાચક્ષુ ભાઇઓ તથા બહેનોને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે તથા તેઓની પાસેથી કોઇપણ પ્રકારનો ખર્ચ લેવામાં આવતો નથી. આશ્રમમાં રહેનાર પ્રત્યેક પ્રજ્ઞાચક્ષુ ભાઇઓ ડોકટરી સારવાર પણ મફતમાં આપવામાં આવે છે. તથા આશ્રમમાં જો સુવિધાઓની વાત કરીએ તો દરેક પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને મહિના દરમિયાન ચાલતા સાબુ તથા કપડા અને અન્ય સામગ્રીઓ પૂરી પાડવામાં આવતી હોય છે. તથા બે સમયનો નાસ્તો તથા બે સમય નો જમવાનું આપવામાં આવે છે અને સાંજના સમયે તેઓ ભેગા મળીને ભજન કીર્તન પણ કરતા હોય છે.

આજે લગભગ 22 જેટલા ભાઈઓ અહીં રહે છે

પ્રજ્ઞાચક્ષુ પ્રવીણભાઈ પરમાર એ વધુમાં જણાવ્યું કે, ખૂબ મોટી ઉંમરે મને અંધાપો આવ્યો. ત્યારે હું અને મારો મિત્ર એક ખાનગી કંપનીમાં ખુરશી બનાવવાનું કામ કરતા હતા. પરંતુ હવે એ કંપની પણ બંધ થઈ ગઈ તથા અમને કામ મળતું પણ બંધ થઈ ગયું. તથા પરિવાર પર બોજ ન બનતા આશ્રમની શરૂઆત કરી અને મારા જેવા અન્ય મિત્રોને પણ આશ્રય મળી રહે તે હેતુસર અંધજન વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા છે અને આજે લગભગ 22 જેટલા ભાઈઓ અહીં રહે છે. આજ દિન સુધી સરકાર દ્વારા કોઈપણ મદદ કરવામાં આવી નથી વારંવાર ઘણા મંત્રીઓને પત્ર લખ્યા હોવા છતાં પણ અમને પોતાની જમીન પણ ફાળવવામાં આવી નથી, જેથી અમારે આજે ભાડાના ઘરમાં રહેવું પડે છે.

આ પણ વાંચો -- VADODARA : આરાધના પર્વ નવરાત્રી સાથે ગૌ સેવાને જોડતો અનોખો સંકલ્પ

Tags :
Advertisement
×

Live Tv

Trending News

.

×