Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગેસ લાઇનમાં લીકેજથી રોડ પર આગનું છમકલું

VADODARA : ફાયર વિભાગ દ્વારા આગની જ્વાળાઓ શાંત કરવા માટે પ્રયત્નો હાથ ધરાયા, તો ગેસ કંપની દ્વારા લીકેજ દુરસ્ત કરવા માટેની કામગીરી કરાઇ
vadodara   ગેસ લાઇનમાં લીકેજથી રોડ પર આગનું છમકલું

VADODARA : વડોદરા (VADODARA) ના અકોટા વિસ્તારમાં ગેસ લાઇનમાં લીકેજ (GAS LINE LEAKAGE) થી રોડ પર આગનું છમકલું થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વરસાદી ચેમ્બરના ઢાંકણામાંથી આગની નાની જ્વાળા દેખાતી અને અલિપ્ત થતી જોવા મળી હતી. જેને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને ગેસ વિભાગના જાણ કરવામાં આવતા તુરંત તેઓ દોડી આવ્યા હતા. ફાયર જવાનોએ આગનું છમકલું શાંત કર્યું હતું, અને ગેસ કંપનીના કર્મીઓએ લીકેજ દુરસ્ત કરવાની કામગીરી હાથ ધરી હતી. આ તકે એક તરફનો વાહન વ્યવહાર થોભાવી દેવો પડે તેવી ફરજ પડી હતી.

Advertisement

આગની જ્વાળા બહાર આવતી અને અલિપ્ત થતી જોવા મળી

વડોદરા સહિત દેશભરમાં દિપાવલી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરામાં પણ લોકો રોશની કરી, દિવા પ્રગટાવી, ફટાકડા ફોડીને પર્વની ઉજવણી કરી રહ્યા છે. તેવામાં ગતરાત્રે અકોટા ચાર રસ્તા પાસેથી પસાર થતી ગેસની લાઇનમાં લીકેજની ઘટના સામે આવી હતી. આ લીકેજના કારણે ગેસ વરસાદી ચેમ્બરમાં ભરાયો હતો. જેથી વરસાદી ચેમ્બરના ઢાંકણામાંથી આગની જ્વાળા બહાર આવતી અને અલિપ્ત થતી જોવા મળી રહી હતી.

લીકેજ દુરસ્ત કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી

આ ઘટના અંગે સ્થાનિકોનું ધ્યાન જતા પ્રથમ તો આશ્ચર્ય સર્જાયું હતું. બાદમાં કોઇ મોટી દુર્ઘટના ના બને તે માટે વડોદરા ફાયર અને ગેસ વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ બંને તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા આગની જ્વાળાઓ શાંત કરવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તો ગેસ કંપની દ્વારા લીકેજ દુરસ્ત કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બંને વિભાગના કર્માચારીઓ સ્થળ પર આવી કામગીરી હાથ ધરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અગાઉ પણ ગેસ લીકેજ થવાના કારણે આગની જ્વાળાઓ જમીનમાંથી બહાર આવતી હોવાના કિસ્સાઓ વડોદવાસીઓ સુધી પહોંચ્યા જ છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પાલિકાના પ્લોટમાં પડેલા કચરામાં આગ લાગતા ઉત્તેજના

Advertisement
Tags :
Advertisement

.