VADODARA : અકોટા-દાંડિયા બજાર બ્રિજ પાસે અકસ્માત, કાર ચાલક નશામાં હોવાનો આરોપ
VADODARA : આજે સવારે વડોદરા (VADODARA) ના અકોટા - દાંડિયાબજાર બ્રિજ (AKOTA - DANDIA BAZAR BRIDGE) ના ચાર રસ્તા પાસે બે કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાનું સ્થાનિક સુત્રોે જણાવ્યું છે. કાર અકસ્માતમાં સદ્નસીબે કોઇ જાનહાની થઇ નથી. પરંતુ કારને મોટું નુકશાન પહોંચ્યું હોવાની ભીતિ સેવાઇ રહી છે. સમગ્ર મામલે અકોટા પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સપાટી પર આવ્યું છે.
મોટું નુકશાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું
વડોદરા પોલીસ દ્વારા સડક સુરક્ષા માટે ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે છતાંય અકસ્માતોની ઘટના પર જોઇએ તેવો કાબુ મેળવી શકાતો નથી. શહેરના સતત વ્યસ્ત રહેતા અકોટા - દાંડિયા બજાર ચાર રસ્તા પાસે આજે સવારે બે કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં બે કારને આગળ અને પાછળના ભાગે મોટું નુકશાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું હતું. આ ઘટનામાં અકસ્માતનો ભોગ બનનાર કાર ચાલક દ્વારા સર્જનાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી ન્હતી.
મહંમદ મન્સુરી નશામાં ચૂર હોવાનું પ્રાથમિક સુત્રોએ જણાવ્યું
જેથી અકોટા પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટનામાં અકસ્માત સર્જનાર કાર ચાલક મહંમદ મન્સુરી નશામાં ચૂર હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. ઘટનાને પગલે સડક સુરક્ષાના નિયમોની અમલવારી કરવા માટે પોલીસે વધુ મહેનત કરવી પડશે તેવું લાગી રહ્યું છે. સવાર સવારમાં અકસ્માતની ઘટના સર્જાતા હળવો ટ્રાફીક જામ પણ સર્જાયો હતો. જો કે, પોલીસને જાણ થતા સ્થિતી સંભાળી હતી.
આ પણ વાંચો -- VADODARA : વૃદ્ધાઓને ટાર્ગેટ કરતી ગેંગના ત્રણ ઝબ્બે, જાણો સમગ્ર ઘટનાક્રમ