Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બહુચર્ચિત અખંડ ફાર્મ પાર્ટી કેસમાં તમામને કોર્ટે નિર્દોષ ઠેરવ્યા

VADODARA : વર્ષ 2016 માં વડોદરા પાસે આવેલા અખંડ ફાર્મ (2016 Akhand farmhouse raid) માં શહેર-જિલ્લા તથા મધ્યગુજરાતના નામચીન હસ્તીઓ ઉદ્યોગપતિની પૌત્રીની એન્ગેજમેન્ટ પાર્ટીમાં હાજર હતા. દરમિયાન પોલીસે મોટી રેડ કરીને 273 જેટલા નામચીન લોકો સહિતનાની અટકાયત કરી હતી. તે...
vadodara   બહુચર્ચિત અખંડ ફાર્મ પાર્ટી કેસમાં તમામને કોર્ટે નિર્દોષ ઠેરવ્યા

VADODARA : વર્ષ 2016 માં વડોદરા પાસે આવેલા અખંડ ફાર્મ (2016 Akhand farmhouse raid) માં શહેર-જિલ્લા તથા મધ્યગુજરાતના નામચીન હસ્તીઓ ઉદ્યોગપતિની પૌત્રીની એન્ગેજમેન્ટ પાર્ટીમાં હાજર હતા. દરમિયાન પોલીસે મોટી રેડ કરીને 273 જેટલા નામચીન લોકો સહિતનાની અટકાયત કરી હતી. તે સમયે રાજ્યની સૌથી મોટી અને ચર્ચિત રેડ માનવામાં આવતી હતી. તે બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. તાજેતરમાં કોર્ટે આ મામલે નિર્દોષ ઠેરવતો ચુકાદો આપવામાં આવ્યો છે. આ અંગે વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ કહ્યું કે, કાયદાઓની જોગવાઇ મુજબનો પુરાવો જોઇએ તેને રેકોર્ડ પર લાવવામાં ફરિયાદ પક્ષ સફળ થયો ન્હતો.

Advertisement

હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા

સમગ્ર કેસ અને કોર્ટના ચુકાદા અંગે વરિષ્ઠ ધારાશાસ્ત્રી શૈલેષ પટેલે જણાવ્યું કે, તા. 22 - 12 - 2016 ના રોજ ભીમપુરા ખાતે આવેલા અંપાડ ગામના ફાર્મમાં જાણીતા ઉદ્યોગપતિના પૌત્રીના એન્ગેજમેન્ટની એક પાર્ટી હતી. વડોદરા તાલુકા પોલીસના ડીવાયએસપી તથા અન્ય દ્વારા આ પાર્ટીમાં રેડ કરવામાં આવી હતી. અને આશરે 273 જેટલા વ્યક્તિઓ દારૂ પીવા ભેગા થયેલા છે, અને દારૂ પીધેલો છે, તેવા આરોપ હેઠળ ધરપકડ કરી હતી. 273 વ્યક્તિઓના લોહીની ચકાસણી તથા અન્ય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ તમામ જામીન પર મુક્ત થયા હતા.

દારૂબંધીના ગુનાની ચાર્જશીટ કરી

વધુમાં જણાવ્યું કે, આ રેડમાં પોલીસના કહેવા મુજબ, પોલીસે મોટા જથ્થામાં વિદેશી દારૂ કબ્જે કર્યો હતો. આશરે 83 જેટલી કાર જપ્ત કરવામાં આવી હતી. આ રેડમાં આશરે રૂ. 17 કરોડની રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસના અંતે પોલીસે આશરે 129 લોકો સામે દારૂ પી અને કેફી પીણા પી દારૂબંધીના ગુનાની ચાર્જશીટ કરી હતી. આ કેસ 2018 વડોદરાના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહ્યો હતો. દરમિયાન ફરિયાદ પક્ષે ઘણાબધા પોલીસ પોલીસ અધિકારીઓ, પંચો, ડોક્ટર, તેમજ વાઇન શોપના માલિકોને તપાસવામાં આવ્યા હતા.

Advertisement

સાબિત કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા

વધુમાં ઉમેર્યું કે, કેસમાં તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં આ કેસમાં 129 જેટલા વ્યક્તિઓને નિર્દોષ ઠેરવીને છોડી મુકવા માટે હુકમ કર્યો છે. ખાસ કરીને આ કેસમાં પોલીસ અધિકારીઓ દ્વારા જે તે સમયે સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી. જેની કોર્ટો ઘણી આલોચના કરી છે. સ્થળ પર દારૂની પાર્ટી કરવા ભેગા થયેલા હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. પરંતુ ફરિયાદમાં, પંચનામામાં, કે કાર્યવાહી દરમિયાન કોઇ પણ વ્યક્તિના હાથમાંથી કેફી પીણાનો ગ્લાસ મળ્યો હોય તે પણ સાબિત કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. ગુજરાત પ્રોહીબીશન એક્ટની જોગવાઇ મુજબ લોહીનો નમુનો લેવામાં આવે તે પણ સાબિત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો હતો. ડોક્ટર તથા અન્ય વ્યક્તિઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, તેમાં પણ કાયદાની જોગવાઇ અને નિયમોનું પાલન કર્યું ન હોવાનું કોર્ટે માનીને તમામ વ્યક્તિઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો છે.

પુરાવા રેકોર્ટ પર લાવી ન શકાયા

આખરમાં જણાવ્યું કે, તેમની સામે જે કોઇ આરોપ મુકવામાં આવ્યા હતા, આ બધાએ કેફી પીણાનું આયોજન કરવા માટે મહેફીલનું આયોજન કર્યું છે, બધાએ બહારથી દારૂ આયાત કર્યો છે, તેને પોતાના કબ્જામાં રાખ્યો છે, દારૂ પીધેલો છે, તે બધાય પાસાઓ પર કાયદાઓની જોગવાઇ મુજબનો પુરાવો જોઇએ તેને રેકોર્ડ પર લાવવામાં ફરિયાદ પક્ષ સફળ થયો ન્હતો.

Advertisement

આ પણ વાંચો -- ગુજરાતના બાળકોને પોતાની મા કરતા મોબાઈલ વ્હાલો, ચોંકાવનારો સર્વે

Tags :
Advertisement

.