Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સંરક્ષણ ક્ષેત્રની ભરતી પૂર્વે નિ:શુલ્ક નિવાસી તાલીમનું આયોજન, વાંચો વિગતવાર

VADODARA : દર વર્ષની જેમ વર્ષ ૨૦૨૪-૨૫માં પણ વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ના યુવાનો માટે સંરક્ષણ ક્ષેત્રની ભરતી પૂર્વેની ફ્રી નિવાસી તાલીમ (DEFENCE TRAINING) યોજાનાર છે. જેમાં અગ્નિવીર લેખીત પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોને અને વહેલા તે પહેલાંના ધોરણે ૯૦ ઉમેદવારોને...
vadodara   સંરક્ષણ ક્ષેત્રની ભરતી પૂર્વે નિ શુલ્ક નિવાસી તાલીમનું આયોજન  વાંચો વિગતવાર

VADODARA : દર વર્ષની જેમ વર્ષ ૨૦૨૪-૨૫માં પણ વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ના યુવાનો માટે સંરક્ષણ ક્ષેત્રની ભરતી પૂર્વેની ફ્રી નિવાસી તાલીમ (DEFENCE TRAINING) યોજાનાર છે. જેમાં અગ્નિવીર લેખીત પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોને અને વહેલા તે પહેલાંના ધોરણે ૯૦ ઉમેદવારોને તાલીમ આપવામા આવનાર છે. આ તાલીમમાં જોડાવા માટે તા. ૩૧/૦૮/૨૦૨૪ સુધીમાં મદદનીશ નિયામક(રોજગાર)કચેરી, તરસાલી ખાતે જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી શકાશે.

Advertisement

લેખિત પરિક્ષા પાસ થયેલ ઉમેદવારોને અગ્રિમતા

ફ્રી નિવાસી તાલીમમાં જોડાવા માટે ૮ પાસ,૧૦ પાસ,આઈટીઆઈ,ડીપ્લોમા પાસ કે ઉચ્ચ અભ્યાસ પાસ થયેલા ૧૭.૫ થી ૨૧ વર્ષની ઉંમર, ૧૬૮ સેમીથી વધુ ઉંચાઈ (એસ ટી ઉમેદવાર માટે ૧૬૨ સેમી થી વધુ )અને ૫૦ કિ.ગ્રા વજન અને ૭૭ સેમીથી વધુ છાતી ધરાવતા અપરિણીત પુરુષ ઉમેદવારોએ કચેરીનો રુબરુ સંપર્ક કરીને નિયત અરજી સાથે ફોર્મ ભરવાનું રહેશે. આ તાલીમમાં અગ્નીવિર લેખિત પરિક્ષા પાસ થયેલ ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે.

ડોક્યૂમેન્ટ્સ રજૂ કરવાના રહેશે

૩૦ દિવસની આ લશ્કરી ભરતી નિવાસી તાલીમમાં ૯૦ ઉમેદવારોને તાલીમ આપવામાં આવશે. જેમાં જોડાવા માટે ઉમેદવારનું નિયત નમુનામા અરજીફોર્મ સાથે સંમતિ પત્રક અને બાંહેધરી પત્રક, આધારકાર્ડની ઝેરોક્ષ, બેંક પાસબુકની ઝેરોક્ષ, જાતિનું પ્રમાણપત્ર, ધોરણ-૧૦ ની માર્કશીટ, અન્ય ઉચ્ચ અભ્યાસની માર્કશીટ, શાળા છોડયાનું પ્રમાણપત્ર.(લીવિંગ સર્ટિ), ડોમિસાઈલ સર્ટિફિકેટ (જો હોય તો અન્યથા કઢાવીને જમા કરાવવું) અનેસ્પોર્ટ/NCC સર્ટિફિકેટ (જો હોય તો) સહિત રજૂ કરવાનું રહેશે.

Advertisement

તજજ્ઞ વકતા ફેકલ્ટી દ્વારા તાલીમ

અરજી કરેલા ઉમેદવારોમાંથી સ્ક્રુટીની કરીને તમામ કેટેગરીના ૬૦ ઉમેદવારોને અને ૩૦ અનુસુચીત જાતી (એસ.સી. ઉમેદવારોને ) એમ વડોદરા જીલ્લાના કુલ ૯૦ ઉમેદવારોને આગામી સમયમાં ૩૦ દિવસની ૨૪૦ કલાકની તજજ્ઞ વકતા અને ટ્રેનર દ્વારા શારીરિક અને બૌદ્ધિક લેખિત પરીક્ષાની ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવશે. આ તાલીમાં ઉમેદવારોને ૩૦ દિવસની ફ્રી રહેવા, જમવા અને સ્ટાઈપેન્ડ સાથેની તાલીમ તજજ્ઞ વકતા ફેકલ્ટી દ્વારા આપવામા આવશે.

મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરીથી મળશે વધુ માહિતી

તેમજ ઉકત ફીઝીકલ અને લેખિત તાલીમ આપવા માંગતી અનુભવી સંસ્થા, શિક્ષક તેમજ ફેકલ્ટી, કો-ઓર્ડીનેટર પણ આ ફ્રી નિવાસી તાલીમમાં જોડાવા માંગતા હોય તો તેઓની પાસેથી પણ અરજીઓ મંગાવવામાં આવે છે. વધુ માહીતી માટે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી પહેલો માળ, આઈટીસી બિલ્ડીંગ, આઈટીઆઈ કેમ્પસ ,તરસાલી ખાતે ડોકયુમેન્ટ સાથે સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : જિલ્લા કલેક્ટર કચેરી સ્વચ્છ ઉર્જા સ્ત્રોતથી જોડાશે, કામગીરી જારી

Tags :
Advertisement

.