VADODARA : ચાંદોદ પોલીસ સ્ટેશનમાં એસીબીની સફળ ટ્રેપ, લાંચીયા કોન્સ્ટેબલને ઝડપી પાડયો
અહેવાલ - પીન્ટુ પટેલ આજરોજ છોટાઉદેપુર એલસીબીએ વડોદરા જિલ્લાના ચાંદોદ ખાતે આવેલ લાંચિયા કોન્સ્ટેબલને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. 50,000ની લાચની માંગણી જાણવા મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના ચાંદોદ ખાતે ફરજ બજાવતા મોતીભાઈ વાજાભાઈ રબારી જેઓ કોન્સ્ટેબલ તરીકે તેનતલાવ બીટમાં ફરજ...
Advertisement
અહેવાલ - પીન્ટુ પટેલ
આજરોજ છોટાઉદેપુર એલસીબીએ વડોદરા જિલ્લાના ચાંદોદ ખાતે આવેલ લાંચિયા કોન્સ્ટેબલને રંગેહાથે ઝડપી પાડ્યો હતો.
50,000ની લાચની માંગણી
જાણવા મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના ચાંદોદ ખાતે ફરજ બજાવતા મોતીભાઈ વાજાભાઈ રબારી જેઓ કોન્સ્ટેબલ તરીકે તેનતલાવ બીટમાં ફરજ બજાવતા હતા. જે સમયે દરમિયાન ડભોઇ તાલુકાના કરણેટ વસાહતમાં રહેતા ટેમરાભાઇ સત્યાભાઈ વસાવા ટીંબરવા ગામે પોતાના સંબંધીને ત્યાં જતા હતા તે સમય દરમિયાન આ કોન્સ્ટેબલે કામગીરી કરી રહ્યા હતા.
ત્યારે તેઓના વાહન ચેકીંગની કામગીરી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બે નંગ બોટલ મળી આવી હતી. જેથી આ કોન્સ્ટેબલે તેઓની વિરુદ્ધ મુજબનો ગુનો દાખલ કર્યો હતો. જેથી આ કોન્સ્ટેબલે તેને માર ન મારવાના રૂપિયા 50,000 ની માગણી કરી હતી.
ફરિયાદીએ કરી એસીબીને કરી જાણ
જાણવા મળતી માહિતી મુજબ ડભોઇ તાલુકાના કરણેટ ગામે રહેતા સત્યા ભાઈ ટેમરીયાભાઈ વસાવા જેવો એ ચાણોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મોતીભાઈ વાજાભાઈ રબારી કોન્સ્ટેબલ વિરુદ્ધ છોટાઉદેપુર એસીબીને ફરિયાદ નોંધાવી હતી. જેથી છોટાઉદેપુર એસીબીએ આજરોજ પોલીસ સ્ટેશનમાં ટ્રેક કરી હતી અને આ કોન્સ્ટેબલને ₹35,000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો.
કોન્સ્ટેબલે જ કર્યો હતો કેસ
ચાંદોદ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ મોતીભાઈ વાજાભાઈ રબારી એ આ ફરિયાદી વિરુદ્ધ પ્રોવિઝેશન એક્ટ મુજબનો ગુણો નવેમ્બર મહિનામાં નોંધ્યો હતો.
છોટાઉદેપુર એસીબીએ ટ્રેપ કયું
છોટાઉદેપુર એસીબી આજરોજ ચાંદોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને આ લાંચિયા કોન્સ્ટેબલ મોતીભાઈ રબારીને બાણમાં લીધા હતા અને તેઓએ આ ફરીયિદી પાસેથી 35,000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયેલા કોન્સ્ટેબલ મોતી ભાઈ વાજાભાઈ રબારી સામે લાંચ રિશ્વત વિરોધી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.