Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA ACB : વડોદરાના જરોદ પોલીસ મથકનો વહીવટી વચેટીયો લાંચ લેતા ઝડપાયો

VADODARA ACB : વડોદરા પોલીસ મથકના વહીવટદાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ વતી 70,000 હજારની લાંચ લેતાં વચેટીયા ભરત જયસ્વાલને  VADODARA ACB શાખાએ રગે હાથે ઝડપી પાડ્યો હતો. વહીવટદાર હેડ કોન્સ્ટેબલ નીમરલસિહ ફરાર થઈ ગયો હતો. વહીવટદાર નિર્મલસિંહે તાજેતરમાં ગેસ ચોરીના ગુનામાં ...
vadodara acb   વડોદરાના જરોદ પોલીસ મથકનો વહીવટી વચેટીયો લાંચ લેતા ઝડપાયો
VADODARA ACB : વડોદરા પોલીસ મથકના વહીવટદાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ વતી 70,000 હજારની લાંચ લેતાં વચેટીયા ભરત જયસ્વાલને  VADODARA ACB શાખાએ રગે હાથે ઝડપી પાડ્યો હતો. વહીવટદાર હેડ કોન્સ્ટેબલ નીમરલસિહ ફરાર થઈ ગયો હતો. વહીવટદાર નિર્મલસિંહે તાજેતરમાં ગેસ ચોરીના ગુનામાં  ઝડપાયેલા આરોપી પાસે ફરિયાદીમાંથી નામ કાઢવા માટે  રૂપિયા 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
VADODARA ACB

VADODARA ACB

Advertisement

રૂપિયા 5 લાખની માંગણી

તડજોડના અંતે અઢી લાખ નક્કી થયા જરોદ પોલીસ મથકમાં વહીવટદાર તરીકે કામ કરતા હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહે ગેસ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપી રમેશબિશ્નોઇનું નામ ફરિયાદમાંથી નામ કાઢી નાંખવા માટે ફરિયાદી પાસે રૂપિયા 5 લાખની માંગણીકરી હતી. જોકે, તડજોડના અંતે રૂપિયા 2.50લાખ નક્કી થયા હતા.

જરોદ પોલીસ મથકમાં ગુનો દાખલ

જાણવા મળતી માહિતી પ્રમાણે ફરિયાદીએ પોતાનું ગોડાઉન ભાડે આપ્યું હતું.પરંતુ, ગોડાઉન ભાડે રાખનાર રમેશ બિશ્નોઇઅને પિયુશઓએ ભાડા કરાર કર્યો ન હતો.જેથી ફરિયાદીએ ગોડાઉન ખાલી કરાવ્યું હતું. જે દરમિયાન જરોદ પોલીસે તાજેતરમાં ભણીયારા ગામની સીમમાં ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં રમેશ બિશ્નોઇ અને પિયુશની ઘરપકડ કરી હતી અને તેઓ સામે જરોદ પોલીસ મથકમાં ગુનોદાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

વાયદો કર્યો હતો

દરમિયાન ફરિયાદીએ આરોપી રમેશ બિશ્નોઇનું ફરિયાદમાંથી નામ કાઢવા માટે નક્કી થયેલારૂપિયા 2.50 લાખમાંથી રૂપિયા 1.80 લાખતા. 31-12-023ના રોજ મોબાઇલ દ્વારા જરોદ પોલીસ મથકના વહીવટદાર નિર્મલસિંહના સાગરીત ભરત જગદીશચંદ્ર જયશ્વાલ (રહે.બી-63, શિવનંદન સોસાયટી, જરોદ રેફરલહોસ્પિટલ પાસે, જરોદ) ના બેંક એકાઉન્ટમાંજમા કરાવ્યા હતા. અને બાકીના રૂપિયા 70 હજારનો તા. 2-1-024 ના  રોજનો વાચદો કર્યો

VADODARA ACB એ  છટકું ગોઠવ્યું 

ફરિયાદી બાકીના રૂપિયા 70 લાખ આપવામાંગતા ન હોઇ, તેઓએ વડોદરા એ.સી.બી.નોસંપર્ક કરી લાંચ માંગનાર જરોદ પોલીસ મથકનાહેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહ અને તેનાસાગરીત ભરત જયશ્વાલ સામે ફરિયાદ નોંધાવીહતી. ફરિયાદના આધારે એ.સી.બી.ના પી.આઇ.એ.એન. પ્રજાપતિએ મદદનીશ નિયામકપી.એચ. ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ છટકુંગોઠવ્યું હતું.
વચેટીયાએ દુકાન પાસે બોલાવ્યોએ.સી.બી. દ્વારા ગોઠવવામાં આવેલા છટકામુજબ ફરિયાદીએ જરોદ પોલીસ મથકમાં વહીવટદાર તરીકે કામ કરનાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહને બાકીના રૂપિયા70 હજાર લઇ જવા માટે ફોન કર્યો હતો.

સમાધાન માટે દુકાનનું લોકેશન પસંદ કર્યું 

વહીવટદાર નિર્મલસિંહે રૂપિયા 70 હજારલેવા માટે તેના સાગરીત (વચેટીયા) ભરતજયશ્વાલનો સંપર્ક કરવા જણાવતા, ફરિયાદીએવચેટીયા ભરત જયશ્વાલનો સંપર્ક કર્યો હતો. વચેટીયાએ ફરિયાદીને રૂપિયા 70 હજાર લઇને GF-11,મલ્હાર ફેશન એન્ડ ટેલર દુકાનની સામે,જરોદ ખાતે બોલાવ્યો હતો.

હેડ કોન્સ્ટબલ ફરાર

એ.સી.બી.ના પી.આઇ. એ.એન. પ્રજાપતિઅને તેમનો સ્ટાફ વોચમાં ગોઠવાઇ ગયો હતો. દરમિયાન ફરિયાદી પાસેથી જરોદ પોલીસમથકના વહીવટદાર નિર્મલસિંહના સાગરીત(વચેટીયા) ભરત જયશ્વાલે રૂપિયા 70 હજારલેતાની સાથેજ વોચમાં ગોઠવાયેલી એ.સી.બી.નીટીમે તેને દબોચી લીધો હતો. વચેટીયો ઝડપાયાબાદ એ.સી.બી. એ લાંચ માંગનાર હેડકોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહની તપાસ કરતાતે મળી આવ્યો ન હતો.

VADODARA ACB એ ગુનો નોંધાયો 

VADODARA ACB એ જરોદ પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહ અને વચેટીયા ભરત જયશ્વાલ સામે ગુનો દાખલ કરી કાર્યવાહીહાથ ધરી છે. જરોદ પોલીસ મથકના વહીવટદારઅને તેના વચેટીયા સામે લાંચનો ગુનો દાખલથતાં જિલ્લા પોલીસ તંત્રમાં ખળભળાટ મચીગયો હતો.
Tags :
Advertisement

.