Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બે સંતાનોનો વ્યસની પિતા ખોટું કામ કરતો, અભયમે કર્યો સીધો દોર

VADODARA : વડોદરા (VADODARA) ના ગોરવા વિસ્તારમાં બે સંતાનોનો વ્યસની પિતા ખોટું કામ કરતો હતો. અને ઘરનું વાતાવરણ ડહોળાય તેવા પ્રયાસો કરતો હતો. આખરે પરિણીતાની મિત્રએ તેને અભયમની મદદ લેવા માટેની સલાહ આપતા તેણીએ ફોન કર્યો હતો. અભયમની ટીમે અસરકારક...
vadodara   બે સંતાનોનો વ્યસની પિતા ખોટું કામ કરતો  અભયમે કર્યો સીધો દોર

VADODARA : વડોદરા (VADODARA) ના ગોરવા વિસ્તારમાં બે સંતાનોનો વ્યસની પિતા ખોટું કામ કરતો હતો. અને ઘરનું વાતાવરણ ડહોળાય તેવા પ્રયાસો કરતો હતો. આખરે પરિણીતાની મિત્રએ તેને અભયમની મદદ લેવા માટેની સલાહ આપતા તેણીએ ફોન કર્યો હતો. અભયમની ટીમે અસરકારક રીતે કાઉન્સિલીંગ કરતા પતિને તેની ભુલનું ભાન થયું હતું. અને ફરી આવું કૃત્ય નહી કરવાની તેણે બાંહેધારી આપી હતી.

Advertisement

મહિલા બધુ સહન કરતી રહી

ગોત્રી વિસ્તારમાં રહેતા પરિણીતા ના લગ્નને 7 વર્ષ થયા હતા. દરમિયાન તેમને બે સંતાનો છે. પતિને વ્યસનની ટેવ હોવાથી તે ઘરમાં મારઝુડ કરતો હતો. બળજબરીથી તેની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. થોડાક સમયમાં બધુ સારૂ થઇ જશે તેમ માનીને મહિલા બધુ સહન કરતી રહી, પરંતુ આ સિલસિલો અટકવાનું નામ ન્હતો લેતો. આ વાતથી પરિચીત મિત્ર દ્વારા મહિલાને અભયમની મદદ લેવા માટે જણાવવામાં આવ્યું હતું.

કાયદાકીય અને સામાજિક જવાબદારીનું ભાન કરાવ્યું

આખરે મહિલાની સહનશક્તિ ખુટી પડતા તેણે અભયમને કોલ કરીને મદદ માંગી હતી. તેવામાં અભયમની ટીમે ઘટના સ્થળે પહોંચીને પહેલા સમગ્ર સ્થિતી જાણી હતી. અને ત્યાર બાદ મહિલાના વ્યસની પતિનું અસરકારક કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું. અભયમની ટીમે તેને કાયદાકીય અને સામાજિક જવાબદારીનું ભાન કરાવ્યું હતું. સાથે જ પત્નીને હેરાન કરવા બદલ સજાની જોગવાઇથી તેને અવગત કરાવવામાં આવ્યો હતો.

Advertisement

પરેશાન નહીં કરે તેવી બાંહેધારી આપી

આખરે મહિલાના પતિને પોતાની ભુલનું ભાન થયું હતું. અને તેણે પત્નીને કોઇ પણ પ્રકારે ખોટી રીતે પરેશાન નહીં કરે તેવી બાંહેધારી આપી હતી. આખરમાં મદદ માંગનાર મહિલાએ અભયમની ટીમને આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : ચાલુ વરસાદે ડિવાઇડરનું રંગરોગાન કરી પૈસાનો વેડફાટ

Advertisement

Tags :
Advertisement

.