Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ડભોઇના યુવકે SBI ના કસ્ટમર કેર નંબર ઉપર કોલ કર્યો અને રૂપિયા બે લાખ ઉપરાંત ગુમાવ્યાં

અહેવાલ - પીન્ટુ પટેલ  ડભોઇ નગરમાં રહેતા રવિન્દ્ર મકવાણા નામના યુવક જે ડિશ કેબલ કનેક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ એસબીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડથી રૂ .2000 નું‍ ઓનલાઈન ટ્રાન્જેશન કર્યુઁ હતું. જે ટ્રાન્ઝેક્શન સક્સેસ થયું ન હોવાથી તેઓએ sbi ક્રેડિટ...
vadodara   ડભોઇના યુવકે sbi ના કસ્ટમર કેર નંબર ઉપર કોલ કર્યો અને રૂપિયા બે લાખ ઉપરાંત ગુમાવ્યાં

અહેવાલ - પીન્ટુ પટેલ 

Advertisement

ડભોઇ નગરમાં રહેતા રવિન્દ્ર મકવાણા નામના યુવક જે ડિશ કેબલ કનેક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ એસબીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડથી રૂ .2000 નું‍ ઓનલાઈન ટ્રાન્જેશન કર્યુઁ હતું. જે ટ્રાન્ઝેક્શન સક્સેસ થયું ન હોવાથી તેઓએ sbi ક્રેડિટ કાર્ડ ઉપર છાપેલાં ટોલ ફ્રી નંબર પર કોલ કરતા, તે ડિસકનેક્ટ થયો હતો અને સામેથી તુરંત જ એક ફેક કોલ આવ્યો હતો અને તેમનાં વિવિધ બેન્ક ખાતા ઓમાંથી રૂપિયા બે લાખ ઉપરાંતની રકમ ઉપડી ગ ઈ હતી અને તેઓ છેતરાયા હોવા અંગેની તેઓએ ઓનલાઇન સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી છે.

Anydesk  એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ફસાવ્યા 

Advertisement

25/12/23 ના રોજ ઓનલાઇન ટ્રાન્જેશન દ્વારા Gtpl કંપનીમાં રૂ. 2000નું ટાન્જેકશન કર્યુ હતું. પરંતુ તે ટ્રાન્જેશનના રૂપિયા ન પહોંચતા, તેઓએ SBI ક્રેડિટકાર્ડના કસ્ટમર કેર કોલ સેન્ટર ઉપર કોલ કરતાં જ રૂપિયા 2 લાખ ઉપરાંતની રકમની ગુમાવી પડી હતી. સૌપ્રથમ રવિભાઈએ પોતાના 2000 રૂપિયાના ટ્રાન્જેક્શન અંગે sbi કસ્ટમર કેર માટેનાં ટોલ ફ્રી નંબર ઉપર કોલ કર્યો હતો. જે કોલ ડીસકનેક્ટ થઈ ગયો હતો અને કસ્ટમર કેરના નામે એક ફેક કોલ આવ્યો હતો અને સ્ટેપ બાય સ્ટેપ તેઓને પોતાના મોબાઈલમાં તે વ્યક્તિ એ બતાવ્યાં મુજબ તેઓ કરતાં જ ગયાં અને વાતોમાં એ સમય દરમિયાન તે વ્યક્તિ એ તેઓની પાસે મોબાઇલમાં Anydesk  એપ્લિકેશન ડાઉનલોડ કરાવી દીધી અને સંપૂર્ણ ડેટા તે કહેવાતાં કસ્ટમર કેર પ્રતિનિધિએ મેળવી લીધાં અને તેઓના ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ લિમિટ પૂરી કરી દીધી. તે ઉપરાંત તેમનાં સેવિંગ ખાતામાં રહેલા રૂપિયા 8,000 પણ સેરવી દીધાં હતાં. આમ, રવિભાઈએ બે લાખ ઉપરાંતની રકમ ગુમાવવાનો વારો આવ્યો હતો.

સાઈબર ક્રાઈમમાં નોધાવી ફરિયાદ

Advertisement

યુવાનને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાયું હતું. જેથી તેઓએ સાઇબર ક્રાઇમનો સહારો લઈ સાઇબર ક્રાઇમમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે. ડભોઈમાં બનેલી આ ઘટનાથી અનેક તર્ક વિતર્કો શરૂ થયાં છે અને બેન્કિંગ ક્ષેત્રમાં કસ્ટમર કેર કોલ સેન્ટરો ઉપર પણ મોટાં સવાલો ઉભા થવા પામ્યા છે. નગરમાં ચાલતી ચર્ચાઓ મુજબ પ્રતિષ્ઠિત સરકારી બેન્કોના કસ્ટમર કેર કોલ સેન્ટરમાં કામ કરતાં કર્મચારીઓ પણ કદાચ સંકળાયેલા હોઈ શકે તેવી ચર્ચાઓએ નગરમાં વેગ પકડ્યો છે.

ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં  ગ્રાહકોમાં ગભરાટ

સરકારશ્રી દ્વારા ડિજિટલ ટ્રાન્જેકશનને પ્રોત્સાહન આપવામાં આવે છે, પરંતુ બીજી તરફ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વિવિધ રીતે થતાં ફ્રોડના બનાવોથી નાગરિકોમાં ગભરાટ જોવા મળી રહયો છે. એટલું જ નહીં પરંતુ મોબાઈલ કંપનીઓ, ફાઇનાન્સ કંપનીઓ, બેન્કિંગ ક્ષેત્રમાં રહેલાં લોકોના ડેટા પણ લીક થતાં હોવાનું પણ જાણવા મળી રહયું છે. ફ્રોડના કિસ્સાઓ વધતા જાય છે એટલે જ સાયબર ક્રાઈમ પણ અવરનેસના કાર્યક્રમ અને જન જાગૃતિ માટે પ્રયત્ન કરે છે. આ ઘટના અંગે હવે પોલીસ તંત્ર એ ગુનો નોંધી વધુ આગળની  તપાસ હાથ ધરી છે અને આ રીતે છેતરપિંડી આચરનારને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો -- SURAT : જિલ્લા કલેક્ટર દ્વારા હાથ ધરાયું આ ખાસ અભિયાન, વાંચો સમગ્ર અહેવાલ

Tags :
Advertisement

.