Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADALI BLAST : ધમાકો કરનાર આરોપી સાથે સંકળાયેલા આ મોટા સમાચાર આવ્યા સામે, વાંચો અહેવાલ

VADALI BLAST : વડાલી તાલુકાના વેડાછાવણી ગામે બે દિવસ અગાઉ પ્રેમ પ્રકરણની અદાવત રાખીને એક યુવાને મ્યુઝીક સીસ્ટમમાં સ્ફોટક પદાર્થો ફીટ કરીને પાર્સલ રૂપે મોકલાયા બાદ ટેસ્ટીંગ કરતી વખતે થયેલા ધડાકામાં બે જણાના મોત નિપજયા હતા અને અન્ય બેને ઈજા...
vadali blast   ધમાકો કરનાર આરોપી સાથે સંકળાયેલા આ મોટા સમાચાર આવ્યા સામે  વાંચો અહેવાલ

VADALI BLAST : વડાલી તાલુકાના વેડાછાવણી ગામે બે દિવસ અગાઉ પ્રેમ પ્રકરણની અદાવત રાખીને એક યુવાને મ્યુઝીક સીસ્ટમમાં સ્ફોટક પદાર્થો ફીટ કરીને પાર્સલ રૂપે મોકલાયા બાદ ટેસ્ટીંગ કરતી વખતે થયેલા ધડાકામાં બે જણાના મોત નિપજયા હતા અને અન્ય બેને ઈજા થયાની ફરીયાદ વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ શનિવારે ધડાકામાં સંડોવાયેલ એક શખ્સને કોર્ટમાં રજુ કર્યો હતો. જયાં ન્યાયાધિશે ૬ દિવસના રિમાન્ડ મંજુર કરતાં તપાસ કરતાં અધિકારીએ તેનો કબ્જો લઈ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

આ પ્રકરણમાં તપાસ કરનાર એસઓજીના પીઆઈ એ.જી.રાઠોડના જણાવાયા મુજબ VADALI ના  વેડાછાવણીના ધડાકા પ્રકરણમાં મુખ્ય ભુમિકા ભજવનાર જયંતિ વણઝારાને સ્થાનિક પોલીસ તથા એલસીબી અને એસઓજીના સહકારથી ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ એસઓજીના પીઆઈ એ.જી.રાઠોડે સ્ટાફ સાથે તેને શનિવારે વડાલી કોર્ટમાં રજુ કર્યો હતો. જયાં ન્યાયાધિશે ૬ દિવસના એટલે કે તા.૧૦ મેના રોજ બપોરે ૩ વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે ધડાકામાં સંડોવાયેલ જયંતિ વણઝારાએ ધો.૧ર આર્ટસનો અભ્યાસ કર્યો હોવા છતાં તેણે ઈલેકટ્રીકની કામગીરીનો અનુભવ ધરાવતો હોવાથી મ્યુઝીક સીસ્ટમમાં સ્ફોટક પદાર્થવાળુ પાર્સલ જીતેન્દ્ર વણઝારાને મોકલી આપ્યુ હતુ. અને તે પછી થયેલા ધડાકામાં બે જણાના મોત નિપજયા હતા.

અહેવાલ : યશ ઉપાધ્યાય 

Advertisement

આ પણ વાંચો : લ્યો બોલો! ગોર મહારાજ અને યજમાન બાઝ્યા, હવન દરમિયાન યજમાનને ધક્કો મારતા મોત

આ પણ વાંચો : Lohana Samaj: જૂનાગઢમાં રાજેશ ચુડાસમા માટે માઠા સમાચાર, આવતી કાલે લોહાણા સમાજની મોટી બેઠક

Tags :
Advertisement

.