Gondal: પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિહજીની આશરે 11 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ
Gondal: ગોંડલનાં કપુરીયાપરા ચોકમાં પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિહજી (Prajavatsal Rajvi Sir Bhagwatsihji)ની અગીયાર ફુટ ઉંચાઇ ધરાવતી દૈદિપ્યમાન પ્રતિમાનું અનાવરણ હવા મહેલનાં રાજવી પરિવાર દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમની શરૂઆત પહેલા રાજકોટ અગ્નિકાંડમાં ગોંડલ (Gondal)ના બે યુવાનોના મૃત્યુ થતાં 2 મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ગોંડલમાં પ્રજાપ્રેમી રાજાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવતા સમગ્ર ગોંડલ વાસીઓમાં આનંદ પણ જોવા મળ્યો હતો. મળતી વિગતે આ પ્રતિમા આશરે 11 ફુટની દૈદિપ્યમાન પ્રતિમા છે.
પંચધાતુની પ્રતિમા મુકવામાં આવી
ગોંડલના સાંસ્કૃતિક સર્જક અને સ્વપ્નદ્રસ્ટા નેક નામદાર મહારાજા ભગવતસિંહજી (Prajavatsal Rajvi Sir Bhagwatsihji) બાપુની આશરે 11 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા કપુરીયાપરા ચોકમાં રહેલી પ્લાસ્ટર ઓફ પેરીસની બનેલી પ્રતિમા વરસાદના કારણે ખંડિત થવા પામી હતી. ત્યારે ગોંડલ નગરપાલિકા તેમજ હવા મહેલ ગોંડલના સહયોગથી તેજ જગ્યાએ પંચધાતુની પ્રતિમાનું નિર્માણ કરતા હવા મહેલ રાજવી પરિવારનાં રાજકુમારશ્રી ઉપેન્દ્રસિંહજી, કુમારશ્રી જ્યોતિર્મયસિંહજી, રાણીસાહેબ ગૌરી રાજલક્ષ્મીદેવી, ધારાસભ્ય ગીતાબા જાડેજાનાં હસ્તે મહારાજા ભગવતસિહજી બાપુની નવનિર્મિત પ્રતિમાનું અનાવરણ કરાયું હતુ.
કાર્યક્રમમાં અનેક સામાજિક સંસ્થા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ગોંડલ પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજી ની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ શહેરના કપુરીયા ચોક ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સમયે નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા ઉપપ્રમુખ જયંતિભાઈ સાટોડીયા, ભુવનેશ્ર્વરીપીઠ નાં રવિદર્શનજી, આનંદ આશ્રમ ઘોઘાવદરનાં નિરંજન રાજ્યગુરુ સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા રાજવી પરિવારના રાજકુમારશ્રી ઉપેન્દ્રસિંહજી તેમજ કુમારશ્રી જ્યોતિર્મયસિંહજી નું પુષ્પગુચ્છ અને ફુલહારથી સ્વાગત કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદાર મનીષભાઈ જોશી દ્વારા કરાયું હતું. નોંધનીય છે કે, ગોંડલમાં પ્રજાપ્રેમી રાજાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવતા સમગ્ર ગોંડલ વાસીઓમાં આનંદ પણ જોવા મળ્યો હતો. મળતી વિગતે આ પ્રતિમા આશરે 11 ફુટની દૈદિપ્યમાન પ્રતિમા છે.