Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ મધમાખી દિવસની અનોખી ઉજવણી

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ  ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી જનસમુદાયને વિજ્ઞાન સાથે જોડવા માટે સમર્પિત છે. વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા ટકાઉ જીવનને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, સાયન્સ સિટી નિયમિતપણે વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું...
06:01 PM May 20, 2023 IST | Vishal Dave

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ 

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી જનસમુદાયને વિજ્ઞાન સાથે જોડવા માટે સમર્પિત છે. વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા ટકાઉ જીવનને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, સાયન્સ સિટી નિયમિતપણે વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરે છે.વિશ્વ મધમાખી દિવસ લોકોને મધમાખીના મહત્વ અને પર્યાવરણ પર તેમની ઊંડી અસર વિશે શિક્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ વિશ્વભરમાં ઇકોસિસ્ટમના નિર્માણ અને જાળવણીમાં ફાળો આપે છે.

શહેરી વિસ્તારમાં જૈવવિવિધતા વધારવા માટે, મધમાખીઓ વૃક્ષો સાથે સંયુકત રીતે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેને એક ઉદાહરણ તરીકે સમજીએ તો, મધમાખીઓ પરાગનયનમાં લગભગ ૭૫% ફાળો આપે છે. ૨૦૦ પ્રકારની મધમાખીઓમાંથી માત્ર 5 પ્રકારની મધમાખીઓ મધપૂડા (મધ) બનાવવામાં સક્ષમ છે. કમનસીબે, હાલમાં મધમાખીઓની વસ્તી ઘટી રહી છે. આ મહત્વપૂર્ણ પરાગ રજકો માટે જાગૃતિ લાવવા અને સંરક્ષણના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે.કુદરતની ઇકોસિસ્ટમના મહત્વ અને નાના જંતુઓની નિર્ણાયક ભૂમિકાને સમજીને, સાયન્સ સિટી નેચર કલબ (ઇકો લાઇફ) તથા ટૂી વોક ગ્રુપ દ્વારા 20 મે, 2023ના રોજ સાયન્સ સિટી ખાતે "વિશ્વ મધમાખી દિવસ"ની ઉજવણી કરવામાં આવી. આ વર્ષ ની UN ની થીમ "Bee engaged in pollinator-friendly agriculture production." હતી.

આ કાર્યક્રમકમાં ટૂી વોક ગ્રુપના આશરે 50 સભ્યો અને અલગ અલગ રાજયમાંથી આવેલા ૬૦ જેટલા YUVIKA વિદ્યાર્થીઓ (વર્ષ 2023 માટે ISROના યુવા વિજ્ઞાની કાર્યક્રમ) એ ભાગ લીધો. કાર્યક્રમ બાદ, YUVIKA વિદ્યાર્થીઓને સાયન્સ સિટી ખાતે વૈશ્વિક કક્ષાના પ્રદર્શનો નિહાળવાની તક મળી .આ કાર્યક્રમની શરૂઆત વિશ્વ મધમાખી દિવસના મહત્વ અને આપણા ઇકોસિસ્ટમમાં તેના મહત્વ વિશેની માહિતી સાથે થઈ. આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓએ ઉજવણી અને તેની સુસંગતતા વિશે મૂળભૂત સમજ મેળવી. કાર્યક્રમમાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યુ, જેમાં વિવિધ સામગ્રીનો ઉપયોગ કરીને અર્બન એરીયામાં મધમાખી આશ્રયસ્થાન તથા વોટર સ્ટેશન બનાવતા શિખવાડવામાં આવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત સહભાગીઓને કૃત્રિમ આશ્રયસ્થાન બનાવવાની કીટ આપવામાં આવી. આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય મધમાખીઓના મહત્વ અને તેમના સંરક્ષણ પ્રયાસોને પ્રકાશિત કરવાનો હતો જે દ્વારા લોકોને મહત્વપૂર્ણ પરાગ રજકોના રક્ષણમાં સક્રિયપણે યોગદાન આપવા માટે પ્રેરણા આપી શકાય.

Tags :
Gujarat Science Cityunique celebrationWorld Bee Day
Next Article