Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખેડૂતો માટે રક્ષા કવચ સાબિત થયા અનોખા બુટ

અહેવાલ - રાબિયા સાલેહ સુરતની એક સંસ્થાએ ખેડૂતો માટે અનોખા બુટ બનાવ્યા છે, જે ખેડૂતોને જીવલેણ બીમારીથી બચાવી શકે છે. પરંતુ શું છે આ બુટની ખાસિયત અને ક્યાં છે આ સંસ્થા, અન્ય કોઈ વ્યક્તિઓ પણ શું આ સંસ્થાની શોધ કરી...
ખેડૂતો માટે રક્ષા કવચ સાબિત થયા અનોખા બુટ

અહેવાલ - રાબિયા સાલેહ

Advertisement

સુરતની એક સંસ્થાએ ખેડૂતો માટે અનોખા બુટ બનાવ્યા છે, જે ખેડૂતોને જીવલેણ બીમારીથી બચાવી શકે છે. પરંતુ શું છે આ બુટની ખાસિયત અને ક્યાં છે આ સંસ્થા, અન્ય કોઈ વ્યક્તિઓ પણ શું આ સંસ્થાની શોધ કરી રહ્યા છે. આવો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં.. ખેડૂતો માટે ટેકનોલોજી ના ઉપયોગ કરી બનાવેલા બુટ ની સંસ્થાની શોધ કરવા ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ની ટીમ નીકળી હતી. લોકોને રોડ રસ્તા ઉપર સંસ્થા નું સરનામું અને સંસ્થા વિશે પૂછ્યા બાદ એ સંસ્થા ક્યાં છે એની જાણ થઈ હતી. જોકે એ સંસ્થા વિશે પૂછપરચ દરમિયાન અન્ય ખેડૂતો પણ મંત્ર નામના એ સંસ્થાના સ્થળે જઈ રહ્યું હોવાનું જણાય આવ્યું હતું.

Advertisement

સૌપ્રથમ ગુજરાત ફર્સ્ટ દ્વારા મંત્રા નામની આ સંસ્થાની શોધ કરાઈ. આ સંસ્થા કઈ રીતે ખેડૂતોની સુરક્ષા માટેનું કામકાજ કરે છે સરકાર દ્વારા એમને કેટલી ગ્રાન્ટ મળી છે, એની માહિતી મેળવાઈ. આ સંસ્થા સુરતમાં ટેક્સ્ટાઇલ ક્ષેત્રની સંસ્થા મૅન મેઇડ ટેક્સ્ટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ એટલે કે મંત્રા તરીકે ઓળખાય છે. જેના દ્વારા ખેડૂતોના જીવ બચાવવા અનોખા પ્રકારના ખાસ પ્રૉટેક્ટિવ શૂઝ બનવવામાં આવ્યા. સુરતના ટેક્સટાઇલ માર્કેટ ખાતે મંત્રા સંસ્થા આવેલી છે જ્યાં બુટ બનાવવાનું કાપડ તેનું મશીનરી સહિતની તમામ વસ્તુઓની જાણકારી સાયન્ટીસો દ્વારા આપવામાં આવી હતી.

Advertisement

ખેડૂતોને કઈ રીતે આ બુટ ઉપયોગી છે, આ અનોખા પ્રકારના બુટ પહેરવાથી તેમને ક્યાં રોગથી રક્ષણ મળે છે અને આ રોગ કઈ રીતે લાગે છે. શું છે આ રોગ આ તમામ પ્રકારની માહિતી મેળવવા માટે ગુજરાત ફર્સ્ટ ઓલપાડ તાલુકાના ખેતરોમાં જઇને ખેડૂતો સાથે ખાસ વાત ચીત કરી હતી. કઈ રીતે આ બુટનો ખેત મજુરો ઉપયોગ કરી બુટને પહેરી એની સાથે ખેતી કરે છે. તમામની સ્થળ વિઝીટ કરાઈ હતી. ખેડૂતને બુટ આપતા સાયન્ટિસ અક્ષયભાઈએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં લૅપ્ટોસ્પાયરૉસીસ નામની બીમારીથી અનેક ખેડૂતોના મોત થયા હોવાના સમાચાર મળતાં હતાં. ખેડૂતોના મૃત્યુનું કારણ લેપ્ટો રોગ હોવાનું તબીબો પણ જણાવી રહ્યા હતા. જે બાદ સરકાર સાથે વાતચીત કરી ખેડૂતો માટે ખેત મજૂરો માટે મંત્રાએ ખાસ બૂટ બનાવ્યા છે જેનું મટીરિયલ ખેતીકામ માટે અનુકૂળ રહે તેવું છે. તેથી આ બૂટ ખેતરોમાં કામ કરતા ખેડૂતોને ખેત મજૂરોને આપવામાં આવ્યા છે. મંત્રા સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોનુંએ પણ કહેવું હતું કે આ બૂટ માત્ર ખેડૂતો માટે જ નહીં પરંતુ સરહદ પર કાદવ કીચડમાં કામ કરતા જવાનો માટે પણ ઉપયોગી છે.

ખેતરની મુલાકાત દરમિયાન રમન ભાઈ નામના ખેત મજૂરે ભયંકર રોગ લૅપ્ટોસ્પાયરોસીસ વિશે જણાવતા કહ્યું હતું કે, ચોમાસા દરમિયાન આ રોગ થતો હોય છે. વરસાદી પાણી કહો કે ખેતરમાં છાંટવામાં આવતું પાણી બન્ને સ્થિતિમાં ખેતરમાં પાણી ભરાયેલા હોય છે, જે બાદ પાણીની અંદર પગ નાખવાથી ત્યાંના જીવજંતુ અને જે મરેલા જાનવરો હોય છે એમના જે જંતુ હોય છે. ગંદા પાણીમાંથી પગને ચોંટે છે કારણ કે ખેડૂત ઉઘાડા પગે ખેતરમાં જઈ ખેતી કરે છે, જેથી ચેપ લાગતા આ રોગ થાય છે. આ રોગમાં મોટા ભાગના ખેડૂતોના મોત પણ થયા છે, તો કેટલાક ખેડૂતો સાજા પણ થયા છે. અન્ય એક ખેડૂત અલ્પેશભાઈ એવું જણાવ્યું હતું કે પહેલા ચોમાસામાં ખેડૂતોને આ રક્ષણ આ રોગથી રક્ષણ મેળવવા માટે ગમ બુટ આપવામાં આવતા હતા. પરંતુ ગંબુટનો વજન ખૂબ જ વધારે હોવાથી ખેત મજૂરો અને ખેડૂતો એ બુટ પહેરતા નહીં હતા. પરંતુ હવે મંત્રની સંસ્થા દ્વારા જે આ હલકા વજન વાળા બુટ આપવામાં આવ્યા છે એનો ઉપયોગ કરવાથી ખેડૂતોનું આ રોગથી રક્ષણ થાય છે.

આ પણ વાંચો - સુરત : ઉકાઇ ડેમ ભરાઈ જતા આ વર્ષે ખેડૂતોને પાણીની નહીં થાય સમસ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.