ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસામાં 244 કરોડના ખર્ચે 425 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું

અમિત શાહે ગાંધીનગરના માણસામાં વિકાસ કાર્યોની આપી ભેટ 85 કરોડના ખર્ચે માણસા તાલુકાના વિકાસ કામોનું લોકાર્પણ માણસામાં 244 કરોડના ખર્ચે 425 બેડની હોસ્પિટલનું ખાતમૂહુર્ત કર્યું Amit Shah visits Gujarat: ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ...
05:11 PM Oct 04, 2024 IST | VIMAL PRAJAPATI
Amit Shah
  1. અમિત શાહે ગાંધીનગરના માણસામાં વિકાસ કાર્યોની આપી ભેટ
  2. 85 કરોડના ખર્ચે માણસા તાલુકાના વિકાસ કામોનું લોકાર્પણ
  3. માણસામાં 244 કરોડના ખર્ચે 425 બેડની હોસ્પિટલનું ખાતમૂહુર્ત કર્યું

Amit Shah visits Gujarat: ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન અમિત શાહે ગાંધીનગરના માણસામાં વિકાસ કાર્યોની ભેટો આપી હતી. રૂપિયા 85 કરોડના ખર્ચે માણસા તાલુકાના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે સાથે પોતાના વતન ખાત માણસામાં 244 કરોડના ખર્ચે 425 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મલાવ તળાવનું ખાતમૂહુર્ત અને વૃક્ષારોપણ પણ કર્યું હતું.

આ પણ વાંચો: ֹ‘સ્વચ્છતાની બુનિયાદી જરૂરિયાતને સમજાવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીજી પછી બીજા રાષ્ટ્રીય નેતા’ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં તેમના પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે "ગાંધીનગર આજે વિકાસના નવા માળખામાં રૂપાંતરિત થઈ રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે વધુ સમજાવતા જણાવ્યું કે, 2014માં અર્બન પ્રોજેક્ટોમાં કોઈ મહત્વપૂર્ણ પહેલ નહોતી. તેમ છતાં સરકારની શરૂઆતથી અત્યાર સુધીમાં શહેરમાં ટ્રાફિક જામની સમસ્યાને સમાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રીઅમિત શાહે દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો સોલા સિવિલ હોસ્પિટલ ખાતે શુભારંભ કર્યો

2036માં આપણે ઓલિમ્પિક રમાડીશું: અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, દરેક ઘરમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવી સરકારની મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે. આથી 2036માં આપણા ગુજરાતમાં ઓલિમ્પિક રમાડવાનું સપનું સાકાર થાય તે માટે એક મજબૂત પાયાનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગાંધીનગરને શિક્ષણના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યા છે, જે રાજ્ય અને દેશના વિકાસમાં એક મહત્વનો ભાગ ભજવે છે. તેમણે ભારતના અર્થતંત્રની પરિસ્થિતિ પર પણ પ્રકાશ પાડી. ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું કે, તેઓ ગાંધીનગર લોકસભા ક્ષેત્રને સમગ્ર દેશમાં શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયત્નશીલ રહેશે. અમે આ વિસ્તારમાં વૈવિધ્યપૂર્ણ વિકાસના નવા ધોરણો સ્થાપિત કરીશું.

આ પણ વાંચો: Gandhinagar: ADC બેંકના શતાબ્દી સમારોહ,નાનકડું બીજ મોટું વટવૃક્ષ બન્યું:અમિત શાહ

Tags :
ahmedabad Union Home Minister Amit ShahAmit ShahAmit Shah in MansaGandhinagarGujaratGujarati NewsUnion Home Minister Amit ShahVimal Prajapati
Next Article