Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot: જેતપુર, ધોરાજી અને જેતલસરમાં મોબાઇલ ટાવરમાંથી ચોરી કરતા બે આરોપી ઝડપાયા

Rajkot: એક જ રાતમાં ધોરાજીના ફરેણી ગામ પાસે બીએસએનએલના મોબાઈલ ટાવરમાંથી 100 મીટર કેબલ વાયર અને ત્રણ કાર્ડ સહિત રૂપિયા 40,700 ની જ્યારે જેતલસર ઓવર બ્રિજ પાસે મોબાઈલ ટાવર એથી 10,800 ની કિંમતના કેબલ વાયરની ચોરી થયા અંગે પોલીસ ફરિયાદ...
11:21 PM Aug 01, 2024 IST | VIMAL PRAJAPATI
Bharuch News

Rajkot: એક જ રાતમાં ધોરાજીના ફરેણી ગામ પાસે બીએસએનએલના મોબાઈલ ટાવરમાંથી 100 મીટર કેબલ વાયર અને ત્રણ કાર્ડ સહિત રૂપિયા 40,700 ની જ્યારે જેતલસર ઓવર બ્રિજ પાસે મોબાઈલ ટાવર એથી 10,800 ની કિંમતના કેબલ વાયરની ચોરી થયા અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે આ ચોરીમાં કેશોદના કેવન્દ્રા ગામના બે શખસોને ઝડપી લઇ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસની પુછતાછમાં આરોપીએ આઠ ચોરી કબૂલી હતી. પોલીસે આ બેલડી પાસેથી રૂપિયા 1.07 લાખનો મુદામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો: ACB એ અમદાવાદમાંથી 20 લાખની લાંચ લેતાં આસિ. TDO સહિત બેને ઝડપ્યા

બે શખસોને ઝડપી લઇ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો

ધોરાજીમાં કલ્યાણ સોસાયટી ટેલીફોન એક્સચેન્જ સામે રહેતા અને બીએસએનએલમાં સબ ડિવિઝનલ એન્જિનિયર તરીકે ફરજ બજાવનાર અમિતભાઈ દિલીપકુમાર ઠાકર (ઉ.વ 55) દ્વારા ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 25-07 ના તેમના ટેકનિશિયનનો ફોન આવ્યો હતો. વધુમાં કહ્યું હતું કે રાત્રિના ફેરણી ગામ પાસે સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલા આપણા બીએસએનએલના મોબાઇલ ટાવરમાં ચોરી થઈ છે. જેથી ફરિયાદી આ અંગે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે રાત્રિના કોઈ શખસો અહીંથી મોબાઇલ ટાવરમાંથી ખુલ્લામાં 100 મીટર કોપર કેબલ તથા ત્રીજી સિસ્ટમના ત્રણ કાર્ડ મળી કુલ રૂપિયા 40,700 હતા ચોરી કરી ગયા છે. જે અંગે તેમણે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આ જ સમયગાળા દરમિયાન જેતપુર તાલુકાના જેતલસર ગામ ઓવર બ્રિજ પાસે બીએસએનએલના ટાવરમાંથી 100 થી 120 મીટરના કેબલ વાયર કે જેની અંદાજિત કિંમત રૂપિયા 10,800 હોય તેની ચોરી થયા અંગે બીએસએનએલના જવાબદાર કર્મચારી વિશાલ પોપટભાઈ રાંક (ઉ.વ 36 રહે. ગોંડલ) દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ પણ વાંચો: Ahmedabad: પરપ્રાંતિય લોકોમાં માટે મજા જ મજા! પાંચ હજારમાં મળ્યું ભાડે મકાન

કુલ રૂપિયા 1.07 લાખનો મુદામાલ કબજે કર્યો હતો

ચોરીના આ બનાવોને લઇ રાજકોટ (Rajkot) ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ ડી.જી.બડવા તથા તેમની ટીમના હેડ કોન્સ.દિવ્યેશભાઇ સુવા, નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ સાંબડા, હરેશભાઇ પરમારને મળેલી બાતમીના આધારે મેરવદર ગામની સીમમાંથી રાજ ઉર્ફે રોકી જગદીશભાઇ ઉર્ફે જગાભાઇ મેઘનાથી અને મોહિત ઉર્ફે લાલો રતીભાઇ દેત્રોજા (રહે. બંને કેવદ્વા તા. કેશોદ) ને ઝડપી લઇ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે આરોપી પાસેથી કોપર કેબલ વાયર, મોબાઇલ થ્રીજી ટાવરના કાર્ડ, મોબાઇલ ફોન, બાઇક અને 21 કિલો કોપર સહિત કુલ રૂપિયા 1.07 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આ બેલડીની પુછતાછ કરતા તેણે આ બે ચોરી સહિત કુલ આઠ ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી. આ બંને શખસો એક જ ગામના હોય અને મિત્રો હોય બંને બાઇક લઇ ગ્રામીણ વિસ્તારમાં આંટાફેરા કરતા અને તક મળતા જ સીમ વિસ્તારમાં મોબાઇલ ટાવરમાંથી કેબલ વાયરની ચોરી કરી આ વયાર સળગાવી તેમાંથી કોપર કાઢી વેચી નાખતા હતાં. આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Gujarat: RTO ની મનમાનીએ ખાનગી બસ સંચાલકોની પરેશાનીઓ વધારી! ટુર ઓપરેટરે કહ્યું...

કેટલાય મીટર વાયરોની કરી હતી ચોરી

રાજકોટ (Rajkot) ગ્રામ્ય એલસીબીની ટીમે તસ્કર બેલડી રાજ ઉર્ફે રોકી અને મોહીત ઉર્ફે લાલાને ઝડપી લીધા બાદ તેની પુછતાછ કરતા તેણે બીએસએનએલ ટાવરમાં આઠ સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેમાં પાંચ દિવસ પૂર્વે ફેરણી ગામે, છ દિવસ પૂર્વે જેતલસર ગામે, પંદર દિવસ પૂર્વે જેતપુરના મેવાસા ગામે 40 થી 50 મીટર કેબલ વાયરની ચોરી, એક મહિના પૂર્વે ઉપલેટાના મેખાટીંબી ગામે 40 થી 50 મીટર કેબલ વાયરની ચોરી, વીશ દિવસ પૂર્વે જેતપુરના ઉમરાળી ગામે, દોઢેક મહિના પૂર્વે ઉપલેટાના ઢાંક ગામે જીઓ ટાવરમાંથી 40 થી 50 મીટર કેબલ વાયર અને પંખવાડિયા પૂર્વે કુતીયાણા તાલુકાના સરાડીયા પાસે જીયો ટાવરમાયા 30 થી 40 મીટર કેબલ વાયરની ચોરી કરી હતી.

અહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર

Tags :
bharuch newsGujarati NewsGujarati SamacharLatest Gujarati Newslocal newsRajkot Local NewsVimal Prajapati
Next Article