Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

માંડલ અંધાપા કાંડ મામલે વધુ બાર દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, કુલ 17 દર્દીઓ સારવાર હેઠળ 

સિવિલ હોસ્પિટલ : માંડલ અંધાવા કાંડમાં મોતિયાના ઓપરેશન બાદ પાંચ દર્દીઓને આંખે ઓછું દેખાવાની ફરિયાદ બાદ અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં અગાઉ પાંચ અને ત્યારબાદ વધુ બાર દર્દીઓ એટલે કુલ 17 દર્દીઓ હાલ અમદાવાદ સિવિલમાં ખસેડાતા સારવાર...
01:42 PM Jan 17, 2024 IST | Harsh Bhatt

સિવિલ હોસ્પિટલ : માંડલ અંધાવા કાંડમાં મોતિયાના ઓપરેશન બાદ પાંચ દર્દીઓને આંખે ઓછું દેખાવાની ફરિયાદ બાદ અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં અગાઉ પાંચ અને ત્યારબાદ વધુ બાર દર્દીઓ એટલે કુલ 17 દર્દીઓ હાલ અમદાવાદ સિવિલમાં ખસેડાતા સારવાર શરૂ કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની હાલત સ્ટેબલ

હોસ્પિટલ તબીબ

સિવિલ આંખની હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર સ્વાતિ રવાનીએ જણાવ્યું કે, માંડલ અંધાપા કાંડ મામલે બીજા ૧૨ દર્દીઓને અહીંયા લવાયા છે. પહેલાના પાંચ મળી કુલ 17 દર્દીઓ સારવાર હેઠળ છે. અમારા એક્સપર્ટ ડોકટરોની ટીમ ત્યાં ગઈ હતી અને ગઈ કાલે રાત્રે અહીંયા લવાયા. આ દર્દીઓની અહી સોનોગ્રાફીને માઈક્રોસ્કોપી કરાઈ, વધુમાં ડ્રોપ, ઇન્જેક્શનને દવાઓ ચાલુ કરી દીધી છે. હાલ દર્દીઓની હાલત સ્ટેબલ છે. અમારી ૨ ટીમ ત્યાં તપાસ માટે ગઈ છે એક ટીમ વિરમગામ હાજર છે.
અહી સિવિલ ખાતે આંખોની રોશની બચવાના તમામ પ્રયત્ન કરાયા 
તેમણે વધુમાં જણાવ્યું કે, પેહલા ઓપરેશન થયા તેમને કોઈ તકલીફ થઈ નથી, મલ્ટી ફેક્ટર ઇન્ફેક્શન હોઈ શકે છે અને કઈ કહી શકાય નહિ જો કે તપાસ હાલ ચાલુ છે. હાલ કશુ કહી શકાય નહિ. દર્દીઓની કંપ્લેન છે કે ઓછું દેખાય છે, પાણી પડે છે, આંખોમાં લાલાશ છે, સોજો છે. ૧૭ દર્દીઓ હાલ સિવિલમાં દાખલ આંખોમાં લાલાશ છે. હાલ બધાની હાલત સુધારા પર છે અમારી ટીમ તેમની આંખોની રોશની બચવાના તમામ પ્રયત્ન કરી રહી છે.
અહેવાલ - સંજય જોશી 
આ પણ વાંચો -- Bhupat Bhayani : AAP ના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી આ દિવસે BJP માં જોડાશે, જાણો તારીખ!
આ પણ વાંચો -- Gujarat High Court : દ્રષ્ટી ગુમાવાની ગંભીર ઘટનાની લીધી સુઓમોટો, સરકાર અને ડીએસપીને નોટિસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ અને રહો અપડેટેડ.

Tags :
AhmedabadCivil HospitalEYE HOSPITALeye sight problemmaandal aandhaapa kaandoperation issuesViramgam
Next Article