Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડતાલધામને આંગણે મકરસંક્રાંતિએ પ્રસંગ ત્રિવેણી સર્જાઇ

ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના વિશ્વ પ્રસિદ્ધ વડતાલધામમાં આચાર્ય મહારાજ , ચેરમેન સ્વામી શ્રીદેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો સંત સ્વામી, પુ. નૌતમ સ્વામી, પુ. શુકદેવ સ્વામી વગેરે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રસંગ ત્રિવેણી સર્જાણી. ગાય , ગેટ અને પ્રથમ પાટની પૂજાવિધિ થઈ....
વડતાલધામને આંગણે મકરસંક્રાંતિએ પ્રસંગ ત્રિવેણી સર્જાઇ
ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના વિશ્વ પ્રસિદ્ધ વડતાલધામમાં આચાર્ય મહારાજ , ચેરમેન સ્વામી શ્રીદેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો સંત સ્વામી, પુ. નૌતમ સ્વામી, પુ. શુકદેવ સ્વામી વગેરે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રસંગ ત્રિવેણી સર્જાણી. ગાય , ગેટ અને પ્રથમ પાટની પૂજાવિધિ થઈ.
સવારે ૯-૦૦ કલાકે વિધિવત્ ગૌમાતાનું પૂજન વડિલ સંતો અને યજમાનોના વરદ હસ્તે સંપન્ન થયું . સહુએ ગૌપૂજન કરીને રામજન્મભૂમિ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની મંગલકામના કરી. તલના લાડુ - કેળા અને ઘાસ અર્પણ કરીને સહુની તૃપ્તિ માટે ગાય માતાને પ્રાર્થના કરી . ત્રણ સો જેટલી ગીર ગાયોની સેવા વડતાલની ગૌશાળામાં થાય છે.
ત્રિવેણી પ્રસંગ વડતાલ

ત્રિવેણી પ્રસંગ વડતાલ

Advertisement

વડતાલ સંસ્કૃત પાઠશાળાના સંતો અને વિપ્રોએ વેદનાદ કર્યો

ત્યારબાદ ગોમતીજીના કિનારે ચાલી રહેલા અક્ષરભૂવનના બાંધકામમાં પીલર અને કમાનનું આગળ વધતા પ્રથમ પાટની સ્થાપના વિધિ થઈ. જેમાં વડતાલ સંસ્કૃત પાઠશાળાના સંતો અને વિપ્રોએ વેદનાદ કર્યો હતો. આ પ્રસંગે સોમપુરા વિપુલભાઈ , સ્નેહલભાઈ - સ્ટ્રકચર એક્સપર્ટ , આર્કીટેક ચિરાગ ભગત , સતિષભાઈ વડતાલ વગેરેને પૂજ્ય આચાર્ય મહારાજે હાર પહેરાવીને સમગ્ર ટીમને શુભકામના પાઠવી હતી.
અને ૧૦-૩૦ કલાકે ને. હા. નં ૮ થી વડતાલ આવતા રસ્તા પર વિશાળ ૧૬ હજાર ઘુનફુટના પત્થરના ગેટનું ભૂમિપૂજન , આચાર્ય મહારાજ અને સંતોની સાથે સાથે ભારત સરકારના પ્રતિનિધિ મા. મંત્રીશ્રી દેવુસિંહજી ચૈહાણ , ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યુ. કપિલાબેન - નરસંડા સરપંચશ્રી તથા હિરેનભાઈ ડેપ્યુટી સરપંચશ્રી , અમિતભાઈ સરપંચશ્રી વડતાલ , મનિષભાઈ સરપંચશ્રી - પીપળાવ , જીલ્લા પંચાયત સભ્યશ્રીઓ - તાલુકા પંચાયત સભ્યશ્રીઓ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ત્રિવેણી પ્રસંગે શ્રીવલ્લભ સ્વામી શ્રીઘનશ્યામ ભગત ટ્રસ્ટી સભ્ય , પ્રભુતાનંદજી સ્વામી ટ્રસ્ટી સભ્યશ્રી તથા લાલજી ભગત, હરિઓમ સ્વામી પાઠશાળા , પવન સ્વામી કલાલી , ભાસ્કર ભગત , શામજીભાઈ લંડન તથા મિરાજ  પટેલ- કાઉન્લીલર હેરો લંડન,  શેઠશ્રી પંકજભાઈ વડોદરા, કુંડળધામવતિ ભાર્ગવ ભાઈ રાવ ખંભાત તથા તથા હાર્દિક - ઓસ્ટેલિયા, જયેશભાઈ વડતાલ અમેરિકા, ઘનશ્યામભાઈ  થોરિયા સાહેબ જજશ્રી સુરત , મનોજભાઈ વડતાલ  લંડન , દક્ષેશ પટેલ લંડન , મિલનભાઈ વડતાલ આફ્રિકા , સતિષભાઈ વડતાલ , દિલિપભાઈ નડિયાદ , બંદિસભાઈ - અમેરિકા , રાકેશભાઈ ભગત વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શ્રી શ્યામવલ્લભ સ્વામી - નિકિત પટેલ વગેરે સ્વયં સેવકોની ટીમે સંભાળી હતી.
અહેવાલ - કિશન રાઠોડ 
Tags :
Advertisement

.