ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વન વિભાગ દ્વારા સાગટાળા રેન્જમાં ઓર્ગેનિક ફાર્મિંગ કાર્ય શાળા અંતર્ગત તાલીમ શિબિર યોજાઈ

અહેવાલ -ઈરફાન મકરાણી,દેવગઢ બારીયા દેવગઢ બારીયા તાલુકાના સાગટાલા રેન્જમાં બારીયા વન વિભાગ દ્વારા ભારત સરકારના પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ( EEP ) કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય ઓર્ગેનિક ફાર્મિંગ અંગેની કાર્યશાળા તાલીમ શિબિર યોજાઈ હતી જેમાં...
10:12 PM Apr 26, 2023 IST | Hiren Dave

અહેવાલ -ઈરફાન મકરાણી,દેવગઢ બારીયા

દેવગઢ બારીયા તાલુકાના સાગટાલા રેન્જમાં બારીયા વન વિભાગ દ્વારા ભારત સરકારના પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ( EEP ) કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય ઓર્ગેનિક ફાર્મિંગ અંગેની કાર્યશાળા તાલીમ શિબિર યોજાઈ હતી જેમાં 170 થી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો હતો આ તાલીમ શાળામાં વખ્યાતા તરીકે ડોક્ટર કે એચ પટેલ કૃષિ મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરા હાજર રહ્યા હતા તેઓએ આ તાલીમ શિબિરમાં મકાઈની વિવિધ જાતો બાબતે અધ્યતન ટેકનોલોજીથી ખેતી કરવા માટે ગામ લોકોને સમજણ આપી હતી

તેમજ હિંગોળગઢ થી આવેલા પ્રકૃતિ પ્રેમી તથા વન્ય પ્રાણીના નિષ્ણાત રાજુભાઈ તથા તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું દેવગઢબારિયા વન વિભાગના નાયક વન સરક્ષણ આર એમ પરમાર ના વરદ હસ્તે ગીર ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ સર્ચની વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ પાણીના બોટલો ડાયરી બોલપેન જેવી શૈક્ષણિક સામગ્રી વિતરણ કરવામાં આવી હતી સાથે સાથે શાળામાં ઉચ્ચતર તેમજ માધ્યમિક શાળા સાગટાળા તેમજ વાલ્મિકી આશ્રમ શાળાના 110 વિદ્યાર્થીઓ ના શિક્ષક સ્ટાફગણ 10 જેટલા તેમજ સાગટાલા રેંજ ના 50 જેટલા તાલીમાર્થીઓએ મળી કુલ 170 જેટલા તાલીમાર્થીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો અને તાલીમ મેળવી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે સાગટાના રેન્જ બારીયા વન વિભાગ દ્વારા સાતત્યપૂર્ણ જીવનશૈલી અપનાવવાના ભાગરૂપે ગ્રીનિંગ ટેકનીક ઓર્ગેનિક ફાર્મિંગ તેમજ સ્થાનિક જૈવિક વિવિધતા અંગે સમજણ કેળવી તેમના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વને સજાવા જેવી બાબતોને સાંકળી લઇ આ તાલીમ શાળામાં એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત તાલીમ શાળા યોજવામાં આવી હતી

આ પણ  વાંચો- જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી,તળાવની કામગીરીને લઈને ઉઠ્યા સવાલો

 

 

 

Tags :
Devgarh Bariaforest departmenGuidanceTraining camp organic farming organized
Next Article