Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat-ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોથી શહેરમાં અકસ્માતો ઘટયા

Gujarat-અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અમલી કરેલા ખાસ એક્શન પ્લાનથી ૧૦ મહિનામાં ૯૦ માનવ જીવન બચાવવામાં મળી સફળતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ટ્રાફિક પોલીસની આ રીસર્ચ-એનાલિસીસ સહિતની કામગીરીથી મળેલી ફળશ્રુતિની સરાહના કરી અન્ય જિલ્લાઓમાં પણ તેનું...
gujarat ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોથી શહેરમાં અકસ્માતો ઘટયા
Advertisement
  • Gujarat-અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અમલી કરેલા ખાસ એક્શન પ્લાનથી ૧૦ મહિનામાં ૯૦ માનવ જીવન બચાવવામાં મળી સફળતા
  • ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ટ્રાફિક પોલીસની આ રીસર્ચ-એનાલિસીસ સહિતની કામગીરીથી મળેલી ફળશ્રુતિની સરાહના કરી અન્ય જિલ્લાઓમાં પણ તેનું અનુકરણ કરવા સૂચના આપી
  • ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોની સાથે અકસ્માત ઝોન બની ગયેલા એરીયા આઇડેન્ટીફાય કરીને રોડ એન્જીનિયરીંગ સુધારા સહિતના અનેક પાસાઓ પર કામગીરી કરવામાં આવી
  •  અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૨૩ની સરખામણીએ છેલ્લા ૧૦ મહિનામાં ૧૦૬ માર્ગ અકસ્માતોમાં ઘટાડો થયો

Gujarat-અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા તથા આ અકસ્માતોથી થતાં માનવ મૃત્યુ અટકાવવા માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોની સાથે સાથે અકસ્માત ઝોન બની ગયેલા એરીયા આઇડેન્ટીફાય કરીને રોડ એન્જીનિયરીંગ સુધારા સહિતના અનેક પાસાઓ પર કામગીરી કરવામાં આવી છે. જેના પરિણામે છેલ્લા ૧૦ મહિનામાં ૧૦૬ માર્ગ અકસ્માતોમાં ઘટાડો થવાની સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસને ૯૦ માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે.

ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસે કરેલા આ પ્રકારના ટ્રાફિક સંબંધિત રીસર્ચ સહિતની કામગીરીની સરાહના કરી છે. દાહોદ સહિતના કેટલાક જિલ્લાઓમાં આ પ્રકારે મલ્ટી ડાયમેન્શનલ એનાલિસીસ કરી માર્ગ અકસ્માતો ઘટાડવા પ્રશંસનિય કાર્ય કર્યુ છે ત્યારે અન્ય જિલ્લાઓમાં પણ તેનું અનુકરણ કરવા સૂચના આપી છે.

Advertisement

Gujarat અમદાવાદ શહેરમાં બનતા જીવલેણ માર્ગ અકસ્માતોના બનાવોનું મેપીંગ કરીને આ અકસ્માત ઝોનમાં રોડ એન્જીનિયરીંગમાં સુધારા કરવાથી માંડીને ઝીબ્રા ક્રોસિંગ, સર્કલ ડિઝાઇન, ટ્રાફિક સિગ્નલ, રસ્તાઓ પરના કટ બંધ કરવા સહિતના જરૂરી અનેક સુધારા કરવા અમદાવાદ શહેર પોલીસે સૂચનો કર્યા અને તેનું વહિવટી તંત્રની મદદથી અમલીકરણ કરાવ્યુ છે. આ એનાલિટીક કામગીરી થકી અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોમાં તો ઘટાડો થયો જ છે, તેની સાથે આવા અકસ્માતોથી થતા માનવ મૃત્યુ આંકમાં પણ ઘટાડો થયો છે.

Advertisement

અમદાવાદ શહેરના બંને ટ્રાફિક ઝોનમાં તા.૧લી જાન્યુઆરી થી તા. ૩૧મી ઓક્ટોબર-૨૦૨૩ સુધી ૧૦ મહિનામાં સર્જાયેલા માર્ગ અકસ્માત અને તેનાથી થયેલા મૃત્યુની સરખામણીમાં વર્ષ-૨૦૨૪માં આ જ સમયગાળા દરમિયાન ૧૦ મહિનામાં સર્જાયેલા માર્ગ અકસ્માતોની તુલના કરતા માર્ગ અકસ્માતો અને મૃત્યુ બંનેમાં ઘટાડો થયો હોવાનું ધ્યાને આવ્યુ છે.

અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૨૩માં ૧૨૦૩ માર્ગ અકસ્માતો અને ૪૧૯ માનવ મૃત્યુની ઘટના બની હતી. આ રોડ એક્સીડેન્ટ એનાલિટીક્સ બાદ કરેલી કામગીરીને પરિણામે વર્ષ-૨૦૨૪માં આ માર્ગ અકસ્માતો ઘટીને ૧૦૯૭ થયા છે અને માનવ મૃત્યુ ઘટીને ૩૨૯ થયા છે. એટલે કે, ગત વર્ષની સરખામણીમાં ૧૦૬ માર્ગ અકસ્માતો અને ૯૦ માનવ જિંદગી બચાવવામાં સફળતા મળી છે.

Gujarat-અમદાવાદ પૂર્વ ટ્રાફિક ઝોનમાં વર્ષ ૨૦૨૩માં ૧૦ મહિનામાં માર્ગ અકસ્માતમાં ૨૨૯ મૃત્યુની ઘટનાઓ બની હતી તે ઘટીને આ વર્ષે ૧૫૫ થઇ છે. એટલે કે, ૭૪ માનવ જીવન બચાવવામાં આવ્યા છે. તો બીજી તરફ અમદાવાદ પશ્ચિમ ટ્રાફિક ઝોનમાં વર્ષ ૨૦૨૩માં ૧૦ મહિનામાં માર્ગ અકસ્માતમાં ૧૯૦ મૃત્યુની ઘટનાઓ બની હતી તે ઘટીને આ વર્ષે ૧૭૪ થઇ છે. એટલે કે, ૧૬ માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે

આ પણ વાંચો- Gujarat-ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી

Tags :
Advertisement

.

×