Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : આજવા નિમેટા કેનાલમાં યુવક-યુવતીએ ઝંપલાવ્યું, યુવતીનો આબાદ બચાવ 

અહેવાલ-- પીન્ટુ પટેલ, ડભોઇ વડોદરા વડોદરા (vadodara) ના આજવા નિમેટા પાસેથી પસાર થતી કેનાલમાં વહેલી સવારે યુવક-યુવતિએ રહસ્યમય સંજોગોમાં ઝંપલાવ્યું હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.  સમગ્ર ઘટના બનતા સ્થાનિક રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને...
vadodara   આજવા નિમેટા કેનાલમાં યુવક યુવતીએ ઝંપલાવ્યું  યુવતીનો આબાદ બચાવ 
અહેવાલ-- પીન્ટુ પટેલ, ડભોઇ વડોદરા
વડોદરા (vadodara) ના આજવા નિમેટા પાસેથી પસાર થતી કેનાલમાં વહેલી સવારે યુવક-યુવતિએ રહસ્યમય સંજોગોમાં ઝંપલાવ્યું હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.  સમગ્ર ઘટના બનતા સ્થાનિક રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી આરંભી દીધી હતી તેમજ રહીશોએ સ્થાનિક તરવૈયાઓને જાણ કરતા  તરવૈયાઓ ઘટના સ્થળે આવી યુવતીને બચાવી લેવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ યુવકનું ઘટના સ્થળે  કમકમાટી ભર્યું મોત નિપજયું હતું.
 યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ
વડોદરાના નિમેટા કેનાલમાં સવારે એક યુવક યુવતી એ કેનાલમાં ઝંપલાવ્યું હતું. જેમાં યુવતિને બચાવી લેવામાં સફળતા મળી છે. જ્યારે ફાયરના લાશ્કરોએ યુવકનો મૃતદેહ રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો હોવાનું સામે આવ્યું છે. આજે ઘટનામાં બચાવી લેવામાં આવેલી યુવતિને 108 એમ્બ્યૂલન્સ મારફતે વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
કેનલોને સુરક્ષિત કરવા લોક માંગ 
વડોદરા - વાઘોડિયા રોડ ઉપર અવારનવાર આ કેનાલમાં પડી જવાના કે ડૂબી જવાના કિસ્સાઓ બહાર આવ્યા છે. કેનલો એક તરફ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે પરંતુ બીજી તરફ જોઈએ તો આ કેનાલોના કારણે અવારનવાર કેટલાય લોકો તેનો ભોગ બનતા આવ્યા છે. તો સિંચાઈ વિભાગ દ્વારા આ કેનાલોને સુરક્ષિત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. વડોદરા પાસેના વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેની કેનાલનું સુવ્યવસ્થીત નેટવર્ક આવેલું છે. આ નેટવર્ક ખાસ કરીને ખેડુતો માટે આશિર્વાદ સમાન છે. તો બીજી તરફ આ કેનાલમાં કુદી અથવા અકસ્માતે પડી જવાથી મૃત્યુ થયાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. જેને રોકવા માટે હાલ તબક્કે તંત્ર પાસે કોઇ ઉપાય ઉપલબ્ધ નથી. આજે વધુ એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે. આજે સવારે આજવા નિમેટા કેનાલમાં એક યુવક અને યુવતિએ ઝંપલાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરતા યુવતિને બચાવી લેવામાં સફળતા મળી હતી.
યુવક -યુવતીની ઓળખ 
યુવતીને બહાર કાઢ્યા બાદ તેને 108 મારફતે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બીજી તરફ યુવકનો પત્તો લગાડવા માટે ફાયર બ્રિગેડ કામે લાગી હતી. જેમાં ટુંકા ગાળામાં જ ફાયર બ્રિગેડના જવાનોએ યુવકનો મૃતદેહ રેસ્ક્યૂ કર્યો હતો. હાલ યુવકની ઓળખ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલી યુવતિની ઓળખ ડિમ્પલ રાઠવા (ઉ. 18) તરીકે હોવાનું સામે આવ્યું છે અને તેની આજવા રોડ વિસ્તારમાં રહે છે. આ અંગેની વધુ માહિતી જાણવા માટે પોલીસ દ્વારા મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. યુવતી ભાનમાં આવ્યા બાદ આ અંગે વધુ માહિતી સામે આવે તેવું સેવાઈ રહ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.