ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જીવનમાં મોજ શોખ પુરા કરવા માટે યુવકે ATM મશીન તોડી રૂપિયા ચોરી કરવાનો પ્રયત્ન કર્યો

અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશન (Dani Limbda Police Station) વિસ્તારમાં આવતા નારોલ સર્કલ પાસે 25મી જૂના રોજ સવારે 6 થી 9 વાગે વચ્ચે સમયે અજાણ્યા વ્યક્તિ દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ATM રૂમમાં પ્રવેશ કરીને બહારનો લોક તોડી ATM મશીન તોડવાનો...
03:47 PM Jun 27, 2023 IST | Hardik Shah

અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશન (Dani Limbda Police Station) વિસ્તારમાં આવતા નારોલ સર્કલ પાસે 25મી જૂના રોજ સવારે 6 થી 9 વાગે વચ્ચે સમયે અજાણ્યા વ્યક્તિ દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ATM રૂમમાં પ્રવેશ કરીને બહારનો લોક તોડી ATM મશીન તોડવાનો અને ચોરી કરવાનો પ્રયત્ન હતો. જે ઘટનાની જાણ બેંકના મેનેજરને થતા આ બાબતે દાણીલીમડા પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી અને દાણીલીમડા પોલીસે એટીએમ રૂમમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં આરોપી દેખાઈ ગયો હતો. જે બાદ પોલીસે આરોપીના સીસીટીવીના આધારે તેના ચહેરાની ઓળખ કરવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી હતી.

દાણીલીમડા પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે આ ગુનામાં સામેલ આરોપી દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શાહઆલમમાં ફિરદોષ કમ્પાઉન્ડમાં રહેતો શાનું ઈકબાલભાઈ કુરેશી છે. જેથી તેને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે તે પોતે મટનની દુકાન ચલાવતો હોય અને મોજ શોખ કરવા માટે તેણે પૈસાની જરૂર હોવાથી આ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં ઝડપાયેલો આરોપી શાનું કુરેશી અગાઉ પણ નારોલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં લૂંટના ગુનામાં ઝડપાયો હોવાની તપાસમાં હકીકત સામે આવી છે જેથી પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનના PI જી.જે રાવતે જણાવ્યું હતું કે આ ફરિયાદ નોંધાતા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે ગુનામાં સામેલ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. તે મટનની દુકાન ધરાવી વેપાર કરે છે અને પોતાના મોજ શોખ પૂરા કરવા માટે પૈસાની જરૂર હોવાથી તેણે એટીએમ મશીનમાંથી પૈસા ચોરીનો પ્રયાસ કર્યો હતો હાલ આરોપીની વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો - ટાઈટેનિક બતાવવા માટે લઇ જતી સબમરીનનો ક્યાંય પત્તો નહીં, હવે ફક્ત ગણતરીના કલાકોનો ઓક્સિજન બચ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – પ્રદિપ કચિયા

Tags :
ATMbreak the ATM machinehobby in lifesteal moneyyoung man tried
Next Article