Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થઈ, હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આપી આગાહી

રાજ્યમાં 24 કલાકમાં 197 તાલુકામાં વરસાદ ભરૂચના વાલિયામાં સવા 6 ઇંચ વરસાદ ભરૂચના નેત્રંગમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો સુરતના ઉમરપાડામાં પોણા 5 ઇંચ વરસાદ Gujarat: ગુજરાતમાં ફરી એકવાર વરસાદે દસ્તક દીધી છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આપવામાં આવેલી...
gujarat  ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થઈ  હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આપી આગાહી
  1. રાજ્યમાં 24 કલાકમાં 197 તાલુકામાં વરસાદ
  2. ભરૂચના વાલિયામાં સવા 6 ઇંચ વરસાદ
  3. ભરૂચના નેત્રંગમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો
  4. સુરતના ઉમરપાડામાં પોણા 5 ઇંચ વરસાદ

Gujarat: ગુજરાતમાં ફરી એકવાર વરસાદે દસ્તક દીધી છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યાર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં 4 અને 5 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે પ્રમાણે આજથી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હોવાના પણ અહેવાલ પણ સામે આવ્યાં છે.

Advertisement

આ પણ વાંચો: કૂતરો હવે જંગલનો નવો રાજા! જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો

Advertisement

ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે વરસાદની આગાહી

આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, અત્યારે ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા અને પાટણમાં છુટાછવાયા વરસાદ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાત સાથે સાથે મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. આજે પણ અમદાવાદ શહેર સહિત રાજ્યના કેટલાય વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Gondal Marketing Yard ખેડૂતો અને વેપારીઓની ચહેલ પહેલથી ધમધમી ઉઠ્યું

Advertisement

રાજ્યમાં 24 કલાકમાં 197 તાલુકામાં વરસાદ થયો

વરસાદની વિગતે વાત કરવામાં આવે તો, રાજ્યમાં 24 કલાકમાં 197 તાલુકામાં વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ભરૂચના વાલિયામાં સવા 6 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ભરૂચના નેત્રંગમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. સુરતના ઉમરપાડામાં પોણા 5 ઇંચ વરસાદ, વલસાડમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો અને મહેસાણાના જોટાણામાં પોણા 4 ઇંચ વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. વાપી, દાંતીવાડા, પલસાણામાં સાડા 3 ઇંચ વરસાદ અને સુરત શહેર, પારડી, માંગરોળમાં 3 ઇંચ વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. 32 તાલુકામાં 1થી અઢી ઇંચ સુધીનો વરસાદ થયો છે.

આ પણ વાંચો: Rajkot : જાહેરમાં આતંક મચાવનાર ભગવાધારીનાં આશ્રમ પહોંચી Gujarat First ની ટીમ, થયો મોટો ઘટસ્ફોટ

Tags :
Advertisement

.