Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાદરા-જંબુસર રોડ ઉપર ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત

અહેવાલઃ વિજય માલી, વડોદરા  વડોદરાના પાદરા-જંબુસર રોડ ઉપર ટ્રક અને ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.. જેમા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. વડોદરાના પાદરા-જંબુસર રોડ ઉપર આવેલી આભોર ચોકડી ઉપર ગોઝારી ઘટનામાં ઘટી હતી. જેમાં ટેન્કર અને ટ્રક સામ-સામે અથડાતા...
પાદરા જંબુસર રોડ ઉપર ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત

અહેવાલઃ વિજય માલી, વડોદરા 

Advertisement

વડોદરાના પાદરા-જંબુસર રોડ ઉપર ટ્રક અને ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.. જેમા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. વડોદરાના પાદરા-જંબુસર રોડ ઉપર આવેલી આભોર ચોકડી ઉપર ગોઝારી ઘટનામાં ઘટી હતી. જેમાં ટેન્કર અને ટ્રક સામ-સામે અથડાતા આગ ફાટી નીકળી હતી. એક ચાલક અને બે ક્લિનર સહિત 3 લોકો આગમાં ભડથું થઇ ગયા હતા ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી વડુ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે પાદરા-જંબુસર રોડ ઉપર આભોર ગામની ચોકડી પાસે ટેન્કર અને ટ્રક પ્રચંડ ધડાકા સાથે સામસામે ભટકાઇ હતી અને આગ ફાટી નીકળી હતી અને ટ્રક અને ટેન્કરના કેબિનમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે ક્લિનર અને ચાલક કેબીન માંથી બહાર પણ નીકળી ના શકતા ત્રણ લોકો આગની પ્રચંડ જ્વાળાઓમાં લપેટાઇ ગયા હતા અને પોતાનો જીવ બચાવી શક્યા ન હતા

Advertisement

ઘટના ના પગલે સ્થાનિક લોકો દ્વારા પાદરાથી જંબુસર તરફ અને જંબુસરથી પાદરા તરફનો માર્ગ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો હતો અને ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠાં થઇ ગયા હતા..પાદરા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી ટ્રક અને ટેન્કરની કેબીનમાં ભડથું થઇ ગયેલા ચાલક અને ક્લિનરોના મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યા હતા વડુ પોલીસે ત્રણે વ્યક્તિઓના મૃતદેહો કબજે કરી હોસ્પિટલ ખાતે પોષ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement
Tags :
Advertisement

.