Anand: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના સર્જાતા ત્રણ મજૂરોના મોત, NHSRCLનું નિવેદન આવ્યું સામે
- વાસદા પાસે એક દુર્ઘટનામાં કામદારો દટાયા
- દુર્ઘટનામાં ત્રણ મજૂરોના મોત અને એક સારવાર હેઠળ
- ત્રણ કૂવાના પાયામાં 28 મીટર બેલેન્સ સિંકિંગનું કામ ચાલુ
Bullet Train Project, Anand: અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project)નું માળખું તૈયાર થઇ રહ્યું હતું. આ દરમિયાન વાસદા પાસે એક દુર્ઘટનામાં કામદારો દટાયા હોવાના પ્રાથમિક જાણકારી સામે આવી છે. મોટા કોંક્રિટના કાટમાળમાં 4 થી વધારે શ્રમજીવી દટાયા હોવાની આશંકા છે. વાસદા નદી પર ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project)માં દુર્ઘટના બનતા અધિકારીઓ દોડતા થઇ ગયા છે. આ અંગે મળતી વધારે વિગતો પ્રમાણે ત્રણ મજૂરોના મોત થયા છે, જ્યારે એક કામદાર અત્યારે સારવાર હેઠળ છે. આ ઘટનાને લઈને અત્યારે NHSRCL નું નિવેદન સામે આવ્યું છે.
આ પણ વાંચો: Bullet Train Project માં મોટી દુર્ઘટના, 3 શ્રમજીવી દટાયા,1 નું મોત
દરેક મૃતકના પરિવારને 20 લાખ રૂપિયાની સહાય
આજે સાંજે આણંદ (Anand) જિલ્લામાં મહી નદીના કૂવાના પાયાના કામ દરમિયાન કોંક્રીટના બ્લોક પડી જતાં 4 કામદારો ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર ક્રેઈન અને ખોદકામ મશીનોને તાત્કાલિક બોલાવીને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો, રાજ્ય પ્રશાસન, પોલીસ વિભાગ અને NDRF દ્વારા મદદ પૂરી પાડવામાં આવી હતી. તમામ 4 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. એક કામદાર સારવાર હેઠળ છે અને ત્રણને મૃત જાહેર કરવામાં આવ્યા છે. દરેક મૃતકના પરિવારને 20 લાખ રૂપિયાની (એક્સ-ગ્રેશિયા) રકમ ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર સર્જાયો ગંભીર અકસ્માત, યાત્રાળુ ભરેલી બોલેરો પલટી
ત્રણ કૂવાના પાયામાં 28 મીટર બેલેન્સ સિંકિંગનું કામ ચાલુ
610 મીટર કૂવાના કામમાંથી 582 મીટરનું કામ પૂર્ણ થયું છે. હાલમાં, ત્રણ કૂવાના પાયામાં 28 મીટર બેલેન્સ સિંકિંગનું કામ ચાલુ છે. 2.5 ટન વજનવાળા કોંક્રિટ બ્લોક્સ ડૂબવા માટે ફ્રેમ પર લોડ કરવામાં આવ્યા હતા, જેને HT સ્ટ્રેન્ડ્સ (હાઈ ટેન્શન સ્ટ્રેન્ડ્સ) દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો હતો. ડિઝાઇન મુજબ, 4 સ્ટ્રૅન્ડની સામે 16 સ્ટ્રૅન્ડ આપવામાં આવ્યા હતા. જોકે, સ્ટ્રેન્ડ તૂટવાને કારણે બ્લોક નીચે પડી ગયા હતા અને ચાર કામદારો ફસાઈ ગયા હતા. ઘટનાનું કારણ જાણવા વિગતવાર ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: જાહેરમાં ફટાકડા ફોડી દાદાગીરી કરતા યુવકોને પોલીસે ભણાવ્યો પાઠ, પાંચ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું