Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોધરામાં ત્રિદિવસીય યોગ શિબિરનો પ્રારંભ

ગોધરાના અટલ ઉદ્યાનમાં આજે પતંજલિ યોગ સમિતિ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ સ્થાનિક અન્ય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય યોગ શિબિર નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યોગ શિબિરમાં મોટી સંખ્યામાં ગોધરા શહેરના શહેરીજનોએ ભાગ લીધો હતો. યોગઋષિ બાબા રામદેવ ના પરમ...
04:30 PM Jun 03, 2023 IST | Hiren Dave

ગોધરાના અટલ ઉદ્યાનમાં આજે પતંજલિ યોગ સમિતિ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ સ્થાનિક અન્ય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય યોગ શિબિર નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યોગ શિબિરમાં મોટી સંખ્યામાં ગોધરા શહેરના શહેરીજનોએ ભાગ લીધો હતો.

યોગઋષિ બાબા રામદેવ ના પરમ શિષ્ય પરમાર્થદેવજી મહારાજ (મુખ્ય કેન્દ્રીય પ્રભારી) ના સાનિધ્યમાં માં ગોધરા ખાતે ત્રણ દિવસીય નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, આ શિબિરમાં યોગ-પ્રાણાયમ દ્વારા અસાધ્ય રોગોનું નિવારણ કેવી રીતે કરી શકાય તેની સરળ સચોટ ઉપચાર પદ્ધતિ ના માધ્યમથી જાણકારી આપવામાં આવી હતી. તેમજ બાબા રામદેવના પરમ શિષ્ય દ્વારા યોગ શિબિરમાં ભાગ લેનાર તમામ તાલીમાર્થીઓને યોગના વિવિધ આશનો નું બે કલાક જેટલા સમય દરમિયાન નિદર્શન કરી યોગના વિવિધ આશનો દ્વારા થતા શારીરિક માનસિક ફાયદા તેમજ હાલની સ્ટ્રેસ ફુલ જીવનશૈલી માં શરીરને નીરોગી રાખી શકાય તે અંગે પણ યોગ નિદર્શન કરી તાલીમાર્થીઓને માહિતગાર કર્યા હતા. ગોધરાના અટલ ઉદ્યાન ખાતે આજથી ત્રિ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શહેરીજનોએ આ યોગ શિબિરમાં ભાગ લીધો હતો.

પંતજલિના પ્રોડક્ટ ઉપર આક્ષેપ કરતા લોકો હવે ક્યાંય દેખાતા નથી
પતંજલિ દ્વારા વિવિધ ઉત્પાદનો બજારમાં મૂકવામાં આવેલા છે અને લોકો દ્વારા જ આ ઉત્પાદનોનો બહોળો ઉપયોગ પણ કરવામાં આવે છે ત્યારે હાલમાં જ એક આક્ષેપ કરવામાં આવ્યો રહ્યો છે કે પતંજલિ દ્વારા ઉત્પાદન કરવામાં આવતા દિવ્ય દંતમંજન નામના ઉત્પાદનમાં કટલ ફીસ એટલે કે દરિયાઈ માછલી નો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ મામલે અરજદાર દ્વારા કોર્ટની શરણ પર લેવામાં આવી છે

આ બાબતે ગોધરા ખાતે આવેલા બાબા રામદેવના પરમ શિષ્ય પરમાર્થ દેવજી ને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે પતંજલિ દ્વારા ઉત્પાદન કરવામાં આવતાં તમામ ઉત્પાદનો શુદ્ધ શાકાહારી અને આર્યુવેદિક ઉત્પાદનો છે પતંજલિ દ્વારા બનાવવામાં આવતા ઉત્પાદનોનો હાલમાં સંખ્યામાં ઉપયોગ કરી રહ્યા છે હાલમાં જે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે તે સદંતર ખોટા છે અગાઉ પણ આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા પરંતુ અગાઉ જે લોકો આક્ષેપ કરતા હતા તે લોકો હવે ક્યાંય દેખાતા નથી આનો મતલબ સમજી શકાય છે કે આવા પ્રકારના આક્ષેપો કેમ કરવામાં આવે છે.

અહેવાલ -નામદેવ પાટીલ, પંચમહાલ

આપણ  વાંચો-મહિલા ઉદ્યોગસાહસિકો માટે 100 ઉદ્યોગ સાહસિકતા જાગૃકતા કાર્યક્રમ યોજાશે

 

Tags :
GodhraPatanjali Yoga CommitteeState Yoga BoardThree day yoga camp
Next Article