ગીર સોમનાથનું આ ગામ આજે પણ 18 મી સદીના જગંલ રાજમાં જીવે છે
- 1000 ની વસ્તી ધરાવતું ઘોડાવડી ગામ આજે પણ જંગલ રાજમાં
- ગ્રામજનોના પશુને મારવામાં એક પણ પ્રકારનું વળતર અપાતું નથી
- અનેક આવેદન આપ્યા બાદ પણ કોઈ નિરાકરણ આવતું નથી
Gir Somnath Village : ગીર-સોમનાથ જીલ્લામાં 1000 ની વસ્તી ધરાવતું ઘોડાવડી ગામ આજે પણ જંગલ રાજમાં જીવે છે. ગીર વિસ્તારમાં આવેલ આ ગામમાં આજે પણ પાયાની અનેક સુવિધા નથી. ગીર સોમનાથ જિલ્લાને શૌચાલય મુક્ત જાહેર કરાયો છે. પણ અહીં ગામમાં શૌચાલય સુવિધા કે વીજળી કે રોડની સુવિધા પણ નથી. તેમજ શાળામાં 3 શિક્ષકોની ઘટ અને શાળામાં સેડ ન હોવાથી બાળકોને ખુલ્લામાં શિક્ષણ આપવામાં આવે છે. ઘોડાવડી ગામ સુધી સરકારી બસ પણ આવતી નથી. તેમજ ગામમાં જ્યોતિ ગ્રામની લાઈટ પણ નથી. જંગલ ખાતાના જડ નિયમોનો ભોગ બનેલું આ ગામ વિકાસ ઝંખે છે.
ગ્રામજનોના પશુને મારવામાં એક પણ પ્રકારનું વળતર અપાતું નથી
ગિરગઢડા તાલુકાનું ઘોડાવડી ગામ આજે પણ ગુજરાતના કહેવાતા વિકાસમાં ક્યાંય પછાત રહી ગયું છે. સરકાર એક તરફ વિકાસની અને ગામડાઓને સધ્ધર કરવાની વાતો કરે છે, તો બીજી તરફ આ ગામના નાના ભૂલકાંઓ માટે આંગણવાડી પણ નથી. ભુતકાળમાં જ્યારે જંગલ વિસ્તારમાં 23 જેટલા સિંહના મૃત્યુ થયાં હતાં. સિંહ અને દીપડા દ્વારા ગાય-ભેંસનું મારણ થાય, તો રેવન્યુ વિસ્તારના ખેડૂતને વળતર અપાય .છે પરંતુ ગ્રામજનોના પશુને મારવામાં એક પણ પ્રકારનું વળતર અપાતું નથી.
શૌચાલય ન હોવાથી અપંગ અને ઉંમરલાયક લોકોને ભારે તકલીફ
ઘોડાવડીની સમસ્યાની વાત કરીએ તો ગામમાં આજદિન સુધી એક પણ આરસીસી રોડ બન્યા નથી. ગામમાં વીજ પોલ છે, તો જ્યોતિગ્રામ લાઈટ નથી એના કારણે 24 કલાકમાં ફક્ત 7 થી 8 કલાક લાઈટ મળે છે, જે પણ નિયમિત નથી આવતી. સરકાર દ્વારા સોલાર લાઈટ આપવામાં આવી છે, જે થોડાં જ સમયમાં બગડી ગઈ છે. જે કોઈ રિપેર કરવા પણ આવતું નથી. ગામમાં શૌચાલય સુવિધા ન હોવાથી અપંગ અને ઉંમરલાયક લોકોને ભારે તકલીફ પડે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે અન્ય કોઈ પણ સરકારી યોજનાનો લાભ આ ગામને મળતો નથી.
આ પણ વાંચો: Ganesh visarjan દરમિયાન ધોરાજીની ભાદર નદીમાં ડૂબ્યો યુવક
અનેક આવેદન આપ્યા બાદ પણ કોઈ નિરાકરણ આવતું નથી
કુલ પ્રાથમિક 32 મુદ્દાને લઈ ગ્રામજનો પૂર્વ મુખ્યમંત્રી આનંદી બહેનને મળેલા હતાં. જેમાં 15 મુદ્દાઓનું સમાધાન થયું છે, જ્યારે બાકીના મુદ્દા હજુ અધ્ધરતાલ છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વિકાસ કામોની ગ્રાન્ટ જંગલ ખાતાને અલગથી આપવામાં આવે તો જંગલ ખાતા દ્વારા આ ગામનો વિકાસ થઈ શકે છે. ત્યારે આજે 21 મી સદીમાં આ ઘોડાવડી ગામ 18 મી સદીમાં જંગલ રાજમાં જીવી રહ્યું છે. આ અંગે અનેક આવેદન આપ્યા બાદ પણ કોઈ નિરાકરણ આવતું નથી અને વનવિભાગને આ લોકોને તેનો હક મળે તે બાબતની કદાચ કોઈ તકલીફ પડી રહી છે કે ફરી જંગલ વિસ્તારને આ માલધારી લોકો છોડીને જતા રહે તેવી ફરજ પાડવામાં આવી રહી છે ? શું આવશે કોઈ અધિકારી કે કોઈ રાજકારણી આ માલધારી સમાજ ની વહારે તેમને તેમના હક અપાવવામાં આવશે?
આ પણ વાંચો: Ganesh visarjan ના સમયે પાટણની નદીમાં એક જ પરિવારના 7 સભ્યો ડૂબ્યા