Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગીર ગઢડાના આ ગામમાં બેંકનું એટીએમ નથી પરંતુ પીવાના પાણીનું એટીએમ છે

ગીરગઢડા તાલુકાનું નાનુ એવુ ગામ બેડીયા ગીર જંગલની બોર્ડર નજીક આવેલું છે અને આ ગામની વસ્તી 2500 ની અંદાજીત છે. આ બેડીયા ગામમાં લગભગ સિંહોની લટાર પણ સામાન્ય છે.  ગામમાં આજે પણ લોકો પાણીના એટીએમમાં પૈસા નાખી પાણી ભરે છે....
12:43 PM Apr 22, 2023 IST | Vipul Pandya
ગીરગઢડા તાલુકાનું નાનુ એવુ ગામ બેડીયા ગીર જંગલની બોર્ડર નજીક આવેલું છે અને આ ગામની વસ્તી 2500 ની અંદાજીત છે. આ બેડીયા ગામમાં લગભગ સિંહોની લટાર પણ સામાન્ય છે.  ગામમાં આજે પણ લોકો પાણીના એટીએમમાં પૈસા નાખી પાણી ભરે છે. ગામમાં બેંકનું એટીએમ નથી પણ પાણીનું એટીએમ છે..
5નો સિક્કો નાખવાથી પાણી મળે છે
ગામના સરપંચ સુરેશભાઇ હડિયાએ જણાવ્યું કે બે માસ પહેલા સરકારની ગ્રાન્ટમાંથી ગામમાં લોકોને ફિલ્ટરવાળુ ઠંડુ પાણી મળી રહે તે માટે પાણીનું એટીએમ મૂકવામાં આવ્યું અને આ પાણીના એટીએમમાં રૂ. ૫ નો સિક્કો નાખવાથી 10 લીટર શુદ્ધ ઠંડુ પાણી લોકોને મળી રહે છે. હવે લોકો આ એટીએમમાં પાણી ભરવા આવે છે. તે સિવાય ગામને હરિયાળુ બનાવવાનો સંકલ્પ પણ ગ્રામજનો એ કર્યો છે અને  350 થી વધુ વૃક્ષો ગામોમાં વાવેલા છે. અને આ વૃક્ષોને ટપક પદ્ધતિથી રોજ પાણી પાવામાં આવે છે.એટીએમમાં ફિલ્ટરવાળુ પાણી ભરાય ત્યારે 30 ટકા પાણી વેસ્ટેજ જતું હોય આ વેસ્ટેજ પાણીનો ઉપયોગ અને ટપક પદ્ધતિ દ્વારા વૃક્ષોના ઉછેર માટે કર્યા છે.
36 સીસી ટીવી કેમેરા નખાશે
 ગ્રામજનોના સહિયારા પ્રયાસથી બેડિયા ગામને આદર્શ ગામ ગામ બનાવાના પ્રયાસો શરુ કરાયા છે.  નજીકના ભવિષ્યમાં પંચાયત ઓફિસ પણ સોલારયુક્ત કરવામાં આવશે.  પાણીની સમસ્યા નિવારવા માટે આગામી સમયમાં તળાવ બનાવાનું પણ આયોજન કરાયું છે. બેડીયા ગામમાં 1 વર્ષમાં વિકાસના 13 કામ કરાયા છે અને આગામી 1 વર્ષમાં વિકાસના 14 કામો કરવામાં આવશે. તે સિવાય ગામમાં હાલ 11 સીસી ટીવી કાર્યરત છે અને હજુ 36 સીસીટીવી લગાડવા માટેનું આયોજન છે.જેથી ગામમાં સિંહની રોજીંદી અવર જવર પર નજર રહેશે.
આ પણ વાંચો---અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર ફેક્ટરીમાં લાગી ભીષણ આગ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
ATMdrinking water ATMGir Garhda
Next Article