Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિયાળાની કડકડતી ઠંડીમાં પ્યાસીઓના જીવ તાળવે ચોટયા : ગોંડલ સિટી એ ડિવિઝન તેમજ તાલુકા પોલીસ દ્વારા દારૂના જથ્થાનો નાશ કરાયો

અહેવાલ - વિશ્વાસ ભોજાણી  ગોંડલ સિટી એ ડિવિઝન તેમજ તાલુકા પોલીસ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવેલ રેડ દરમ્યાન પકડાયેલ વિદેશી દારૂના મોટા પ્રમાણમાં જથ્થાનો શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખરાબાની જગ્યામાં 70 હજાર...
શિયાળાની કડકડતી ઠંડીમાં પ્યાસીઓના જીવ તાળવે ચોટયા    ગોંડલ સિટી એ ડિવિઝન તેમજ તાલુકા પોલીસ દ્વારા દારૂના જથ્થાનો નાશ કરાયો
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
ગોંડલ સિટી એ ડિવિઝન તેમજ તાલુકા પોલીસ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવેલ રેડ દરમ્યાન પકડાયેલ વિદેશી દારૂના મોટા પ્રમાણમાં જથ્થાનો શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખરાબાની જગ્યામાં 70 હજાર થી વધુ
વિદેશી દારૂની બોટલનો જેની કિંમત રૂપિયા 95 લાખથી વધુ હતી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
Image preview
લાખો રૂપિયાનો દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો
ગોંડલ સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 29 જેટલી કરવામાં આવેલ રેડ દરમ્યાન રૂપિયા 15,46,650/- ની 8348 વિદેશી દારૂની બોટલો તેમજ તાલુકા પોલીસ દ્વારા છેલ્લા 4 મહિના દરમ્યાન ગ્રામ્ય વિસ્તારમાં 7 અલગ અલગ ગુન્હામાં કરવામાં આવેલ રેડ દરમ્યાન રૂપિયા 79,99,165/-  ની 61,922 વિદેશી દારૂની બોટલનો શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો.
Image preview
ગોંડલ  સિટી એ ડિવિઝન તેમજ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવેલ રેડ દરમ્યાન કુલ 95,45,815/- રૂપિયાની 70,270 વિદેશી દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો હતો.દારૂ નાશ કરતા સમયે સ્થળ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
Image preview
પ્રાંત અધિકારી રાહુલ ગમારા, DYSP કે.જી ઝાલા, સિટી PI એ.સી. ડામોર, તાલુકા PSI જે.એમ. ઝાલા, નશાબંધી અધિકારી હરદેવસિંહ ગોહિલ તેમજ સિટી અને તાલુકા પોલીસ સ્ટાફની હાજરીમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. બુલડોઝરના તોતિંગ વ્હીલ દારૂની બોટલ પર ફરી વળતા દારૂની છોડો ઉડી હતી અને પ્યાસીઓના કંઠો સુકાયા હતા.
Image preview
દારૂના નાશ દરમિયાન રોડ રોલરમાં અચાનક આગ લાગતા રોડ રોલરના ચાલકે જીવ બચાવવા કૂદકો માર્યો ગોંડલ નગર પાલિકા ફાયર સ્ટાફ દ્વારા રોડ રોલરને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી હતી.
Advertisement
Tags :
Advertisement

.