ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: કાલુપુર રેલવે સ્ટેશન જવાના છો? તો રહેજો સાવધાન- આ રસ્તાઓ પોલીસે કર્યા બંધ

કાલુપુર રેલવે સ્ટેશન બની રહ્યું છે ભવ્ય અને અદ્યત્તન શહેરીજનોને પરેશાની ના થાય તે માટે કેટલાક રસ્તાને ડાયવર્ઝન કરાયા અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે કર્યા ડાયવર્ઝનના આદેશો Ahmedabad: અમદાવાદમાં આવેલું કાલુપુર રેલવે સ્ટેશન તોડીને નવું બનાવવા માટે કામગીરી શરૂ...
10:53 PM Sep 10, 2024 IST | VIMAL PRAJAPATI
Kalupur Railway Station, Ahmedabad
  1. કાલુપુર રેલવે સ્ટેશન બની રહ્યું છે ભવ્ય અને અદ્યત્તન
  2. શહેરીજનોને પરેશાની ના થાય તે માટે કેટલાક રસ્તાને ડાયવર્ઝન કરાયા
  3. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે કર્યા ડાયવર્ઝનના આદેશો

Ahmedabad: અમદાવાદમાં આવેલું કાલુપુર રેલવે સ્ટેશન તોડીને નવું બનાવવા માટે કામગીરી શરૂ થઈ ગઈ છે. જેને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. Ahmedabad પોલીસ કમિશનર જી.એસ. મલિક શહેરમાં ટ્રાફિક ના થાય ચે માટે કેટલાક રસ્તાઓ બંધ કરીને ડાયવર્ઝનના આદેશો કર્યો છે. નોંધનીય છે કે, કાલુપુર રેલવે સ્ટેશનને અદ્યત્તન બનાવવા માટે કામ શરૂ થઈ ગયું છે. જેને લઈને ત્યાંથી પસાર થવા માટે શહેરીજનોને પરેશાનીનો સામનો ના કરવો પડે તે માટે કેટલાક રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Gujarat: ગૌવંશની ચોરી સામે પોલીસની કડક કાર્યવાહી, CCTVના આધારે ગાય ચોરોને ઝડપી પાડ્યા

જી.એસ.મલિક, IPS (પોલીસ કમિશનર, Ahmedabad city) વિગતો જાહેર કરી કે, મને ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની પેટા કલમ 33 (1) (બી) (સી) અંતર્ગત મળેલી સત્તા અન્વયે અમદાવાદ શહેરમાં કાલુપુર રેલ્વે સ્ટેશનને તોડી તે જગ્યા ઉપર નવુ અદ્યત્તન રેલ્વે સ્ટેશન અને સંલગ્ન બ્રીજ બનાવવાની કામગીરી દરમિયાન ટ્રાફીક સુચારુ રીતે ચાલે અને ટ્રાફીકની કોઈ સમસ્યા ઉદભવે નહી તે હેતુસર નીચે મુજબનો રસ્તો બંધ/ડાયવર્ઝન કરવા હુકમ કરૂ છું.’

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત કરાયેલા માર્ગોની વિગત

સારંગપુર સર્કલથી કાલુપુર રેલ્વે સ્ટેશન સુધીનો આશરે 200-મીટરનો રેલ્વે સ્ટેશન તરફનો એક સાઈડનો માર્ગ બંધ વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે અને તેનો વિરુધ્ધ દિશાનો રોડ વન-વે તરીકે ઉપયોગ કરવાનો રહેશે

વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી તેની વિગત

01. સારંગપુર સર્કલથી કાલુપુર રેલ્વે સ્ટેશન તથા કાલુપુર તરફ જનાર ટ્રાફિક સારંગપુર સર્કલ થઈ સીધી બજાર થઈ પાંચકુવા થઈ જમણી બાજુ રેલ્વે સ્ટેશનની એન્ટ્રીગેટ સુધી જઈ શકાશે. તેમજ કાલુપુર જનાર ટ્રાફિક મોતીમહેલ હોટલ વાળા રોડ તરફ જઈ શકશે.

02. કાલુપુરથી સારંગપુર, રાયપુર, કાંકરીયા, ગીતા મંદીર માટે જનાર ટ્રાફિક કાલુપુર રેલ્વે સ્ટેશનથી સારંગપુર સુધીનો એક બાજુનો રોડ ખુલ્લો મુકવામાં આવશે. જેમાં કાલુપુર થી સારંગપુર તરફ જઈ શકશે. આ એક તરફનો રોડ વન-વે તરીકે ચાલુ રહેશે.

03. કાલુપુર રેલ્વે સ્ટેશનની અંદર જવા માટે જુનો એન્ટ્રી ગેટ પેસેન્જરો માટે ચાલુ રાખવામાં આવશે. તેમજ રેલ્વે સ્ટેશનના પેસેન્જરો માટે બહાર નીકળવા માટે પશ્વિમ તરફ સદર કંપની દ્વારા ફૂટ બ્રીજ બનાવવામાં આવેલ છે. તેમજ મુખ્ય માર્ગને જોડતો ૩૦ ફૂટ નવો રોડ બનાવવામાં આવેલ છે. જે માર્ગે પેસેન્જરો મુખ્ય માર્ગ સુધી જઈ શકશે.

જાહેરનામાનો ભંગ કર્યો થયો થઈ શકે છે કાર્યવાહી

પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામાની અમલવારી કરવામાટે આદેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33 ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તારીખ 11/09/2024 થી તારીખ 10/09/2027 એટલે 03 વર્ષ સુધી 24/7 કલાકના સમયગાળા સુધી કરવાનો રહેશે. આદેશોનું ઉલ્લઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે. તેવું પણ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: શું Statue Of Unity તૂટી પડશે? જાણો તિરાડ વાળી તસવીર પાછળની હકીકત

આ અધિકારીઓ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે કાર્યવાહી કરી શકશે

નોંધનીય છે કે, જાહેરનામા પ્રમાણે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં ખાસ/સંયુક્ત/અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023 ની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-131 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે. આજ રોજ તારીખ 11/09/2024 એ મેં મારી સહી તથા સિક્કો કરી આપેલ છે.

આ પણ વાંચો: સંબંધોને લાંછન લગાવતો કિસ્સો, પતિએ મિત્રો સાથે સંબંધ બાંધવા પત્નીને મજબૂર કરી અને...

Tags :
AhmedabadAhmedabad Police CommissionerGujaratGujarati NewsKalupur RailwayKalupur Railway StationLatest Ahmedabad NewsVimal Prajapati
Next Article