Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત મનપાની વિવિધ કેટેગરીની જગ્યા ખાલી રહેતા ભારે હાલાકી

મનપાની વિવિધ કેટેગરીની જગ્યા ખાલી રહેતા ભારે હાલાકી ટૅક્નિકલ આસિ., સુપરવાઈઝર સિવેલ, વાયરમેન, મલ્ટિપર્પઝના હીરા હેલ્થ વર્કર, વિવિધ જગ્યાઓ ખાલી છેલ્લા ચાર વર્ષથી આ જગ્યાઓ ખાલી રહેતા કામકાજ ઉપર ભારે અસર લેખિત પરીક્ષાઓનાં પરિણામ જાહેર કરી દેવાતા ટુંક સમય માં...
સુરત મનપાની વિવિધ કેટેગરીની જગ્યા ખાલી રહેતા ભારે હાલાકી
મનપાની વિવિધ કેટેગરીની જગ્યા ખાલી રહેતા ભારે હાલાકી
ટૅક્નિકલ આસિ., સુપરવાઈઝર સિવેલ, વાયરમેન, મલ્ટિપર્પઝના હીરા હેલ્થ વર્કર, વિવિધ જગ્યાઓ ખાલી
છેલ્લા ચાર વર્ષથી આ જગ્યાઓ ખાલી રહેતા કામકાજ ઉપર ભારે અસર
લેખિત પરીક્ષાઓનાં પરિણામ જાહેર કરી દેવાતા ટુંક સમય માં ભરતી શરૂ કરવા મનપા દ્વારા નિર્ણય
સુરત મહાનગરપાલિકા દ્વારા ખાલી પડેલી વિવિધ કેડરની જગ્યાઓ માટે બૂમ પડી,વિવિધ શાખાના કર્મીઓની ઘટ થતા મનપા એક્શન આવી
સુરત મહાનગરપાલિકામાં  સુપરવાઇઝર સિવિલ, ટેકનીકલ આસી. વાયરમેન, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર,ત્રીજી શ્રેણી ક્લાર્કની છેલ્લા ચાર વર્ષ જગ્યાઓ ખાલી રહેતા કામકાજ ઉપર પણ ભારે અસર પડી રહી છે.જેના કારણે હવે આ જગ્યા ભરવા પાલિકા એ પ્રકિયા શરૂ કરી છે.
કર્મચારીઓની ભારે ઘટ સામે આવી 
વિવિધ કેડરમાં ભરતી ન થવાને કારણે અનેક ઝોન અને વિભાગોમાં કર્મચારીઓની ભારે ઘટ સામે આવી હતી.જેથી અન્ય કર્મીઓ પર કામનું ભારણ વધવાની ફરિયાદો પણ ઉઠી રહી હતી. સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ બાદ કર્મીઓની અછતમાં વધારો થયો છે.જે બાદ અનેક ફરિયાદો વધી છે.જેથી મનપા દ્વારા આ ખાલી જગ્યાઓ ભરવા કેટલીક અરજીઓ મંગાવાઇ છે.
 ભરતી માટેની તૈયારીઓ શરૂ
મહત્વની વાત એ છે કે ખાલી જગ્યા ઓ માટે ઉમેદવારોની લેખિત પરીક્ષા છેક ફેબ્રુઆરી-૨૦૨૩માં લેવાઈ હતી જેનું પરિણામ હવે જાહેર કરાયું છે,જે બાદ પાલિકા દ્વારા હવે ખાલી જગ્યા ભરવા ભરતી માટેની તૈયારીઓ શરૂ કરાઇ છે.
૮૯૧ જગ્યાઓ માટેના પરિણામ જાહેર
સુરત પાલિકામાં સુપરવાઇઝર સિવિલ માટે ૯૭, જગ્યા ખાલી છે.જ્યારે ટેકનીકલ આસીસ્ટન્ટ માટે ૧૧૪ ની ઘટ છે અને વાયરમેન માટે ૧૨૯ જગ્યા ખાલી જ્યારે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ૪૮૭ અને ત્રીજી શ્રેણી ક્લાર્ક માટે ૬૪ આમ કુલ ૮૯૧ જગ્યાઓ માટેના પરિણામ જાહેર કરવામા આવ્યા છે.
૩૦૦૦ અરજદારોના પરિણામો જાહેર
હાલ ૪ કેટેગરીમાં પરિણામ જાહેર થયા છે. સુપરવાઈઝર કોમ્પ્યુટર,આસિસ્ટન્ટ એન્જીનીયર, આસી, ઈલેક્ટ્રોનિક્સ.એન્જીનીયર કોમ્પ્યુટર, આસી.ઈન્ફરમેશન સીસ્ટમ મેનેજર ની જગ્યાઓ માટે કુલ ૩૦૦૦ અરજદારોના પરિણામો જાહેર થયા છે. જોવા જઈએ તો સુપરવાઇઝર સિવિલ માટેની ૯૭ જગ્યા માટે કુલ ૧૯૭૫ અરજદારો ને સાંભળવા માં આવ્યા હતા,જ્યારે ટેકનીકલ આસીસ્ટન્ટ માટેની જગ્યા માટે ૧૧૪ ખાલી પડેલી જગ્યા માટે ૨૨૯૯ અરજદારો ના ઇન્ટરવ્યૂ લેવાયા હતા,જ્યારે વાયરમેન માટેની ૧૨૯ જગ્યા માટે ૧૫૧૭ અરજદારો એ પરીક્ષા આપી અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ૪૮૭ જગ્યા માટે ૨૧,૦૦૦ અરજદારો અને ત્રીજી શ્રેણી ક્લાર્ક માટેની ૬૪ જગ્યા માટે ૩૫૪૧ અરજદારો એ અધિકારીઓ સમક્ષ પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.
અમલવારી નજીકના દિવસોમાં કરવામાં આવશે
સુરત મહાનગર પાલિકાના કેટલાક વિભાગો માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી, જેના પરિણામો જાહેર થયા છે. જેથી તેની અમલવારી નજીકના દિવસોમાં કરવામાં આવશે. એટલે કે આવનારા દિવસોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે ,આ ઉપરાંત ખાલી પડેલી જગ્યાઓ સામે દોઢ ગણું કે બમણું વેઇટિંગ ભવિષ્યની જરૂરિયાત ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
અહેવાલ---રાબિયા સાલેહ,  સુરત
Advertisement
Tags :
Advertisement

.