Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Godhra : ડોડપા પાસેના ભાડાના અનાજ ગોડાઉનમાંથી 1485 ડાંગરના કટ્ટાની ચોરી

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ મોરવા હડફ ખાતેના નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદી કરેલા ડાંગરના જથ્થાને ગોધરાના ડોડપા તળાવ પાસેના ભાડાના ગોડાઉનમાં મુકવામાં આવ્યો હતો. ભાડાના આ ગોડાઉનમાંથી કુલ 10.60 લાખ રૂપિયાના 1485 ડાંગરના કટ્ટાની ચોરી થઈ હોવાની ફરિયાદ ગોધરા...
godhra   ડોડપા પાસેના ભાડાના અનાજ ગોડાઉનમાંથી 1485 ડાંગરના કટ્ટાની ચોરી
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
મોરવા હડફ ખાતેના નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદી કરેલા ડાંગરના જથ્થાને ગોધરાના ડોડપા તળાવ પાસેના ભાડાના ગોડાઉનમાં મુકવામાં આવ્યો હતો. ભાડાના આ ગોડાઉનમાંથી કુલ 10.60 લાખ રૂપિયાના 1485 ડાંગરના કટ્ટાની ચોરી થઈ હોવાની ફરિયાદ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે નોંધવામાં આવી છે.
મોરવા હડફ તાલુકાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરાઇ હતી
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા મોરવા હડફ તાલુકાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરી હતી. આ ખરીદી કરેલ ડાંગરનો જથ્થો મોરવા હડફ ગોડાઉનના મેનેજરે ગોધરાના ડોડપા તળાવ પાસે આવેલ આર્ચી સિડ્સ કોર્પોરેશન નામના ગોડાઉનમાં મુક્યો હતો જેની જવાબદારી મોરવા હડફના નિગમના ગોડાઉન મેનેજરની હોય છે. ગોધરા ખાતે ભાડાના ગોડાઉનમાં ડાંગરની ખરીદી કરેલ જથ્થાને મુકવામાં આવેલ હતો.
1485 ડાંગરના કટ્ટાની ચોરી
મળતી માહિતી મુજબ આ ડાંગરનો જથ્થો નડિયાદ ખાતે મોકલવાનો હોવાથી આ ગોડાઉનનું લોક ખુલતા લોક ખુલ્યું ન હતું. ત્યારે ગોડાઉનના લોક તોડીને અંદર જોતા ભાડાના ગોડાઉન નંબર ૨ માં સંગ્રહ કરેલ ડાંગરના જથ્થામાંથી 1129 ડાંગરના કટ્ટા ચોરી થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું જ્યારે બીજા દિવસે ફરીથી ગોડાઉનમાં તપાસ કરતા વધુ 356 ડાંગરના કટ્ટાની ચોરી થઈ હોવાનું માલુમ પડેલ હતું.
પોલીસે તપાસ શરુ કરી 
 ગોધરા ખાતેના ભાડાના ગોડાઉનમાંથી કુલ 35 કિલો વજનના 1485 ડાંગરના કટ્ટા જેની કિંમત 10,60,290 રૂપિયાની ચોરી અજાણ્યા ચોરોએ કરી હોવાની ફરિયાદ જિલ્લા ગોડાઉન મેનેજરે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. હાલ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે .
Advertisement
Tags :
Advertisement

.