Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરામાં યલો ફીવર રસીકરણ કેન્દ્રમાં રસીનો જથ્થો જ નથી

અહેવાલ----દિકેશ સોલંકી, વડોદરા વડોદરા કોર્પોરેશને મોટા ઉપાડે શરૂ કરેલ યલો ફીવર રસીકરણ કેન્દ્રમાં રસીનો જથ્થો ન હોવાના કારણે બંધ થવાના આરે આવ્યું છે. જેના કારણે લોકોને રસી મુકાવવા માટે અમદાવાદ, સુરત કે ગાંધીનગરનો ધક્કો ખાવો પડી રહ્યો છે... લોકોને રસી...
વડોદરામાં યલો ફીવર રસીકરણ કેન્દ્રમાં રસીનો જથ્થો જ નથી
અહેવાલ----દિકેશ સોલંકી, વડોદરા
વડોદરા કોર્પોરેશને મોટા ઉપાડે શરૂ કરેલ યલો ફીવર રસીકરણ કેન્દ્રમાં રસીનો જથ્થો ન હોવાના કારણે બંધ થવાના આરે આવ્યું છે. જેના કારણે લોકોને રસી મુકાવવા માટે અમદાવાદ, સુરત કે ગાંધીનગરનો ધક્કો ખાવો પડી રહ્યો છે...
લોકોને રસી લેવા માટે ફરજિયાત અમદાવાદ, સુરત કે ગાંધીનગરનો ધક્કો ખાવો પડે છે
વડોદરામાં કોર્પોરેશને પદ્માવતી શોપિંગ સેન્ટરના પ્રથમ માળે વર્ષ 2022ના મે મહિનામાં આફ્રિકન દેશોમાં જતાં લોકો માટે યલો ફીવર રસીકરણ કેન્દ્ર શરૂ કર્યો હતો...જેમાં મોટા ઉપાડે પાલિકાએ પ્રસિધ્ધિ મેળવી હતી, પણ રસીકરણ કેન્દ્ર શરૂ થયાને 10 મહિનામાં જ હવે રસીનો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે  રસીકરણ કેન્દ્ર બંધ કરવાની નોબત આવી છે. યલો ફીવરની રસી લેવા આવનાર લોકોને માર્ચ મહિનાથી રસી નથી આપવામાં આવી રહી.આવા લોકોને રસી લેવા માટે ફરજિયાત અમદાવાદ, સુરત કે ગાંધીનગરનો ધક્કો ખાવો પડે છે.
અંદાજિત 2200 લોકો રસી મુકાવી ગયા છે
વડોદરા કોર્પોરેશને આફ્રિકન દેશોમાં જતાં લોકો માટે 500 રૂપિયામાં અઠવાડિયામાં બે દિવસ મંગળવાર અને ગુરુવારે યલો ફીવર રસી આપવાની શરૂઆત કરી હતી, જેમાં 10 માસમાં અત્યારસુધી અંદાજિત 2200 લોકો રસી મુકાવી ગયા છે. યલો ફીવર રસી ન હોવા મામલે પાલિકાના રી-પ્રોડક્ટિવ એન્ડ ચાઈલ્ડ હેલ્થ ઓફિસરે કહ્યું કે રસીનો જથ્થો વહેલીતકે ઉપલબ્ધ થાય તે માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરી છે...
વિપક્ષની માગ
યલો ફીવર રસી ન હોવા મામલે વિપક્ષ નેતા અમીબેન રાવતે પાલિકાના શાસકો અને અધિકારીઓ પર પ્રહાર કર્યા.જેમા પાલિકા પર માત્ર વાતો કરવાનો અને કામ નહિ કરવાનો આક્ષેપ કર્યો. વિપક્ષ નેતાએ કહ્યું કે પાલિકાએ વહેલી તકે યલો ફીવર રસી શરૂ કરાવવી જોઈએ.જેથી લોકોને અમદાવાદ કે ગાંધીનગર સુધી ધક્કો ખાવો ન પડે...
રસીકરણ કેન્દ્ર સૂમસામ 
મહત્વની બાબત છે કે વેકેશનમાં કે નોકરી પર મોટી સંખ્યામાં વડોદરા અને વડોદરાની આસપાસના લોકો આફ્રિકન દેશોમાં જતાં હોય છે, ત્યારે પાલિકાએ યલો ફીવર રસીકરણ કેન્દ્ર શરૂ કરતાં લોકોને રાહત થઈ હતી પણ હવે રસી ન હોવાથી રસીકરણ કેન્દ્ર સૂમસામ પડ્યું છે, ત્યારે જો વહેલી તકે ભારત સરકાર પાસે રસીનો જથ્થો મંગાવી લેવાય તો લોકોનો અમદાવાદ સુધી જવાનો ધક્કો બચી જાય.
Advertisement
Tags :
Advertisement

.