Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વમાં સૌપ્રથમ અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર મેટાવર્સમાં ભણાવશે

ભારતના યુવાધનને રાષ્ટ્રનિર્માણમાં યોગદાનના ઉદ્દેશથી અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર (ASDC) ની સ્થાપના 16 મે, 2016ના રોજ કરવામાં આવી હતી. બિન-લાભકારી સંસ્થા તરીકે રોજગારલક્ષી તાલીમ થકી ASDCએ સાત વર્ષની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સિમાચિહ્નને વધાવવા ફાઉન્ડેશને વિશ્વમાં સૌપ્રથમવાર મેટાવર્સમાં...
વિશ્વમાં સૌપ્રથમ અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર મેટાવર્સમાં ભણાવશે

ભારતના યુવાધનને રાષ્ટ્રનિર્માણમાં યોગદાનના ઉદ્દેશથી અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર (ASDC) ની સ્થાપના 16 મે, 2016ના રોજ કરવામાં આવી હતી. બિન-લાભકારી સંસ્થા તરીકે રોજગારલક્ષી તાલીમ થકી ASDCએ સાત વર્ષની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સિમાચિહ્નને વધાવવા ફાઉન્ડેશને વિશ્વમાં સૌપ્રથમવાર મેટાવર્સમાં બે અભ્યાસક્રમો શરૂ કર્યા છે. ASDC વર્ટિકલ ભવિષ્ય માટે તૈયાર વ્યાવસાયિકોને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તાલીમ આપવાના મિશનને સતત આગળ ધપાવી રહ્યું છે.

Advertisement

મેટાવર્સ સાથે ASDC એક આકર્ષક તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે જેમાં વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સ દ્વારા જ્ઞાન, કૌશલ્ય અને ટેક્નોલોજીના સમન્વયથી ઉત્તમ શિક્ષણ મળે છે. રાષ્ટ્રીય તાકીદને ધ્યાને રાખી ASDC એ નવા કોર્સીસમાં આરોગ્ય અને હોસ્પિટલ ઉદ્યોગને મદદરૂપ થતા જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (GDA) અને ફાયર સેફ્ટી જેવા અભ્યાસક્રમોને પ્રાથમિકતા આપી છે. ભવિષ્યમાં વધુ અભ્યાસક્રમો આ જ રીતે મેટાવર્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Advertisement

વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં વર્ચ્યુઅલ રિયાલિટી (VR) હેડસેટ દ્વારા શીખનારાઓના રોમાંચની કલ્પના કરો જ્યાં તેઓ અભ્યાસક્રમને ભણીને હેન્ડ-ઓન પ્રવૃત્તિઓનો અભ્યાસ પણ મેટાવર્સમાં કરે છે. તાલીમાર્થીઓને પસંદગીના વિષયની ઊંડી સમજ ધરાવતી આ ટેકનોલોજી એક ગેમ-ચેન્જર છે. ભારતના 13 રાજ્યોમાં 40 અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્રો પરના વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમો માટે મેટાવર્સમાં નોંધણી કરાવી શકશે.
ટેકનોસેવી તાલીમ આપવામાં અગ્રેસર ASDC વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે આ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવશે. કોઈપણ વ્યક્તિ આ અભ્યાસક્રમો માટે ઑનલાઇન નોંધણી કરાવી કમ્પ્યુટર/લેપટોપમાં શીખી શકે છે. એટલું જ નહી, VR હેડસેટની વિના પણ વર્ચ્યુઅલ ક્લાસરૂમનો અનુભવ કરી શકાશે.

Advertisement

અદાણી SAKSHAM આજના ઉદ્યોગોની જરૂરિયાતો અનુસાર કોર્સીસ ઓફર કરે છે. જેમાં અદ્યતન તકનીકો દ્વારા કૌશલ્ય-વિકાસના અભ્યાસક્રમો, વેલ્ડીંગ માટે ઓગમેન્ટેડ રિયાલિટી અને ક્રેન ઓપરેશન માટે સિમ્યુલેશન-આધારિત સોફ્ટવેર વગેરેનો સમાવેશ થાય છે. મેટાવર્સમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રનો શુભારંભ એ જ દિશામાં આગોતરી પહેલ છે. સાત વર્ષના ટૂંકા ગાળામાં અદાણી SAKSHAM એ 1.25 લાખ તાલીમાર્થીઓને કાર્યકુશળ બનાવ્યા છે. જે પૈકી 56,000 થી વધુ રોજગારી, સ્વરોજગારી કે ઉદ્યોગ સાહસીક બની કારકીર્દી ઘડી રહ્યા છે.

અદાણી ફાઉન્ડેશન વિશે
અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,753 ગામડાઓમાં કાર્યરત છે, જે 73 લાખ લોકોને સ્પર્શે છે.

આ પણ વાંચો : મોંઘવારીના મોરચે મોટી રાહત, જથ્થાબંધ મોંઘવારી દર શૂન્યની નીચે પહોંચ્યો

Tags :
Advertisement

.