Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોટાદમાં હિરાના કારખાનામાં ચોરીનો ભેદ ઉકેલાયો, જાણો શું છે સમગ્ર ઘટના

અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ  બોટાદ શહેરનાં મહાજન વાડી વિસ્તારમાં આવેલ હિરાના કારખાનામાં બે દિવસ પહેલા રૂપિયા સાડાચાર લાખ જેટલી રોકડ રકમની ચોરી થવાની ઘટના બની હતી. આ ચોરીના પગલે કારખાનેદાર માલિકે ધોરણસરની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે બોટાદ પોલીસે...
બોટાદમાં હિરાના કારખાનામાં ચોરીનો ભેદ ઉકેલાયો  જાણો શું છે સમગ્ર ઘટના
અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ 
બોટાદ શહેરનાં મહાજન વાડી વિસ્તારમાં આવેલ હિરાના કારખાનામાં બે દિવસ પહેલા રૂપિયા સાડાચાર લાખ જેટલી રોકડ રકમની ચોરી થવાની ઘટના બની હતી. આ ચોરીના પગલે કારખાનેદાર માલિકે ધોરણસરની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે બોટાદ પોલીસે સઘન તપાસ હાથ ધરતા બોટાદ પોલીસે ગણત્રીરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલીયો અને કારખાનાનો મેનેજરે ચોરી કર્યાનું બહાર આવતા પોલીસે મેનેજરની ધરપકડ કરી ચોરી કરેલ રૂપિયા રીકવર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી.
સાડા ચાર લાખ રૂપિયાની કરાઇ ચોરી
બોટાદ શહેરનાં મહાજન વાડી વિસ્તારમાં પ્રેમજીભાઈના હિરાના કારખાનામાં બે દિવસ પહેલા રોકડા રૂપિયા સાડા ચાર લાખ રૂપિયાની ચોરી થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેથી કારખાનાના માલિક પ્રેમજીભાઈએ પોલીસને જાણ કરી હતી અને અજાણ્યા શખ્સો વિરૃદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
મેનેજર જ નીકળ્યો ચોર 
બોટાદ પોલીસે ફરીયાદના પગલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરતા માલિક ફરીયાદી પ્રેમજીભાઈ સાથે કરેલી ઉંડાણ પૂર્વકની વાતચીત તપાસ બાદ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. બોટાદ પોલીસની પૂછપરછમા કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતા મહેશ નામના શખ્સ પર શંકા જતા પોલીસે મહેશની ઉલટ તપાસ કરતા મહેશ ભાગી પડયો હતો અને પોપટની જેમ પોતે ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને મહેશે પોલીસને જણાવ્યું હતું કે પોતે આર્થિક સંકડામણના કારણે ચોરી કર્યાની કબુલાત કરી હતી.
આ ચોરીની કબૂલાતના પગલે બોટાદ પોલીસે આરોપી મહેશના ઘરે તપાસ કરતા ચોરીના રોકડ રૂપિયા ચાર લાખ પંચાવન હજાર મળી આવતા કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આમ બોટાદ પોલીસે બે દિવસ પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી મુદ્દામાલ રીકવર કર્યો હોવાનું બોટાદ DYSP મહર્ષિ રાવલે જણાવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.