Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છમાં રખડતાં ઢોરનો આતંક યથાવત, આખલાની અડફેટે આવતા આધેડનું મોત

કચ્છના ગાંધીધામમાં બે આંખલાની લડાઈમાં હડફેટમાં આવી જવાથી એક વદ્ધનું મોત નિપજયું છે. ફરી એક વખત જવાબદારોની બેદરકારીના કારણે માનવો ભોગ બને છે અને જવાબદારો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. પરીજનોએ બેદરકારી દાખવનારા જવાબદારો સામે ફરિયાદ ન નોંધાય ત્યાં...
કચ્છમાં રખડતાં ઢોરનો આતંક યથાવત  આખલાની અડફેટે આવતા આધેડનું મોત

કચ્છના ગાંધીધામમાં બે આંખલાની લડાઈમાં હડફેટમાં આવી જવાથી એક વદ્ધનું મોત નિપજયું છે. ફરી એક વખત જવાબદારોની બેદરકારીના કારણે માનવો ભોગ બને છે અને જવાબદારો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. પરીજનોએ બેદરકારી દાખવનારા જવાબદારો સામે ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા પોલીસ સહિતના પાલિકા અને હોસ્પિટલના સતાવાળાઓ દોડધામમાં પડી ગયા છે.

Advertisement

સમગ્ર ઘટનાની વિગતો મુજબ ગાંધીધામ શહેરના નવી સુંદરપુરી વિસ્તારમાં આવી તલાવડી નજક આજે સોમવારે સવારે આ અરેરાટીભરી ઘટના બની હતી. પોતાના ઘરેથી નિકળીને માર્ગ પરથી પસાર થઈ રહેલા વૃદ્ધ જામાભાઈ વાઘાભાઈ વણકર (ઉ.વ.72) ને એક આંખલાએ અચાનક અડફેટમાં લીધા હતા. આંખલાએ વૃદ્ધને ઉછાળીને નીચે પટકતા તેમને માંથા સહિતના શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. નજરે જોનારા યુવાનોને કહેવા મુજબ સવારના 9 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. બે આંખલાઓ વચ્ચે એકમેકને શીંગડા ભરાવીને યુદ્ધ ચાલતું હતું ત્યારે જ વૃદ્ધને એક આંખલાએ અડફેટમાં લીધા હતા.

Advertisement

આ ઘટનાને પગલે આસપાસના લોકો વૃદ્ધને સારવાર માટે તત્કાલ સરકારી રામબાગ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. હોસ્પિટલમાં વૃદ્ધને પાટાપીટી કરીને રવાના કરી દેવામાં આવ્યા હતા. જોકે વૃધ્ધની ગંભીર ઈજાની પુરતી સારવાર ન થતાં ઘરે પહોંચેલા વૃદ્ધનું માત્ર 30 મિનિટમાં મૃત્યુ નિપજયું હતું. અચાનક વૃદ્ધ મૃત્યુ પામતા ફરી તેમને રામબાગ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જયાં પરીજનોએ બેદરકાર તબીબો સામે રોષ દર્શાવ્યો હતો. આ ઘટનાની જાણ સામાજિક આગેવાનોને થતાં તેઓ દોડી આવ્યા હતા. આ વચ્ચે નારાજ પરીજનોએ નગરપાલિકાના બેદરકાર અધિકારીઓ અને હોસ્પિટલનમાં બેદરકારી દાખવાનારા તબીબ સામે પગલાં ન ભરાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

Advertisement

સામાજિક આગેવાન માનવ મકવાણાએ ગુજરાત ફસ્ટને જણાવ્યુ હતું કે, આજે સવારની આ ઘટના બાદ નગરપાલિકાના જવાબદારો સામે સીધી ફરિયાદ કરવાની અમારી માંગ છે પણ પોલીસે સાંજે પાંચ વાગ્યા સુધી કોઈ ફરિયાદ નોંધી નથી. હવે અમે પોલીસ મથકની બહાર ધરણા કરવાનું નકકી કર્યું છે. ન્યાય નહી મળે ત્યાં સુધી પરીજનો મૃતહેદ સ્વીકારવા તૈયાર નથી.

નોંધનીય છે કે, શહેરોમાં રખડતા આંખલાઓ પશુઓની સમસ્યાને પગલે નગરપાલિકાના જવાબદારો સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. ચોકકસ દિશાનિર્દેશ અને આદેશ હોવા છતાં જવાબદારો આ કામગીરીમાં ખૂબ જગંભીર રીતે નિષ્ફળ નિવડયા છે અને તેનો ભોગ હજુ નિદોર્ષ માનવીઓ બની રહયા છે.

અહેવાલ : રાકેશ કોટવાલ

આ પણ વાંચો : ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના ડૉક્ટરે IITRAM ના એન્જિનયર્સની મદદથી “ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન” બનાવી

Tags :
Advertisement

.