Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલ શહેરમાં ફરી જોવા મળ્યો અખલાઓનો આતંક,સમગ્ર ઘટના CCTV માં કેદ

રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જ જાય છે આજે ફરી ગોંડલ શહેરમાં જેતપુર રોડ પર આવેલ માલવીયા નગર માં આખલાઓનો આતંક સામે આવ્યો છે જેમાં માલવીયા નગરમાં રોજિંદા દિવસ દરમિયાન આખલાઓ ભુરાયા થયા હોઈ શેરી ગલીઓમાં લોકોને ચાલવું...
ગોંડલ શહેરમાં ફરી જોવા મળ્યો અખલાઓનો આતંક સમગ્ર ઘટના cctv માં કેદ

રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જ જાય છે આજે ફરી ગોંડલ શહેરમાં જેતપુર રોડ પર આવેલ માલવીયા નગર માં આખલાઓનો આતંક સામે આવ્યો છે જેમાં માલવીયા નગરમાં રોજિંદા દિવસ દરમિયાન આખલાઓ ભુરાયા થયા હોઈ શેરી ગલીઓમાં લોકોને ચાલવું મુશ્કેલ થઇ ગયું છે અનેક વખત આખલાઓ વચ્ચે યુદ્ધ જામે છે શેરી ગલીઓમાં પાર્કિંગ કરેલા વાહનો માં નુક્શાની જોવા મળે છે છેલ્લા 5 -6 દિવસ થી દિવસ અને રાત્રીના સમયે આખલાઓ વચ્ચે લડાઈ ચાલુ રહે છે ત્યારે રહેવાસીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

માલવીયા નગરમાં બન્ને આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હોઈ છે ત્યારે રહેવાસીઓ લાકડીઓ સાથે રાખીને પાણી છાંટીને છુટ્ટા પાડે છે આખલાઓના ત્રાસ થી શેરી ગલીઓમાં ઘર પાસે બેસાતું નથી કોઈ લારી વાળા શેરીઓમાં પ્રવેશતા નથી આખલાઓ ના યુદ્ધ વચ્ચે જાણે તંત્ર કોઈ મોટા અકસ્માત ની રાહ જોઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે.ત્યારે આજે જંગે ચડેલ આખલાઓને પાણીનો મારો ચલાવી ને છુટા પાડવામાં આવ્યા હતા.

બે દિવસ પૂર્વે પણ ઢોર એ વૃદ્ધ ને અડફેટે લીધા હતા
ગોંડલ ભગવતપરા ધોઘાવદર ચોક પાસે આવેલ સિદી સોસાયટી પાસે ગાય એ આધેડને ઠીંકે ચડાવતા 108 એમ્બ્યુલન્સ મારફત સૌ પ્રથમ સિવિલ હોસ્પિટલ ત્યાર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Advertisement

અહેવાલ -વિશ્વાસ ભુજાની ,ગોંડલ 

આ પણ  વાંચો-વધુને વધુ ઇલેક્ટ્રિક વાહનો અપનાવી પર્યાવરણની જાળવણીમાં સહભાગી બની રહ્યા છે આણંદવાસીઓ

Advertisement

Tags :
Advertisement

.