Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંચમહાલમાં ત્રાટકેલા વાવાઝોડાએ ઠેર ઠેર વિનાશના દ્રશ્યો સર્જ્યા, Pics

પંચમહાલ જિલ્લામાં ગતરાત્રિ દરમિયાન ત્રાટકેલા વાવાઝોડાએ ઠેર ઠેર વિનાશના દ્રશ્યો સર્જ્યા છે. જિલ્લાના કાલોલ, હાલોલ, ગોધરા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ખૂબ જ મોટા પાયે નુકસાન હોવાનું સામે આવી રહ્યું છે. પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તો ગત રાત્રીથી સ્ટેટ હાઇવે સહિત ગ્રામ્ય...
પંચમહાલમાં ત્રાટકેલા વાવાઝોડાએ ઠેર ઠેર વિનાશના દ્રશ્યો સર્જ્યા  pics

પંચમહાલ જિલ્લામાં ગતરાત્રિ દરમિયાન ત્રાટકેલા વાવાઝોડાએ ઠેર ઠેર વિનાશના દ્રશ્યો સર્જ્યા છે. જિલ્લાના કાલોલ, હાલોલ, ગોધરા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ખૂબ જ મોટા પાયે નુકસાન હોવાનું સામે આવી રહ્યું છે. પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તો ગત રાત્રીથી સ્ટેટ હાઇવે સહિત ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગો વૃક્ષો ધરાશયી થવાના કારણે બંધ થઈ ગયા હતાં.

Advertisement

પંચમહાલમાં ત્રાટકેલા વાવાઝોડાએ મોટા પાયે નુકસાન કર્યું છે. ગ્રામ્ય વિસ્તારોને જોડતા હાઈ વેની આસપાસ આવેલા વૃક્ષો ખૂબ જ મોટાપાયે ધરાશયી થવાની ઘટનાઓ સામે આવી છે. તો સાથે જ કેટલાક વિસ્તારોમાં મકાનોની છત હવામાં ફંગોળાઈ હોય તેવી ઘટનાઓ પણ બની છે. વાવાઝોડાને લઈ ઘરવખરી અને માલસામાનનું ખૂબ મોટું નુકસાન ઠેર ઠેર જોવા મળ્યું છે. કાલોલના બોરું ગામમાં પણ મહાકાય વૃક્ષ ધરાશાયી થતા બે કારનો કચ્ચરઘાણ વળી ગયાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે.

Advertisement

જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ખેતીને પણ મોટાપાયે નુકસાન હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે. બાજરી સહિતના જે ઉભા પાક અને ઘાસચારા તેમજ શાકભાજીના પાકોને મોટું નુકસાન હોવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જિલ્લામાં મોટાભાગના સ્થળોએ ગત રાત્રી દરમિયાનથી જ વીજળી ગુલ થઈ ગઈ હતી.અત્યાર સુધી પણ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પૂર્વવત નથી થઈ શકી. મોટાભાગના વિસ્તારમાં વીજ પોલ ઉપર જ વૃક્ષો ધરાશયી થવાની ઘટનાઓ બનવા પામી છે.

Advertisement

જોકે હાલ માર્ગો પરથી વૃક્ષો ધરાશાય થવાને કારણે જે માર્ગ બંધ થઈ ગયા હતા તેમને ખોલવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જ્યારે વિસ્તારોમાં મકાનની છતો ઉડી ગઈ હતી તેના મકાન માલિકો દ્વારા પણ પોતાના મકાનોની મરામત કરવામાં આવી રહી છે. ગત રાત્રી દરમિયાન વાવાઝોડા અને વરસાદને લઈને થયેલા નુકસાન માટે ટૂંક સમયમાં જ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો : અમદાવાદ : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો કાર્યક્રમ રદ્દ, જાણો શા માટે લીધો આ મોટો નિર્ણય

Tags :
Advertisement

.