Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal : રાજાશાહી સમયના બન્ને પુલ જર્જરીત હોવાનુ રાજ્ય સરકારે Gujarat Highcourt માં સ્વિકાર્યું

ગોંડલના ભગવતપરા અને મોવિયા રોડને જોડતા રાજાશાહી સમય નાં વર્ષોજુના બન્ને પુલ જર્જરીત અને બિસ્માર હાલત માં હોય કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નવા પુલ બનાવવા કોંગ્રેસના યતિષભાઈ દેસાઈએ નગરપાલીકાને અનેક રજુઆતો કરવા છતા તંત્ર દ્વારા કોઈ દાદ નહી...
08:34 PM Jun 29, 2023 IST | Viral Joshi

ગોંડલના ભગવતપરા અને મોવિયા રોડને જોડતા રાજાશાહી સમય નાં વર્ષોજુના બન્ને પુલ જર્જરીત અને બિસ્માર હાલત માં હોય કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નવા પુલ બનાવવા કોંગ્રેસના યતિષભાઈ દેસાઈએ નગરપાલીકાને અનેક રજુઆતો કરવા છતા તંત્ર દ્વારા કોઈ દાદ નહી મળતા આખરે હાઇકોર્ટ માં પીઆઇએલ દાખલ કરતા આજે સુનવણી દરમિયાન રાજ્ય સરકારે બન્ને પુલ પર હેવી વ્હીકલ ચલાવી શકાય તેમ નથી તેવી કબુલાત આપી હતી.

ગોંડલનાં રાજાશાહી સમયના બન્ને પુલના ફીઝીકલ રિપોર્ટ 22 દિવસમાં રજુ કરવા હાઇકોર્ટને આદેશ પણ કરવામાં આવ્યો હતો. ગોંડલના ભગવતપરા સામાકાંઠાને જોડતા ગોંડલી નદી પરનાં રાજાશાહી સમયના અંદાજે સોથી સવાસો વર્ષ જુના બન્ને પુલને સમારકામની તાતી જરુરીયાત હોવાથી નગર પાલીકાને વારંવારની રજૂઆતો છતા તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ ગંભીરતા દાખવી ન હોતી. એડવોકેટ અને સામાજીક આગેવાન યતિષ દેસાઈ દ્વારા હાઇકોર્ટમાં PIL કરાઇ હતી.

હાઇકોર્ટ દ્વારા તા.6 જૂને PILની સુનાવણી હાથ ધરાઈ હતી

યતિષ દેસાઇએ જણાવ્યું કે, મોરબી પુલ હોનારતની ઘટનાને ટાંકી નગર પાલીકાનાં નિંભર તંત્રને ઢંઢોળવા અનેક પ્રયાસો કરાયા હતા. છતા બન્ને પુલ અંગે તંત્ર દ્વારા આજ સુધી ઘોર બેદરકારી દાખવાઇ છે. હાઇકોર્ટ દ્વારા આજે તા.6નાં PILની સુનાવણી હાથ ધરાતા યતિષ દેસાઈ દ્વારા રજુ કરાયેલા એવીડન્સ ધ્યાને લઈ હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારની ટીમ દ્વારા બન્ને પુલની ફીઝીકલ ચકાસણી કરી તા. 28/06/2023 સુધીમાં રિપોર્ટ રજુ કરવા હુકમ કરાયો હતો. હાઇકોર્ટે નગરપાલીકા દ્વારા રજુ કરાયેલા ટેક્નીકલ રિપોર્ટની જાટકણી કાઢી અમાન્ય ગણાવ્યો છે. અરજદાર યતિષ દેસાઈ પક્ષે વકીલ રથીન રાવલે દલીલો કરી હતી.

આ પણ વાંચો : ઉદ્યોગપતિનું હિત સાચવવાના હિન પ્રયાસનો સમસ્ત પેઢલા ગામના લોકોનો ઉગ્ર વિરોધ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
GondalGondal MunicipalityGujarat HighcourtOld Bridge
Next Article