Vibrant Gujarat Global Summit ને લઈને સચિવાલય ઝળહળી ઉઠ્યું
Vibrant Gujarat 2024 : ગુજરાત સરકાર 10 મી જાન્યુઆરી થી 12મી જાન્યુઆરી દરમિયાન મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 નું આયોજન કરી રહી છે. PM મોદી 9 જાન્યુઆરીએ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન ગ્લોબલ ટ્રેડ શોમાં હાજરી આપશે. તેઓ મુલાકાત દરમિયાન બીજા દિવસે સમિટની 10 મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. હાલ આ બાબતને લઈ તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
Vibrant Gujarat ને લઈ વિધાનસભા રંગાઈ તિરંગાના રંગે
Vibrant Gujarat
વાઇબ્રન્ટ ગુજરાતને માટે હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તેને લગતી તૈયારીઓ શૂરું કરવામાં આવી છે. વાઈબ્રન્ટ ગુજરાત પહેલા જ સચિવાલય રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. જેના રમણીય દ્રશ્યો પણ સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાના સ્વર્ણિમ સંકુલ 1-2 માં રોશની કરાઇ છે. વિધાનસભાને ત્રિરંગાની થીમ ઉપર આધારિત શણગાર કરવામાં આવ્યું છે.
vidhan sabha gujarat
જેના કારણે વિધાનસભા તિરંગાના ત્રણ રંગે રંગાઈ ગયું હોય તેવું રમણીય દ્રશ્ય સર્જાયું છે. અહી ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર સજાવટ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ને ધ્યાને રાખી કરવામાં આવી રહી છે.
એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાની MOU થયા
વાઇબ્રન્ટ ગુજરાત પહેલા બુધવારે આજે એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાની MOU થયા છે. આ સમિટ બાદ ગુજરાતમાં મોટાપાયે રોકાણ થશે અને રોજગારી પણ ઉભી થશે. આજે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક MOU થતાં ગુજરાત હવે રોકાણ ક્ષેત્રે હોટ ફેવિરટ બની ચુક્યું હોવાનું પ્રતિત થાય છે.
અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિશ્વભરમાંથી અગ્રણી કંપનીઓના ઉદ્યોગકારો અને પ્રતિનિધીઓ ગુજરાત આવશે અને ગુજરાત સરકાર દ્વારા પુરી પડાયેલી મદદના આધારે તેઓ ગુજરાતમાં રોકાણ કરશે જેનો સીધો લાભ ગુજરાતના રહિશોને મળશે. ઉલ્લેખનિય છે કે પ્રસિદ્ધ ઉદ્યોગપતિ એલોન મસ્કની અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU છે અને ટેસ્લાનો પ્લાન્ટ ગુજરાતમાં શરુ થવાની શક્યતા છે.
આ પણ વાંચો -- VGGS 2024 પહેલા ગાંધીનગરમાં હોલિસ્ટિક હેલ્થકેર પર પ્રી-સમિટ યોજાશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ