Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો માટેની ચૂંટણીના પરિણામ કરાયા જાહેર

સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ચૂંટણી પરિણામ : જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો માટે ચૂંટણી યોજાઈ હતી જેનું આજે પરિણામ જાહેર થયું પ્રમુખ પદ માટે વિનય કુમાર જયંતીલાલ પટેલ અને મહામંત્રી પદે સુરેશભાઈ પટેલનો વિજય થયો. સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક...
11:15 PM Feb 11, 2024 IST | Harsh Bhatt

સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ચૂંટણી પરિણામ : જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો માટે ચૂંટણી યોજાઈ હતી જેનું આજે પરિણામ જાહેર થયું પ્રમુખ પદ માટે વિનય કુમાર જયંતીલાલ પટેલ અને મહામંત્રી પદે સુરેશભાઈ પટેલનો વિજય થયો.

સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો માટે ચૂંટણી જાહેર થઈ હતી અને ગઈકાલે મતદાન યોજાયું હતું અલગ અલગ હોદ્દાઓ માટે મતદાન યોજાયું હતું.  જેમાં આજે પરિણામ જાહેર થયું હતું મતગણતરી બાદ પ્રમુખ પદે વિનય કુમાર જયંતીભાઈ પટેલ અને મહામંત્રી પદે સુરેશભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો.

સાબરકાંઠા જિલ્લાની અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા 6181 શિક્ષકોએ પ્રમુખ પદ મહામંત્રી પદ સહમંત્રી પદ ઉપપ્રમુખ પદ સહિતના અલગ અલગ હોદ્દાઓ માટે મતદાન કર્યું હતું. જિલ્લાના 15 બુથ પર ગઈકાલે મતદાન થયું હતું જેમાં પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જે પૈકીના વિનય કુમાર જયંતીલાલ પટેલનો વિજય થયો હતો સાથે જ મહામંત્રી પદ પર બે ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી જે પૈકીના સુરેશભાઈ પટેલનો વિજય થયો હતો એટલું જ નહીં પરંતુ સહ મંત્રી માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જે પૈકીના પીનલ કુમાર અતુલભાઇ પટેલ નો ભવ્ય વિજય થયો હતો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગણતરી પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ વિજેતા ઉમેદવારોએ સરઘસ નીકાળ્યું હતું વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા ગુલાલ ઉડાડી ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો -- MUFTI SALMAN અઝહરીનો અરવલ્લી પોલીસે લીધો કબજો, સોમવારે મોડાસા લવાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
election resultselectionsPrimary Teacherresults announcedSabarkantha districtteachers union
Next Article