'જે પાર્ટી સનાતન ધર્મની સાથે છે, વિશ્વ ઉમિયાધામ તેની સાથે છે' - R P Patel
આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાન અંતર્ગત અમદાવાદના આંગણે વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામ નિર્માણ પામી રહ્યું છે. ત્યારે વૈશ્વિક સંગઠનના માધ્યમથી સમાજોત્થાન અંતર્ગત થતી વિવિધ પ્રવૃત્તિઓમાં આપણે સૌ સહયોગી બની રહ્યા છીએ. જેમાં સંસ્થાના...
08:33 PM May 03, 2024 IST
|
Harsh Bhatt
ધની હોય કે નિર્ધન તમામ માટે મતદાન સરખી તાકાત : આર.પી.પટેલ
આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાન અંતર્ગત અમદાવાદના આંગણે વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામ નિર્માણ પામી રહ્યું છે. ત્યારે વૈશ્વિક સંગઠનના માધ્યમથી સમાજોત્થાન અંતર્ગત થતી વિવિધ પ્રવૃત્તિઓમાં આપણે સૌ સહયોગી બની રહ્યા છીએ. જેમાં સંસ્થાના સંગઠનની કામગીરીને અસરકારક બનાવવા તેમજ લોકશાહીના મહા૫ર્વ નિમિત્તે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખ આર. પી. પટેલના અધ્યક્ષ સ્થાને બોપલ, જોધપુર, વેજલપુર વોર્ડની સંગઠનની ત્રણેય પાંખના હોદ્દેદારશ્રીઓ, સભ્યશ્રીઓ તથા સર્વે કાર્યકર્તાઓની સંયુક્ત મીટિંગ રાખવામાં આવેલી હતી. બોપલના વિવિયાના પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં સર્વ સમાજના લગભગ 4000થી વધુ લોકો ઉમટ્યા હતા. મહત્વનું છે કે વિશ્વ ઉમિયાધામના મતદાન જાગૃતિ અભિયાનમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહના સુપુત્ર જયભાઈ શાહ પણ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ધની હોય કે નિર્ધન તમામ માટે મતદાન સરખી તાકાત : આર.પી.પટેલ
મતદાન જાગૃતિ અભિયાન અંગે વાત કરતા સંસ્થાના પ્રમુખશ્રી આર.પી.પટેલે જણાવ્યું કે મતદાન ન કરનાર વ્યક્તિ રાષ્ટ્રદ્રોહી છે. મતદાનના દિવસે ફરવા માટે રજા નથી મળતી મતદાન કરવા માટે મળે છે. મતદાન ન કરનાર વ્યક્તિને સરકાર સામે પ્રશ્નો પુછવાનો પણ અધિકાર નથી. વિશેષ રૂપે તેમણે જણાવ્યું હતું કે વિશ્વ ઉમિયાધામ સનાતન ધર્મની સાથે છે જે પાર્ટી સનાતન ધર્મની સાથે છે તેની સાથે અમે છીએ. નરેન્દ્રભાઈ અને અમિતભાઈના હાથ મજબૂત કરવા માટે આપણે મતદાન કરવું જોઈએ. મતદાન એ રાષ્ટ્રીય ફરજ છે ધની હોય કે નિર્ધન તમામ માટે મતદાન સરખી તાકાત છે. જો આપણે ઘરના મોભી કે સોસાયટી મોભી મજબૂત શોધતા હોય તો પછી દેશનો મોભી પણ મજબૂત હોવો જોઈએ.નરેન્દ્રભાઈ અને અમિતભાઈ દ્વારા રામમંદિરનું નિર્માણએ દેશ માટે ગૌરવ અને સ્વાભિમાનનું પ્રતિક છે.
અહેવાલ - સંજય જોશી
Next Article