Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબરકાંઠા બેન્કના ચેરમેન સહિત 10 ઉમેદવારો મુશ્કેલીમાં...!

અહેવાલ- યશ ઉપાધ્યાય, સાબરકાંઠા સાબરકાંઠા બેન્કની ચૂંટણીમાં રાજકીય ભૂકંપ સાબરકાંઠા બેન્કના ચેરમેન સહિત 10 દિગજ્જ ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ ચૂંટણી અધિકારીએ ફોર્મ ચકાસણી બાદ 55 ઉમેદવારી પત્રો રદ કર્યા સાબરકાંઠા બેન્કના નિયામક મંડળની 18 બેઠકોની ચૂંટણી માટે જાહેરનામુ પ્રસિધ્ધ થયુ...
સાબરકાંઠા બેન્કના ચેરમેન સહિત 10 ઉમેદવારો મુશ્કેલીમાં
અહેવાલ- યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
સાબરકાંઠા બેન્કની ચૂંટણીમાં રાજકીય ભૂકંપ
સાબરકાંઠા બેન્કના ચેરમેન સહિત 10 દિગજ્જ ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ
ચૂંટણી અધિકારીએ ફોર્મ ચકાસણી બાદ 55 ઉમેદવારી પત્રો રદ કર્યા
સાબરકાંઠા બેન્કના નિયામક મંડળની 18 બેઠકોની ચૂંટણી માટે જાહેરનામુ પ્રસિધ્ધ થયુ હતુ
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અગ્રણી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના બોર્ડ ઓફ ડિરેકટરોની ચૂંટણીનુ જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ સોમવારે ચૂંટણી અધિકારીએ ફોર્મ ચકાસણી કર્યા બાદ સાબરકાંઠા બેન્કના વર્તમાન ચેરમેન સહિત ૧૦ દિગજ્જ  ઉમેદવારો મળી કુલ ૫૫ ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ રદ કરતા રાજકીય ભૂકંપ જોવા મળ્યો છે. ભાજપની આંતરિક જૂથવાદ જયારે ચરમ સીમાએ પહોંચી હોય તેમ સાબરકાંઠા બેન્કની ચૂંટણી પહેલા ઉમેદવારી ફોર્મ અંગે રજૂ કરાયેલા વાંધાની સુનાવણી દરમિયાન ચૂંટણી અધિકારીએ લીધેલા નિર્ણયના કારણે સહકારી રાજકારણમાં અનેક ર્ચચાઓ શરૂ થઇ છે.
55 ઉમેદવારના ફોર્મ રદ
આ અંગેની વિગત એવી છે કે સાબરકાંઠા બેન્કના નિયામક મંડળના ૧૮ બેઠકોની ચૂંટણીનુ જાહેરનામુ પ્રસિધ્ધ થતા સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ફોર્મ ભરવાના અંતિમ દિવસે તમામ વિભાગોમાંથી ૧૭૩ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જોકે ચૂંટણી લડવા માંગતા કેટલાક સંભવિત ઉમેદવારોએ મતદારયાદી સહિત અન્ય કારણોને આગળ ધરી હાઇકોર્ટમાં રીટપીટીશન દાખલ કરી હતી. જોકે તે દરમિયાન સોમવારે સાબરકાંઠા બેન્કની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ ચૂંટણી લડવા માંગતા પૂર્વ ચેરમેન મહેશભાઇ અમીચંદભાઇ પટેલ સહિત એમ.ડી. પંકજભાઇ નરસિંહભાઇ પટેલ, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ નાહરસિંહ ભાટી સહિત હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય અને ડિરેકટર રાજેન્દ્રસિંહ ચાવડાના ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા છે. સોમવારે ચૂંટણી અધિકારીએ ફોર્મ ચકાસણી બાદ ૫૫ ઉમેદવારી ફોર્મ રદ કરીને માન્ય ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરી હતી.
સહકારી રાજકારણમાં ગરમાવો 
અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી અધિકારીએ ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન રિઝર્વ બેન્કના કેટલાક નિયમોનુ ચુસ્તપણે પાલન કરી કોઇપણ પ્રકારની શેહશરમ રાખ્યા વગર સાબરકાંઠા બેન્કમાં એકહથ્થુ સાશન ભોગવતા ચેરમેન અને ડિરેકટરોના ઉમેદવારી ફોર્મ રદ કર્યા છે. ત્યારે સહકારી ધોરણે ચાલતી જિલ્લાની અગ્રણી સાબરકાંઠા બેન્કમાં ડિરેકટર બનવા માટે હવે ૧૧૮ માન્ય ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જોકે હજુ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ ભાજપ દ્વારા કયાં માન્ય ઉમેદવારને મેન્ડેડ આપવામાં આવશે. ત્યારબાદ સાચુ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
Advertisement
Tags :
Advertisement

.