Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રેમીએ જ પ્રેમિકાના અશ્લીલ ફોટા કર્યા INSTAGRAM ઉપર વાયરલ

સોશિયલ મીડિયાના જમાનામાં ઈન્સ્ટાગ્રામ ( INSTAGRAM )  ખતરનાક સાબિત થઈ રહ્યું છે કારણ કે ઈન્સ્ટાગ્રામ ( INSTAGRAM )  ઉપર નકલી ખોટા આઇડી અને ખોટા નામની ઓળખ બનાવી યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવા સાથે અનેક છેતરપિંડીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ભરૂચ જિલ્લામાં...
પ્રેમીએ જ  પ્રેમિકાના અશ્લીલ ફોટા કર્યા instagram ઉપર વાયરલ

સોશિયલ મીડિયાના જમાનામાં ઈન્સ્ટાગ્રામ ( INSTAGRAM )  ખતરનાક સાબિત થઈ રહ્યું છે કારણ કે ઈન્સ્ટાગ્રામ ( INSTAGRAM )  ઉપર નકલી ખોટા આઇડી અને ખોટા નામની ઓળખ બનાવી યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવા સાથે અનેક છેતરપિંડીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ભરૂચ જિલ્લામાં વધુ એક ગુનો પ્રેમિકાના પ્રેમી સામે નોંધાઈ ગયો છે. જેમાં પ્રેમીએ પ્રેમિકાના ફોટા એડીટીંગ કરી અશ્લીલ ફોટા ખોટા આઇડી બનાવી અપલોડ કરી દેતા ભરૂચ સાઈબર સેલે લંપટ પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

Advertisement

ભરૂચ જિલ્લાના સાયબર પોલીસ મથકમાં ભોગ બનનારના માતા પિતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમની દીકરીના ચરિત્ર વિશે અભદ્ર મેસેજ તથા ધાકધમકી આપી તથા ફરિયાદીની દીકરીના નામે સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ ઉપર અલગ અલગ ૩ ડમી આઈડી બનાવી તેઓની દીકરીના નગ્ન અશ્લીલ ફોટાઓ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી સ્ટેટ્સ ઉપર અપલોડ કરી તથા તેને વાયરલ કરી ફરિયાદી તથા તેઓના પરિવારોની બદનામી કરવા સહિત ડમી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી પોતાની અસલ ઓળખ છુપાવી પર રૂપ ધારણ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી ગુનો કરનાર સામે પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી.

Advertisement

ફરિયાદીની દીકરીના ખોટા નામના આઈડી બનાવી પોલીસની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ 

ફરિયાદીની દીકરીના નગ્ન ફોટા અપલોડ કરનાર નરાધમની તપાસ ભરુચ સાયબર સેલના પીઆઇ એસ.ડી ફુલતરીયા તથા તેમની ટીમ સતત કરી રહી હતી અને એક મહિનાની તપાસ દરમિયાન ફરિયાદીની દીકરીના ફોટા અશ્લીલ અપલોડ કરનાર નકલી આઈડી બનાવી રહ્યો હોય અને ઈમેલ આઇડી બનાવવા માટે વર્ચ્યુઅલ એટલે કે વિદેશના નંબરનો ઉપયોગ કરતો હોવાનો ભાંડો ફૂટ્યો હતો જેના કારણે ઝીણવટ ભરી તપાસ કરતા વિલનની ભૂમિકામાં ફરિયાદીની દીકરીનો પ્રેમી નીકળ્યો હતો.

Advertisement

સાયબર પોલીસને સફળતા મળી હતી 

ઈન્સ્ટાગ્રામ ( INSTAGRAM )  ઉપર ફરિયાદીની દીકરીના ખોટા નામના આઈડી બનાવી પોલીસની આંખોમાં ધૂળ નાખવાનું અને વહેલી તકે પ્રેમી પોલીસના સકંજામાં ન આવે તે માટે વિદેશી નંબર પરથી મેલ આઈડી બનાવી ઈન્સ્ટાગ્રામ પર ખોટી આઇડી બનાવી રહ્યો હોય જેમાં નકલી અને ખોટી આઇડી બનાવનાર ભરૂચ જિલ્લાના ચાવજ ગામના રંગ ઉપવન સોસાયટીનો શૈલેષકુમાર ગોવિંદ વાઘેલા હોવાનું ફલિત થતા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી અને તે જ્યારે વાગરામાં એક ગામમાં રહેતો હતો ત્યારે ફરિયાદીની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય અને તેણીએ પ્રેમીને તરછોડી મુકતા તેને સબક શીખવાડવા માટે સમગ્ર કૃત્ય કર્યું હોવાની કબુલાત કરતા આખરે સમગ્ર સાયબરનો ગુનો ઉકેલવામાં સાયબર પોલીસને સફળતા મળી ગઈ હતી.

વિદેશના નંબર ઉપરથી વર્ચ્યુઅલ મેલ આઈડી બનાવી ૩ ઈન્સ્ટાગ્રામ ઉપર ફરિયાદીની દીકરીના નામના ખોટા આઇડી બનાવ્યા..

ફરિયાદીની દીકરીના અશ્લીલ અને નિ:વસ્ત્ર ફોટા ઈન્સ્ટાગ્રામના આઇડી ઉપર સ્ટોરી સ્ટેટસમાં અપલોડ થતા હોવાની ફરિયાદ સાયબર સેલમાં કરાઈ હતી. જેમાં પોલીસે તપાસ કરતા આઈડી બનાવનારનો નંબર વિદેશનો હોય અને વર્ચ્યુઅલ ઈમેલ આઇડી બનાવી નકલી આઈડી બનાવી રહ્યો હોવાનો ભાંડો ફોડી ભરૂચના ચાવજ ગામેથી શૈલેષ વાઘેલાની પોલીસે ધરપકડ કરતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો અને તેણે પ્રેમિકાને તેની શાન ઠેકાણે લાવવા માટેનું કૃત્ય કર્યું હોવાની કબુલાત કરી લીધી હતી.

યુવક યુવતી સાથે નોકરી દરમિયાન પરિચયમાં આવ્યો હતો..

સાયબર ક્રાઈમનો ગુનો ઉકેલવામાં આવી ગયો પરંતુ તેમાં ફરિયાદીની દીકરી નરાધમ આરોપીના પરિચયમાં કેવી રીતે આવી તો તેમાં યુવક અને યુવતી જે સ્થળે નોકરી કરતા હતા ત્યાંથી પરિચયમાં આવ્યા હતા અને એક જ ગામના હોવાના કારણે બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી પરંતુ પ્રેમિકાએ પ્રેમીને મચક ન આપતા તરછોડી મૂક્યો હતો જેના કારણે પ્રેમીએ પણ પ્રેમિકાને સબક શીખવાડવા માટે ઈન્સ્ટાગ્રામ ઉપર નકલી આઈડી થકી પ્રેમિકાને બદનામ કરવાનું કૃત્ય કર્યું હતું. પરંતુ સાયબર સેલે તેને ખુલ્લું પાડી પ્રેમીને જેલ હવાલે કરી દીધો છે

ઈન્સ્ટાગ્રામ ( INSTAGRAM ) ઉપર ખોટી આઇડી અને ખોટી ઓળખ આપવાના અનેક સાયબર ક્રાઈમાના ગુના નોંધાઈ ચૂક્યા છે

ઈન્સ્ટાગ્રામ ઉપર ઘણા યુવક યુવતીઓને પ્રેમ થતા હોય છે અને ઘણા યુવકો પોતાનો ધર્મ અને પોતાનું સાચું નામ છુપાવીને પણ અનેક અન્ય ધર્મની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા અને ઈન્સ્ટાગ્રામ ઉપર ઘણી વખત યુવક યુવતીઓ પરિચયમાં આવ્યા બાદ ભાગી પણ જતા હોય છે ત્યારે ઈન્સ્ટાગ્રામ ઉપર નકલી અને ખોટા આઇડી બનાવુ. હવે આસાની બની ગયું છે જેના કારણે ઈન્સ્ટાગ્રામથી દૂર રહેવું જરૂરી બની ગયું છે

પ્રેમિકાના ખોટા આઇડી બનાવી અશ્લીલ ફોટા અપલોડ કરનાર સામે શું થયો છે ગુનો દાખલ

પ્રેમી શૈલેષ ગોવિંદ વાઘેલા સામે સાયબર સેલ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે અને તેની સામે ઈ.પી.કો કલમ 354(C),354(D),292,471,506,500, તથા સાયબર એક્ટ 66(C),66(E),67.67(A) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરાયો હોવાના અહેવાલો મળ્યા છે.

આ પણ વાંચો -- BHARUCH : મંજૂરી વિનાના બાંધકામ ઉપર રામજી સાથે PM મોદી અને યોગીની સ્થાપના કરાઇ

Tags :
Advertisement

.