ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શક્તિપીઠ બહુચરાજીમાં આજે દશેરાનું વિષેશ મહત્વ

અહેવાલ - મુકેશ જોષી, મહેસાણા શક્તિપીઠ બહુચરાજીમાં આજે દશેરાના દિવસે નવીન ધજા ચડાવવામાં આવી.વર્ષમાં માત્ર એક દિવસ દશેરાના દિવસે જ ધજા બદલવાની ગાયકવાડી પ્રણાલી આજે પણ જીવંત જોવા મળી રહી છે. દશેરાના દિવસે જ ધજા બદલવાની ગાયકવાડ સરકાર સમયની પ્રણાલી...
05:09 PM Oct 24, 2023 IST | Maitri makwana

અહેવાલ - મુકેશ જોષી, મહેસાણા

શક્તિપીઠ બહુચરાજીમાં આજે દશેરાના દિવસે નવીન ધજા ચડાવવામાં આવી.વર્ષમાં માત્ર એક દિવસ દશેરાના દિવસે જ ધજા બદલવાની ગાયકવાડી પ્રણાલી આજે પણ જીવંત જોવા મળી રહી છે.

દશેરાના દિવસે જ ધજા બદલવાની ગાયકવાડ સરકાર સમયની પ્રણાલી

શક્તિપીઠ બહુચરાજીમાં ગાયકવાડ સરકારને અતૂટ શ્રદ્ધા સંકળાયેલી હતી.ગાયકવાડ સરકાર વખતની અનેક પરંપરા આજે પણ અહીં જીવંત જોવા મળી રહી છે.જેમાંની એક પ્રણાલી વર્ષે દશેરાના દિવસે માતાજીના મુખ્ય શિખર સાથે અન્ય મંદિરોના શિખરો પર ધજા બદલવાની પ્રણાલી આજે પણ જીવંત જોવા મળી રહી છે.

મંદિરમાં દરેક શિખર ઉપર ધજા ચડાવવા અલગ અલગ જ્ઞાતિના લોકોને અધિકાર

માતાજીના મુખ્ય મંદિર સહિત અન્ય મંદિરોના શિખર પર ધજા બદલવામાં અનેક પરિવારો નો સહયોગ વર્ષોથી રહ્યો છે.દરેક પરિવારને અલગ અલગ શિખર ઉપર ધજા ચડાવવાનો અધિકાર મળેલો છે. જેમાં મુખ્ય શિખર ઉપર મંદિર વહીવટી વિભાગ,વરખડી મંદીર શિખર ઉપર દવે પરિવાર,મધ્ય સ્થાન ઉપર બહુચરાજી દરજી પરિવાર અને પાલખી ઘુમટ ઉપર ખત્રી પરિવાર અને મધ્ય શિખર અને નરેશાંગ વીર મંદિર ઉપર જોષી પરિવાર ગાયકવાડ સરકાર વખતથી ધજા ચડાવવા માટે અધિકાર પામેલ છે.આમ તમામ શિખર ઉપર આજે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને પૂજા અર્ચના કરી નવીન ધજા આજે પવિત્ર ધજા ચડાવવામાં આવી હતી.

આ પણ વાંચો - Surat: : દશેરાના તહેવારે 2 હજાર ફોર વ્હીલર અને 5 હજાર ટુ વ્હીલરની ખરીદી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BahucharajiDussehraGujaratMahesanaShaktipeeth
Next Article
Home Shorts Stories Videos