Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કામરેજમાં આતંક મચાવનાર રીઢો સાકા ભરવાડ પોલીસ ગિરફતમાં

કામરેજ વિસ્તારમાં આતંક મચાવનાર રીઢા સાકા ભરવાડને આખરે પોલીસે ઝડપી લીધો છે. થોડા દિવસ અગાઉ સાકા ભરવાડે હોટેલ મલિક પર નજીક બાબતે હુમલો કરી ચકકુના ઘા ઝીકી દીધા હતા,પોલીસે સાકા ભરવાડને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સાકા ભરવાડ વિરુદ્ધ અગાઉ...
04:50 PM Feb 09, 2024 IST | Harsh Bhatt

કામરેજ વિસ્તારમાં આતંક મચાવનાર રીઢા સાકા ભરવાડને આખરે પોલીસે ઝડપી લીધો છે. થોડા દિવસ અગાઉ સાકા ભરવાડે હોટેલ મલિક પર નજીક બાબતે હુમલો કરી ચકકુના ઘા ઝીકી દીધા હતા,પોલીસે સાકા ભરવાડને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સાકા ભરવાડ વિરુદ્ધ અગાઉ અનેક ધાડ ,લૂંટ , મારામારી જેવા ગંભીર ગુના નોંધાઈ ચુક્યા છે અને પાસા હેઠળ સજા પણ કાપી ચુક્યો છે.

કામરેજ વિસ્તાર દિવસ રાત પ્રગતિ કરી રહ્યો છે. સાથે સાથે ગુના અને ગુનેગારો પણ વધી રહ્યા છે. ત્યારે કામરેજ વિસ્તારના કુખ્યાત અને પોલીસ ચોપડે વોન્ટેડ એવા સાકા ભરવાડને ગઈકાલે કામરેજ પોલીસે કામરેજ વિસ્તાર માંથી ઝડપી લીધો છે. આમ તો સાકા ભરવાડ વિરુદ્ધ અનેક ધાડ, લૂંટ તેમજ મારામારીના અનેક ગુના નોંધાઈ ચુક્યા છે અને સાકો ભરવાડ અગાઉ પાસાની સજા પણ કાપી ચુક્યો છે.

ગત 15 તારીખના રોજ સાકા ભરવાડે કામરેજ ચાર રસ્તા નજીક આતંક મચાવ્યો હતો. કામરેજ ચાર રસ્તાથી કામરેજ ગામ તરફ જતા માર્ગ પર આવેલા એક હોટેલ માલિક સાથે સામાન્ય બબાલ થતા સાકા ભરવાડે હોટેલ મલિકને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા અને ફરાર થઇ ગયો હતો. સદનસીબે હોટેલ મલિકનો જીવ બચી ગયો હતો. પરંતુ ઘટનાને લઈ ભારે અફરાતફરી સર્જાઈ હતી, તેમજ કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં ધંધાર્થીઓમાં સાકા ભરવાડને લઈ ભયનો માહોલ હતો. જોકે પોલીસે ગઈકાલે સાકા ભરવાડની ધરપકડ બાદ આજરોજ સાકા ભરવાડને સાથે રાખી હોટેલ પર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જેથી કરીને લોકોમાંથી ભયનો માહોલ દૂર કરી શકાય. હાલ પોલીસે કોર્ટમાંથી રિમાન્ડ લઈ સાકા ભરવાડ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ - ઉદય જાદવ 

આ પણ વાંચો -- Gift City : ફૂડ કોર્ટના ઓપનિંગ કાર્યક્રમમાં વેપારીનું પર્સ ચોરી ATMમાંથી રૂ.1.30 લાખ ઉપાડનારા બે ઝડપાયા

 

 

Tags :
CrimeGujaratGujarat PoliceKamrejsaka bharvadSurat Policeterror
Next Article