ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વર્લ્ડ કપ મેચમાં ભારતના વિજયને લઇ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ હનુમાનજી દાદાના દર્શન કરી પ્રાર્થના કરી

અહેવાલ - ગજેન્દ્ર ખાચર સાળંગપુર હનુમાનજી મંદિરે ચાલતા 175મો શતામૃત મહોત્સવ મા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજરી આપી હતી. આવતીકાલે યોજાનારી વર્લ્ડ કપ મેચમાં ભારતનો વિજય ડંકો વાગે તેવી હનુમાનજી દાદાના દર્શન કરી પ્રાથના કરી હતી. જ્યારે હનુમાનજી મંદિરના...
02:35 PM Nov 18, 2023 IST | Hardik Shah

અહેવાલ - ગજેન્દ્ર ખાચર

સાળંગપુર હનુમાનજી મંદિરે ચાલતા 175મો શતામૃત મહોત્સવ મા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજરી આપી હતી. આવતીકાલે યોજાનારી વર્લ્ડ કપ મેચમાં ભારતનો વિજય ડંકો વાગે તેવી હનુમાનજી દાદાના દર્શન કરી પ્રાથના કરી હતી. જ્યારે હનુમાનજી મંદિરના સંતો દ્વારા વિજયભાઈ રૂપાણી નું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા 175મો શતામૃત મહોત્સવ 16 નવેમ્બર થી પ્રારંભ કરાયો છે ત્યારે શતામૃત મહોત્સવ ના ત્રીજા દિવસે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાળંગપુર આવી પહોચ્યા હતા અને હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ સભા મંડપમાં પહોચ્યા હતા જયારે સભા મંડપમાં મંદિરના સંતો દ્વારા વિજયભાઈ રૂપાણી નું ભવ્ય સ્વાગત કર્યું હતું.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાળંગપુર પહોચ્યા હતા અને હનુમાનજી દાદાના શરણોમા શીશ ઝુકાવીયુ હતુ અને આવતીકાલે યોજાનાર વર્લ્ડ કપ મા ભારતનો વિજય ધ્વજ લહેરાય અને વિશ્વમાં ભારત ડંકો વગાડે તેવી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને પાર્થના કરી હતી તેમ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો - ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ પહોંચી અડાલજની વાવ, કરાવ્યું ફોટોશૂટ

આ પણ વાંચો - અમદાવાદમાં ફાઈનલ મેચ : સ્ટેડિયમમાં 4 હજાર જેટલા પોલીસકર્મીઓ રહેશે બંદોબસ્તમાં ખડેપગે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
former Chief Ministerformer Chief Minister Vijay RupaniHanumanji DadaSalangpur Hanumanji templeShatamrit MahotsavVijay RupaniWorld Cup match
Next Article