Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

63 માં ગુજરાત સ્થાપના દિવસનું પ્રથમ અઠવાડિયું રાજ્યમાં અંગદાનની ઐતિહાસિક સિદ્ધિનું સાક્ષી બન્યું

રાજ્યમાં અંગદાન ક્ષેત્ર સાથે સંકળાયેલા SOTTO (State Organ And Tissue Transplant Organization) એકમ અંતર્ગત રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં 10 અંગદાન થયા છે. આ 10 અંગદાતાઓના અંગદાનથી 27 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. ગુજરાત સ્થાપનાના 63માં વર્ષના મંગળ પ્રવેશના પ્રથમ સપ્તાહમાં રાજ્યના...
63 માં ગુજરાત સ્થાપના દિવસનું પ્રથમ અઠવાડિયું રાજ્યમાં અંગદાનની ઐતિહાસિક સિદ્ધિનું સાક્ષી બન્યું

રાજ્યમાં અંગદાન ક્ષેત્ર સાથે સંકળાયેલા SOTTO (State Organ And Tissue Transplant Organization) એકમ અંતર્ગત રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં 10 અંગદાન થયા છે. આ 10 અંગદાતાઓના અંગદાનથી 27 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. ગુજરાત સ્થાપનાના 63માં વર્ષના મંગળ પ્રવેશના પ્રથમ સપ્તાહમાં રાજ્યના ઈતિહાસમાં અંગદાન ક્ષેત્રે આ એક ઐતિહાસિક ક્ષણ છે તેમ SOTTO ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું છે.

Advertisement

ગુજરાત સ્થાપના દિવસના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરમાં અકલ્પનીય, અદ્વિતીય, ઐતિહાસિક અંગદાન થયા છે. જેના પરિણામે જ આ 27 દર્દીઓને નવજીવન મળ્યું છે. રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં થયેલા અંગદાનમાં મળેલા 27 અંગોમાં 16 કિડની, 9 લીવર, 1 હ્રદય, 1 આંતરડુ અને હાથની એક જોડનો સમાવેશ થાય છે. જેમાંથી 10 કિડની અને 6 લીવરને સિવિલ મેડિસીટીની જ કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ 10 અંગદાનમાંથી 9 અંગદાન અમદાવાદ અને સુરતની સિવિલ હોસ્પિટલમાંથી અને એક અંગદાન ખાનગી હોસ્પિટલમાંથી થયું હોવાનું ડૉ.મોદીએ ઉમેર્યુ હતું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સિદ્ધિ અંગે કહ્યું હતું કે, તાજેતરમાં જ સિવિલ સર્વીસીસ ડે ના દિવસે રાજ્યમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ સાથે સંકળાયેલા સરકારના SOTTO એકમને ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયો છે.

આ એવોર્ડ પ્રાપ્ત થયાના 10 દિવસમાં જ ગુજરાતમાં આ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની કામગીરી વધુ વેગવંતી બની છે જેની આ ઐતિહાસિક સિદ્ધિ સાક્ષી પુરે છે તેમ તેમણે ઉમેર્યુ હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ, તજજ્ઞ તબીબોની નિષ્ઠા અને રાજ્યમાં પ્રવર્તેલી જાગૃકતાના પરિણામે જ આ સિદ્ધિ હાંસલ થઇ છે.

Advertisement

આ પણ વાંચો – ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં આગ લાગી કે લગાવવામાં આવી : અમિત ચાવડા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

અહેવાલ - સંજય જોશી, અમદાવાદ

Tags :
Advertisement

.