Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સગી પૌત્રીની છેડતી કરનાર નાનાને કોર્ટે ફટકારી સજા

સુરતમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અવારનવાર આપણે મહિલાઓ અને બાળાઓ સાથે થતા દુષ્કર્મ વિષે સાંભળતા હોઈએ છે. પરંતુ સુરતમાંથી વૃદ્ધ નાનાએ પોતાની સગી પૌત્રી સાથે અડપલાં કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચ્યો છે. કોર્ટે પણ નરાધમ વિરુદ્ધ...
08:24 AM Feb 18, 2024 IST | Harsh Bhatt

સુરતમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અવારનવાર આપણે મહિલાઓ અને બાળાઓ સાથે થતા દુષ્કર્મ વિષે સાંભળતા હોઈએ છે. પરંતુ સુરતમાંથી વૃદ્ધ નાનાએ પોતાની સગી પૌત્રી સાથે અડપલાં કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચ્યો છે. કોર્ટે પણ નરાધમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના..

સગી પૌત્રીની છેડતી કરનાર નાનાને કોર્ટે કડક સજા ફટકારી છે. નરાધમ નાનાને કોર્ટે પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે. નાના દીકરીના ઘરે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. પરંતુ રાત્રિના સમયે કોઈ કારણોસર પોતાની પુત્રીના ઘરે જ રોકાઈ ગયા હતા. આ રાત્રિના સમય દરમિયાન નાનાએ સગી પૌત્રી સાથે જ અડપલાં કર્યા હતા. અડપલાંણી ફરિયાદ સગીરાએ પોતાના પિતાને કરી હતી. ત્યારબાદ દિકરીએ પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર મામલો ત્યાર બાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ કોર્ટ દ્વારા નરાધમ નાના સામે કડક કાર્યવાહી કરી હતી. કોર્ટે નાનાને પાંચ વર્ષણી કેદ અને વધુમાં 10 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

આ પણ વાંચો -- Controversy : મામલો ઉગ્ર બનતા આહીર સમાજના રાજકીય આગેવાનો પણ મેદાને

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

 

 

 

 

 

 

 

 

Tags :
court sentencedCRIME AGAINST WOMENfive yearsgranddaughterimprisonmentMolestedSurat Court
Next Article